Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંચ વર્ષની પગરખાં ત્યાગની 'તપસ્યા' બાદ કોકિલાબેનને ટિકિટની 'પ્રસાદી':કોઈએ ગાંડપણ કહ્યું, ક્યાક હાંસીનું પાત્ર બન્યા, હવે ભાજપમાંથી વડોદરાના રાજકીય જંગમાં ઉતર્યા

    1 week ago

    રાજકારણના અખાડામાં ટિકિટ મેળવવા માટે નેતાઓ અનેક કાવાદાવા કરતા હોય છે પરંતુ, વડોદરામાં એક એવી ઘટના સામે આવી છે જે ભક્તિ અને શ્રદ્ધાની લોકગાથા જેવી ભાસે છે. ભાજપના પાયાના કાર્યકર કોકિલાબેન પવારે વર્ષ 2015માં ટિકિટ ન મળતા અઘરી બાધા લીધી હતી કે, "જ્યાં સુધી પક્ષ ટિકિટ નહીં આપે, ત્યાં સુધી પગમાં પગરખાં નહીં પહેરું." કાળઝાળ ગરમી હોય કે ચોમાસાનો કાદવ, સતત પાંચ વર્ષ સુધી ઉઘાડા પગે ફરીને પોતાની વફાદારી સાબિત કરનાર કોકિલાબેનની આ 'તપસ્યા' આખરે 2026ની ચૂંટણીમાં ફળી છે. અનેક ટીકાઓ અને શારીરિક કષ્ટો સહન કર્યા બાદ પક્ષે તેમની ધીરજની કદર કરતા ઉમેદવારી જાહેર કરી છે, જે આજે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે. લોકોએ કહ્યું 'ગાંડપણ' પણ શ્રદ્ધા ડગી નહીં આ ઘટનાક્રમની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. જાહેર જીવનમાં સક્રિય સ્ત્રી માટે કાળઝાળ ગરમી, કાદવ કે પથરાળ રસ્તાઓ પર ઉઘાડા પગે ફરવું એ શારીરિક અને સામાજિક બંને રીતે પડકારજનક હતું. વર્ષો વીતતા ગયા અને ઋતુઓ બદલાઈ, પણ કોકિલાબેનનો નિર્ણય અટલ રહ્યો. વડોદરાના રાજકારણમાં તેઓ ચર્ચા અને ક્યારેક 'હાંસી'નું પાત્ર પણ બન્યા. કેટલાક લોકોએ તેને 'ટિકિટ મેળવવાનું ગાંડપણ' ગણાવ્યું, પરંતુ તેમના માટે આ માત્ર જીદ નહીં પણ ધ્યેય પ્રત્યેની એકાગ્રતા હતી. પગમાં કાચ વાગ્યો ને નિયતિએ કસોટી કરી 2020માં એક સામાજિક પ્રસંગમાં તેમના પગમાં કાચ વાગતા ઊંડો ઘા પડ્યો હતો. લોહીલુહાણ હાલત અને અસહ્ય પીડા જોઈ પરિવારે તેમને બાધા છોડવા વિનંતી કરી. અંતે, સ્વાસ્થ્યના હિતમાં અને સ્વજનોના આગ્રહને વશ થઈ તેમણે પગરખાં પહેરવાનું શરૂ કર્યું પરંતુ, પક્ષ માટેની તેમની મહેનત અને આશા જીવંત રહી. એવુ કહેવાય છે કે, મહેનત અને શ્રદ્ધા ક્યારેય એળે જતી નથી. તેમની પાંચ વર્ષની આ આકરી તપસ્યા અને નિઃસ્વાર્થ સેવાની નોંધ ભાજપના મોવડી મંડળે લીધી. 2026ની ચૂંટણીમાં જ્યારે ઉમેદવારોની યાદી જાહેર થઈ ત્યારે કોકિલાબેન પવારનું નામ જોઈ સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. કોકિલાબેનનો કિસ્સો એ વાતની પ્રતીતિ કરાવે છે કે, રાજકારણ માત્ર આંકડાકીય ગણિત નથી. ક્યારેક અતૂટ સંકલ્પ શક્તિ અને ધૈર્ય પણ ભાગ્યના દ્વાર ખોલી શકે છે. આજે તેઓ ઉત્સાહભેર પ્રચાર કાર્યમાં જોતરાયા છે, જે સાબિત કરે છે કે દ્રઢ મનોબળ આગળ દરેક મુશ્કેલી વામણી છે.
    Click here to Read More
    Previous Article
    કાણોદરની ફેક્ટરીમાં આગ:સારવાર દરમિયાન બેના મોત, એક ગંભીર
    Next Article
    ગમખ્વાર અકસ્માતમાં આશાસ્પદ યુવકે ગુમાવ્યો જીવ:ડાલાનું ટાયર ફાટતાં બાઇક સવારને અડફેટે લેતાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment