Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કુમારકાકા તો પત્ર લખ્યા કરે, અધિકારીઓ ગણકારતા પણ નથી':આપના આક્ષેપ બાદ ભાજપના ધારાસભ્યએ કહ્યું- 'મારા એક પત્રથી પોલીસની હપ્તાવસૂલી બંધ થઈ ગઈ'

    2 weeks ago

    સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પુરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપો શરૂ થઈ ગયા છે. સુરતની વરાછા રોડ બેઠકના ભાજપના ધારાસભ્ય કુમારકાનાણી દ્વારા લખવામાં આવતા પત્રની કોઈ અસર ન થતી હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કરતા કાનાણીએ વળતો પ્રહાર કર્યો હતો. પોતાના એકપત્રથી વાસદ પાસે પોલીસની હપ્તાખોરી બંધ થઈ હોવાનો દાવો કર્યો. સાથે કહ્યું- આપવાળાઓ તો તમને આગ્રાથી તાજમહેલ લાવી વરાછામાં મૂકી દેવાના દાવા કરશે, એમના બાપનું શું જાય? પત્ર મુદ્દે આમ આદમી પાર્ટીએ કરેલા આક્ષેપો પર કાનાણીનો પ્રહાર તાજેતરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરી કુમાર કાનાણીના પત્રોની ટીકા કરવામાં આવી હતી. 'આપ'ના નેતાઓનો આરોપ હતો કે, કુમારકાકા પત્રો તો લખે છે પણ કોઈ અધિકારી તેમને ગણકારતા નથી. આ ટીકાનો જવાબ આપતા કાનાણીએ ચૂંટણી સભામાં વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, "મારા પત્રોની શું અસર થાય છે એ જનતા જાણે છે. પત્ર લખવો એ જનતાનો અવાજ ઉઠાવવાનું સાધન છે અને તેનાથી પ્રશાસનમાં દોડધામ મચી જાય છે." પોતાના પત્રથી શું અસર થાય છે તેના કાનાણીએ ઉદાહરણ આપ્યા પોતાના પત્રની અસરનું ઉદાહરણ આપતા ધારાસભ્યએ જણાવ્યું કે, અગાઉ આવકના દાખલા કઢાવવા માટે લોકોએ રાતના બે વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવું પડતું હતું. લોકો તડકામાં હેરાન થતા હતા. મેં માત્ર એક પત્ર લખીને અધિકારીને જાણ કરી અને બીજા જ દિવસે સવારે 9 વાગ્યે ત્યાં મંડપ નંખાઈ ગયા, ઠંડા પાણીની વ્યવસ્થા થઈ ગઈ અને ધીમે ધીમે આખી પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ. આજે લોકોને ક્યાંય ધક્કા ખાવા પડતા નથી, આ મારા પત્રની અને રજૂઆતની જ તાકાત છે જેના કારણે અધિકારીઓએ કામ કરવું પડ્યું છે. 'મારા પત્રના કારણે વાસદ પાસે પોલીસની હપ્તાખોરી બંધ થઈ' કાનાણીએ પોલીસ તંત્ર પર પણ આકરા પ્રહારો કરતા કહ્યું કે, અગાઉ વાસદ ટોલનાકા પાસે પોલીસના ઝુંડ ઉભા રહેતા હતા. સામાન્ય નાગરિકો પાસેથી હજારો રૂપિયા પડાવવામાં આવતા હતા. દિવાળીના સમયે લોકોની આ પીડા જાણીને મેં પત્ર લખ્યો કે આ લૂંટ અને હપ્તાખોરી બંધ થવી જોઈએ. આજે સ્થિતિ એ છે કે ત્યાં એક પણ પોલીસવાળો ખોટી રીતે હેરાન કરતો દેખાતો નથી. પોલીસના પરસેવા છૂટી ગયા છે કારણ કે તેઓ જાણે છે કે પ્રજાના પ્રતિનિધિ તરીકે હું જાગૃત છું. "આપ" વરાછામાં તાજમહેલ લાવવાના વાયદા કરશે: કાનાણીનો કટાક્ષ આમ આદમી પાર્ટીના વાયદાઓને "જૂઠાણું" ગણાવતા કુમાર કાનાણીએ ભારે રમુજ સાથે પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપને ખબર છે કે અમારે સત્તામાં આવવાનું છે અને પ્રજાને જવાબ આપવાનો છે, એટલે અમે વિચારીને વચનો આપીએ છીએ. પરંતુ 'આપ'ને ખબર છે કે તેઓ ક્યારેય જીતવાના નથી, એટલે ગમે તેવા બણગા ફૂંકે છે. કાલે ઉઠીને આ લોકો એમ પણ કહેશે કે અમે આગ્રાનો તાજમહેલ નાના વરાછામાં લાવીને મૂકી દઈશું! ખોટું બોલવાની પણ એક હદ હોય છે, જે આ લોકો વટાવી રહ્યા છે. સરકાર સામે પણ બાથ ભીડવાની તૈયારી પોતાની કાર્યશૈલી સ્પષ્ટ કરતા કાનાણીએ જણાવ્યું કે, ભલે હું સરકારનો ધારાસભ્ય છું, પરંતુ જ્યારે લોકોની વેદના કે પ્રશ્નોની વાત આવે છે ત્યારે હું મારી જ સરકાર સામે પણ બાથ ભીડતા અચકાતો નથી. અધિકારીઓ સામે પણ મેં અનેકવાર મોરચો માંડ્યો છે. ભાજપના કાર્યકર્તા તરીકે ગર્વ છે પણ લોકોના કામ માટે હું હંમેશા લડાયક મૂડમાં રહ્યો છું અને રહીશ. પાટીદાર ગઢમાં ભાજપ vs AAP સુરત મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં ખાસ કરીને વરાછા, કતારગામ અને કાપોદ્રા જેવા વિસ્તારોમાં રસાકસી જામી છે. પાટીદાર મતદારોને આકર્ષવા માટે બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કુમાર કાનાણીની આક્રમક શૈલી અને તેમના પત્રો હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે, ત્યારે 'આપ' દ્વારા તેમના પર કરવામાં આવતા વ્યક્તિગત પ્રહારોનો જવાબ તેઓ હવે જનસભાના માધ્યમથી આપી રહ્યા છે. સુરત મહાનગરપાલિકામાં વોર્ડવાઈઝ ભાજપ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર
    Click here to Read More
    Previous Article
    ખોટા દસ્તાવેજોથી મોરબીમાં જમીન કૌભાંડ:નકલી નામ ધારણ કરી ₹1.11 લાખ પડાવ્યા, યુવાન સાથે છેતરપિંડી કરનાર 5 આરોપી ઝડપાયા
    Next Article
    JD Vance Urges Pope Leo XIV To Be "Careful About Matters Of Theology"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment