Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ પ્રમુખ ચેતનસિંહ પરમાર ભાજપમાં જોડાયા:પંચમહાલ કોંગ્રેસમાં રોષ, કાર્યકરોએ પોસ્ટર દહન કરી વિરોધ કર્યો

    1 week ago

    પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતનસિંહ પરમાર ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. તેમના પક્ષપલટાથી નારાજ કોંગ્રેસ કાર્યકરોએ ગોધરા સ્થિત જિલ્લા કાર્યાલય ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ચેતનસિંહ પરમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે પરમારના પોસ્ટરોનું દહન કરી 'હાય-હાય'ના નારા લગાવ્યા હતા, જેનાથી વાતાવરણ તંગ બન્યું હતું. ચેતનસિંહ પરમાર લાંબા સમયથી પંચમહાલ જિલ્લા કોંગ્રેસના સંગઠનમાં સક્રિય હતા અને જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા હતા. તેમના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસ છાવણીમાં આઘાત લાગ્યો છે. કોંગ્રેસના પાયાના કાર્યકરોએ આ પક્ષપલટાને 'ગદ્દારી' ગણાવી છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે પક્ષે જેમને માન-સન્માન અને પદ આપ્યું, તેમણે જ પક્ષ સાથે છેતરપિંડી કરી છે.
    Click here to Read More
    Previous Article
    સંસદમાં મજાક-મસ્તી, VIDEO:માઇકની વાત પર બિરલા-રાહુલ હસી પડ્યા, PM મોદીએ અખિલેશને મિત્ર કહેતા ડિમ્પલ યાદવનું રિએક્શન જોવા જેવું; ટોપ-5 મોમેન્ટ્સ
    Next Article
    પુરવઠા વિભાગની ઘોર બેદરકારી:365 આંગણવાડીઓ માટે તેલ-ચોખાનો જથ્થો ફાળવવામાં વિલંબ, 18 હજાર જેટલા ભૂલકાઓ ભૂખ્યા રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment