Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તોડબાજ પત્રકારો સામે પોલીસ એક્શન મોડમાં:સાંતેજની મહિલા બુટલેગરનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી એક લાખનો તોડ કરનારની ધરપકડ

    4 days ago

    ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં રકનપુર ગામની સીમમાં ઓરાઈ તળાવના કિનારે રહેતી વિધવા મહિલા બુટલેગરને દારૂ વેચવાના વીડિયોના આધારે બ્લેકમેલ કરી ત્રણ કથિત પત્રકારોની ગેંગ દ્વારા કુલ રૂ.1,05,000નો તોડ કરી વધુ નાણા માટે સતત બ્લેકમેઈલિંગ કરવામાં આવતા આખરે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલના પત્રકારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલાનો દારૂ સાથેનો વીડિયો બનાવ્યો હતો આ સમગ્ર તોડકાંડ મામલે લક્ષ્મીબેન રવિભાઈ ચુનારાએ ફરિયાદમાં કરેલા દાવા મુજબ, તે અગાઉ પોતાનું અને ચાર નાના બાળકોનું ગુજરાન ચલાવવા માટે દેશી દારૂ વેચવાની પ્રવૃત્તિ કરતી હતી. ગત 10 ડિસેમ્બર, 2025ના રોજ સંજય પાંડે, મિતાંશુ દરજી અને અંકિત વ્યાસ નામના ત્રણ શખસે પત્રકાર તરીકેની ઓળખ આપી મહિલાના રહેઠાણ પર ગયા હતા. આ દરમિયાન મિતાંશુ દરજીએ મહિલાનો દારૂની કોથળીઓ સાથેનો વીડિયો ઉતારી લીધો હતો અને ધમકી આપી હતી કે, જો દર મહિને રૂ.40,000 નહીં મળે તો આ વીડિયો વાઇરલ કરી દેવામાં આવશે. વધુ નાણાંની માગ કરતા દાગીનાના પણ પૈસા આપી દીધા આથી ધરપકડના ડરથી ગભરાઈ ગયેલી મહિલાએ તે જ દિવસે રૂ. 40,000 રોકડા આપી દીધા હતા. જેના થોડા દિવસો બાદ મિતાંશુ અને અંકિત અન્ય બે સાથીદારોને પત્રકાર તરીકે ઓળખાવી ફરી ગયા હતા અને વધુ નાણાંની માંગણી કરી હતી. એ વખતે મહિલાએ વીડિયો વાઇરલ ન થાય તે માટે ટુકડે-ટુકડે રૂ. 25,000 અને ત્યારબાદ રૂ.15,000 પણ ચૂકવ્યા હતા. વધુમાં મહિલાએ દાવો કર્યો છે કે, જાન્યુઆરી માસમાં મિતાંશુએ નાણાં માટે દબાણ કરતા પોતાના વેચેલા સોનાના દાગીનાના રૂપિયામાંથી પણ રૂ. 20,000 આપ્યા હતા. કંટાળીને મહિલાએ ફરિયાદ નોંધાવી આ સિલસિલા પછી મહિલાના પતિનું અકસ્માતે અવસાન થતા તે અમદાવાદ રહેવા ગઈ હતી. છતાં આ ટોળકીએ ફોન પર ઉઘરાણી ચાલુ રાખી હતી, જેથી કંટાળીને ગત 24 માર્ચના રોજ ઓનલાઇન રૂ.5,000 પણ ટ્રાન્સફર કર્યા હતા. જોકે મહિલાએ દારૂનો ધંધો બંધ કરી દીધો હોવાનો ફરિયાદમાં દાવો કરી ઉક્ત ટોળકી વીડિયોના આધારે તોડ કરવાના પ્રયાસો ચાલુ રાખતા હોવાથી સાંતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અંકિત વ્યાસ સામે અમદાવાદમાં પણ ચાર ફરિયાદ આ અંગે પીઆઈ એસ.આર. મૂછાળે કહ્યું કે, મહિલાની ફરિયાદના આધારે બીએનએસની કલમ 308(6), 308(2) અને 54 હેઠળ ગુનો નોંધી જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલના પત્રકાર અંકિત મહેશકુમાર વ્યાસ (રહે. રાધે ગોવિંદ ગેલેક્સી, સેલ્બી હોસ્પિટલ પાછળ, નિકોલ)ની ધરપકડ કરી લેવાઈ છે, જેના વિરુદ્ધમાં અમદાવાદમાં અગાઉ ચાર ગંભીર ગુના નોંધાયેલા છે. જ્યારે સંજય પાંડે અને મિતાંશુ દરજી સહિત અન્ય બે પત્રકારો પણ આ તોડકાંડમાં સામેલ છે, જેમની પણ ટૂંકા ગાળામાં ધરપકડ કરીશું. આ ટોળકીએ અત્યાર સુધી કેટલા લોકોને બ્લેકમેલ કરી તોડ કર્યો એની વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    લોકસભામાં મહિલા અનામત સુધારા સંબંધિત ત્રણ બિલ રજૂ:અખિલેશે કહ્યું- મુસ્લિમ મહિલાઓને પણ અનામત મળે; શાહે કહ્યું- તમે તેમને બધી જ ટિકિટ આપી દો
    Next Article
    વૃદ્ધાને ડરાવી 5.31 લાખ પડાવ્યા:વીડિયો કોલમાં દિલ્હી ક્રાઈમ બ્રાંચની ઓળખ આપી મની લોન્ડરિંગ કેસ માટે કોર્ટની ફી માંગી, દીકરાને જાણ થતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment