Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ઉછાળે વેચવાલી યથાવત્:શેરબજારમાં શોર્ટ કવરિંગ અને સ્થાનિક ખરીદીથી સકારાત્મક સેન્ટિમેન્ટ

    1 week ago

    ઈરાન-અમેરિકા વચ્ચેની પાકિસ્તાનમાં યુદ્વ શાંતી મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ બન્ને દેશોના હોર્મુઝ સ્ટ્રેટ પર કબજાના દાવાએ વિશ્વનું ટેન્શન વધારી દીધું છે. હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્વનો ટૂંક સમયમાં અંત આવશે એવું નિવેદન કરતાં અને બન્ને દેશો વચ્ચે સમાધાન કરવા રશીયા, ચીન, ફ્રાંસ સહિતના દેશો આગળ આવતાં યુદ્ધવિરામ લંબાવવાની શકયતાએ વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ફરી સુધર્યું હતું. વૈશ્વિક બજારોમાં તબક્કાવાર સેક્ટર અને સ્ટોકમાં રિકવરી બાદ આજે ભારતીય શેરબજારોમાં અપેક્ષિત ઝડપી ઉછાળો આવ્યો હતો પરંતુ એ ક્ષણિક નીવડી ઉછાળે વેચવાલી યથાવત્ જોવા મળી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ઘટાડા અને યુદ્વવિરામ લંબાવવા સંમતિ થયા પૂર્વે ફંડોએ શેરોમાં ઓલરાઉન્ડ તેજી કરી હતી સેક્ટર મુજબ જોઈએ તો કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટો મોબાઈલ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો, મેટલ-માઈનીંગ, હેલ્થકેર-ફાર્મા, ઓઈલ-ગેસ, એફએમસીજી શેરોમાં ફંડોએ મોટી ખરીદી કરી હતી. આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ ખરીદદારો સક્રિય રહ્યા હતા અને ગ્લોબલ માર્કેટ્સમાંથી મળેલા પોઝિટિવ સંકેતો અને સ્થાનિક સ્તરે મજબૂત ખરીદીના કારણે લાર્જકેપ સ્ટોક્સમાં આગેવાની સાથે મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં પણ વ્યાપક તેજી જોવા મળી હતી, જે બજારની અંદરની મજબૂતીનું સ્પષ્ટ પ્રતિબિંબ દર્શાવે છે. બીએસઇ સેન્સેક્સ :- ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 78111 સામે 78677 પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા 77674 પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...દિવસ દરમ્યાન સરેરાશ 1056 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ 122 પોઈન્ટના ઘટાડા સાથે 77988 પોઈન્ટ બંધ થયેલ. નિફ્ટી ફ્યુચર :- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 24237 સામે 24342 પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી 24114 પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ 276 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 51 પોઈન્ટના ઘટાડા સાથે 24186 પોઈન્ટ બંધ થયેલ. તેજીના મુખ્ય કારણો :- આજની તેજી પાછળનું મુખ્ય કારણ વેલ્યુ બાયિંગ રહ્યું છે, કારણ કે છેલ્લા સેશનમાં થયેલા ઘટાડા પછી કેટલાક ફન્ડામેન્ટલ સ્ટોક્સ આકર્ષક લેવલ પર ઉપલબ્ધ બન્યા હતા. બીજું મહત્વપૂર્ણ કારણ શોર્ટ કવરીંગ રહ્યું છે, જેમાં અગાઉના દિવસોમાં બનાવેલી શોર્ટ પોઝિશન્સ કવર થતા માર્કેટમાં ઝડપી ઉછાળો આવ્યો હતો. ત્રીજું કારણ જોઈએ તો વૈશ્વિક બજારોમાં સુધારો છે. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ અને નાસ્ડેક કમ્પોઝિટમાં જોવા મળેલી તેજી ભારતીય બજાર માટે પોઝિટિવ સાબિત થઈ હતી. સ્થાનિક પરિબળો :- ભારતીય અર્થતંત્રની મજબૂત સ્થિતિ, વધતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રવૃત્તિ અને સરકારી ખર્ચ બજાર માટે પોઝિટિવ છે. સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા સતત ખરીદી બજારને મજબૂત આધાર આપે છે. બેન્કિંગ સેક્ટરમાં ક્રેડિટ ગ્રોથ મજબૂત છે અને એનપીએ લેવલ નિયંત્રણમાં છે, જે રોકાણકારો માટે વિશ્વાસજનક પરિબળ છે. વૈશ્વિક પરિબળો :- વૈશ્વિક બજારોમાં સ્થિરતા અને જીઓ-પોલિટિકલ તણાવમાં થોડો ઘટાડો બજાર માટે સકારાત્મક રહ્યો છે. ડોલર ઇન્ડેક્સમાં સ્થિરતા અને બોન્ડ યીલ્ડમાં મર્યાદિત ઘટાડો રોકાણકારોને ઈક્વિટી તરફ આકર્ષે છે. વૈશ્વિક બજારોમાં પણ સુધારો જોવા મળતા ભારતીય બજારને સપોર્ટ મળ્યો હતો. વૈશ્વિક સ્તરે સેન્ટિમેન્ટ સુધરવાનું મુખ્ય કારણ કેન્દ્રિય બેંકોની નીતિઓમાં સ્થિરતા છે. અમેરિકામાં વ્યાજદર વધારાના દબાણમાં ઘટાડો અને આર્થિક ડેટામાં સુધારો વૈશ્વિક બજારોને સપોર્ટ આપે છે. ચીન તરફથી સ્ટિમ્યુલસની અપેક્ષા વૈશ્વિક કોમોડિટી માંગમાં સુધારો લાવી શકે છે. સેક્ટર તરફી માહોલ :- બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સેક્ટર આજે માર્કેટના લીડર રહ્યા હતા. ઓટો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મજબૂત ખરીદી જોવા મળી હતી. આઈટી સેક્ટરમાં ગ્લોબલ સપોર્ટને કારણે સુધારો નોંધાયો હતો. મેટલ સેક્ટરમાં કોમોડિટી ભાવમાં સ્થિરતા કારણે મર્યાદિત તેજી રહી હતી. એફએમસીજી અને ફાર્મા સેક્ટર ડિફેન્સિવ સપોર્ટ તરીકે સ્થિર રહ્યા હતા. મંદી તરફી કારણો :- એફઆઈઆઈ દ્વારા અસ્થિર પ્રવૃત્તિ બજારમાં વોલેટિલિટી લાવી શકે છે અને દરેક ઊંચા મથાળે નફારૂપી વેચવાલીની શક્યતા ઉભી કરે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો મોંઘવારી વધારી શકે છે. જીઓ-પોલિટિકલ તણાવ ફરી વધી શકે છે. એફઆઈઆઈ / ડીઆઈઆઈ :- ડીઆઈઆઈ મજબૂત નેટ બાયર્સ તરીકે બજારને સપોર્ટ આપી રહ્યા છે.એફઆઈઆઈ મિશ્ર વલણ સાથે જોવા મળ્યા હતા, પરંતુ કુલ મળીને વેચવાલીનું દબાણ ઘટ્યું છે. કોમોડિટી મૂવમેન્ટ :- કોમોડિટી માર્કેટમાં મિશ્ર પરંતુ સ્થિર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ક્રૂડ ઓઈલમાં મર્યાદિત સ્થિરતા બજાર માટે પોઝિટિવ છે. બેઝ મેટલ્સમાં સુધારો નોંધાયો હતો. ભાવિ દિશા :- આગામી દિવસોમાં બજાર વોલેટિલિટી ચાલુ રહેવાની શક્યતાએ પોઝિટિવ ટ્રેન્ડ જાળવી રાખી શકે છે, એફઆઈઆઈ ફ્લો, વૈશ્વિક સંકેતો અને ક્રૂડ ઓઈલના ભાવ માર્કેટ માટે મુખ્ય ટ્રિગર રહેશે. જો ગ્લોબલ પરિસ્થિતિ સ્થિર રહેશે તો બજાર નવી ખરીદી તરફ આગળ વધી શકે છે. આજના ટ્રેડિંગ સેશનમાં બજારની અંદરની મજબૂતી અને વ્યાપક ભાગીદારી દર્શાવે છે કે સેન્ટિમેન્ટ પોઝિટિવ દિશામાં આગળ વધી રહ્યું છે પરંતુ વિદેશી રોકાણકારોની નફારૂપી વેચવાલીને પણ ધ્યાને રાખવી અતિ જરૂરી છે. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... તા. 16.04.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24186 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24088 પોઈન્ટના પ્રથમ અને 24008 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 24202 પોઈન્ટ થી 24272 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 24303 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ ભારત ફોર્જે ( 1846 ) :- ઓટો કમ્પોનન્ટ્સ ઇક્વિપમેન્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ. 1823 નો પ્રથમ તેમજ રૂ. 1808 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ. 1863 થી રૂ. 1870 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. 1878 ઉપર તેજી તરફી ધ્યાન...!! વોલ્ટાસ લીમીટેડ ( 1408 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ. 1393 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ. 1380 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 1423 થી રૂ. 1430 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 1346 ) :- રૂ. 1323 નો પ્રથમ તેમજ રૂ. 1316 ના બીજા સપોર્ટથી ઓઈલ એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1354 થી રૂ. 1360 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! ટાટા કન્ઝ્યુમર ( 1103 ) :- ટી એન્ડ કોફી સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. 1123 થી રૂ. 1130 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ. 1075 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!! ગોદરેજ કન્ઝ્યુમર ( 1087 ) :- રૂ. 01 ની ફેસવેલ્યુ ધરાવતા પર્સનલ કેર સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ. 1073 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ. 1103 થી રૂ. 1113 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!!
    Click here to Read More
    Previous Article
    Bhooth Bangla Movie Review and Release Live Updates: Akshay Kumar-Priyadarshan combo doesn’t disappoint, say early reviews
    Next Article
    LD એન્જિ.ની હોસ્ટેલનો સ્લેબ પડવાથી વિદ્યાર્થીઓ ફફડ્યા, VIDEO:'હવે રહેવા લાયક રહી નથી', જાણો ભયભીત થયેલા વિદ્યાર્થીઓએ શું શું કહ્યું?

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment