Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોસ્પિટલે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈ-વેને દત્તક લીધો:મોતના હાઈ-વે પર લોકોના જીવ બચાવવાનો પ્રયાસ, પેટ્રોલ પંપ અને દુકાનોના કર્મચારીઓને ટ્રેનિંગ આપશે

    1 week ago

    મરેંગો એશિયા હોસ્પિટલ્સ ગ્રુપ દ્વારા હોસ્પિટલે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈ-વેને દત્તક લેવામાં આવ્યો છે. જેના માટે પેટ્રોલ પંપ અને દુકાનોના કર્મચારીઓને CPR સહિતની ટ્રેનિંગ આપવામાં આવશે. ગોલ્ડન અવરમાં ઝડપી સારવાર આપવામાં આવશે. જેથી લોકોના જીવ બચાવી શકાય. હવે ગુજરાતમાં 1100થી વધુ બેડની ક્ષમતા મરેંગો એશિયા હોસ્પિટલ્સના ફાઉન્ડિંગ મેમ્બર, મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEOએ ડૉ. રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે, આજે મરેંગો એશિયા હોસ્પિટલ્સ માટે એક ઐતિહાસિક દિવસ છે. અમે ગ્લોબલ સનશાઇન હોસ્પિટલમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો છે. આ જોડાણ સાથે મરેંગો એશિયા હવે ગુજરાતમાં સૌથી મોટી હોસ્પિટલ ચેન તરીકે ઉભરી આવી છે. અમારી પાસે હવે ગુજરાતમાં 1100થી વધુ બેડની ક્ષમતા છે, જે કોઈપણ નેશનલ ચેન કરતા વધારે છે. સમગ્ર દેશમાં અમારી ચેન પાસે હવે 2500 બેડ અને 8 હોસ્પિટલો છે, જેમાંની એક સાઉદી અરેબિયામાં પણ છે. હવે વડોદરા અને સુરતના દર્દીઓને એક 'સેફ ક્લિનિકલ કોરિડોર' મળશે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય હેલ્થકેરના સ્તરને સુધારવાનો છે. અમે એવા શહેરોમાં જવા માંગીએ છીએ જ્યાં અત્યાધુનિક સારવારનો અભાવ હોય. અમે વડોદરા અને સુરત જેવા શહેરોમાં એવી ટેકનોલોજી અને સારવાર લાવવા માંગીએ છીએ, જે અત્યાર સુધી અહીં ઉપલબ્ધ નહોતી. હવે દર્દીઓને જટિલ સારવાર માટે મોટા મેટ્રો શહેરોમાં જવાની જરૂર નહીં પડે. તેઓએ કહ્યું કે, અમારો ખાસ ભાર ટ્રાન્સપ્લાન્ટ પર રહેશે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, લંગ ટ્રાન્સપ્લાન્ટ, લિવર ટ્રાન્સપ્લાન્ટ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધાઓ અહીં કાં તો નહોતી અથવા ખૂબ જ મર્યાદિત હતી. અમે આ તમામ જટિલ સર્જરીઓ અને તેના નિષ્ણાતોને અહીં લાવીશું. હવે વડોદરા અને સુરતના દર્દીઓને એક 'સેફ ક્લિનિકલ કોરિડોર' મળશે, જેથી તેમને શ્રેષ્ઠ ઈલાજ ઘર આંગણે જ મળી રહે. તેઓએ કહ્યું કે, આ અમારી એક સામાજિક જવાબદારી છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ-વે પર ઘણા અકસ્માતો થાય છે, યુવાનો જીવ ગુમાવે છે. જેને લઈને હાઈ-વેને દત્તક લેવામાં આવ્યો છે. અમે ટાટા મોટર્સ અને હાર્વર્ડના સહયોગથી લોકોને ટ્રેનિંગ આપીશું. અમારો પ્રયાસ છે કે 'ગોલ્ડન અવર'માં દર્દીને યોગ્ય સારવાર મળે, જેથી મૃત્યુદર ઘટાડી શકાય.
    Click here to Read More
    Previous Article
    મોટી દુર્ઘટના ટળી! દિલ્હી એરપોર્ટના પાર્કિંગમાં બે વિમાનો અથડાયા:લેહથી આવેલા સ્પાઈસજેટે અકાસા એરને ટક્કર મારી, મુસાફરો બચ્યા પણ વિમાનોની પાંખ તૂટી
    Next Article
    આર્મીમેનમાથી રાજકારણી બનેલા ધર્મેન્દ્રસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું:રડતા-રડતા કહ્યું- મારી ટિકિટ કપાતા દુઃખના તોફાનમાં વહી રહ્યો છે, કોંગ્રેસે મારી સાથે દગો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment