Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામ ચરણ-જાહ્નવી કપૂરની ફિલ્મ 'પેદ્દી'ની રિલીઝ ટળી:વધુ સારા વિઝ્યુઅલ એક્સપિરિયન્સ માટે મેકર્સે નિર્ણય લીધો, ચાહકોએ હજુ બે મહિના રાહ જોવી પડશે

    4 days ago

    'RRR' સ્ટાર રામ ચરણની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પેદ્દી’ની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે. મેકર્સે વધુ સારા થિયેટ્રિકલ એક્સપિરિયન્સ અને પોસ્ટ-પ્રોડક્શનના કામને પૂરું કરવા માટે આ નિર્ણય લીધો છે. હવે આ ફિલ્મ આ જ વર્ષે જૂનમાં સિનેમાઘરોમાં દસ્તક દેશે. પહેલાં ફિલ્મ 27 માર્ચે થિયેટર્સમાં રિલીઝ થવાની હતી. ફિલ્મના ડિરેક્ટર બુચી બાબુએ જણાવ્યું કે, રિલીઝ ડેટ જલદી જ જાહેર કરવામાં આવશે. પોસ્ટ-પ્રોડક્શનમાં લાગશે સમય ફિલ્મનું કામ લગભગ પૂરું થઈ ગયું છે, પરંતુ એક નાનો ભાગ હજુ બાકી છે. મેકર્સનું કહેવું છે કે, તેઓ દર્શકોને શ્રેષ્ઠ અનુભવ આપવા માંગે છે, તેથી ટેકનિશિયન અને પોસ્ટ-પ્રોડક્શન ટીમને થોડો વધુ સમય આપવામાં આવ્યો છે. ફિલ્મની ટીમે સોશિયલ મીડિયા પર એક નોટ શેર કરીને ફેન્સને આ બદલાવની જાણકારી આપી. ફિલ્મમાં એ.આર. રહેમાનનું મ્યુઝિક ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેના ગીતો ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યા છે. ઓસ્કર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન દ્વારા તૈયાર કરાયેલું પહેલું ગીત 'ચિકિરી ચિકિરી' તમામ પ્લેટફોર્મ્સ પર 200 મિલિયન (20 કરોડ)થી વધુ વ્યૂઝ પાર કરી ચૂક્યું છે. જ્યારે, બીજું ગીત 'રાય રાય રા રા' એક હાઈ-એનર્જી ટ્રેક છે, જેને યુટ્યુબ પર અત્યાર સુધીમાં 47 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. પહેલવાનના અવતારમાં જોવા મળશે રામ ચરણ ફિલ્મમાં રામ ચરણનો એકદમ અલગ અને દમદાર અવતાર જોવા મળશે. તાજેતરમાં 'પેદ્દી પહેલવાન' લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. ફિલ્મના ટીઝર અને પોસ્ટરોએ પહેલેથી જ ફિલ્મની દમદાર વાર્તાની ઝલક આપી દીધી છે. જ્હાન્વી કપૂર અને દિવ્યેન્દુ પણ જોવા મળશે બુચી બાબુ સના દ્વારા લખાયેલી અને ડિરેક્ટ થયેલી આ ફિલ્મમાં જાહ્નવી કપૂર લીડ રોલમાં છે. તેના સિવાય ફિલ્મમાં કન્નડ સુપરસ્ટાર શિવ રાજકુમાર, દિવ્યેન્દુ શર્મા અને જગપતિ બાબુ જેવા કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મનું નિર્માણ વૃદ્ધિ સિનેમા અને મૈત્રી મૂવી મેકર્સના બેનર હેઠળ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મની નવી રિલીઝ ડેટ આવ્યા પછી હવે ચાહકો જૂનની રાહ જોઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    How to disable YouTube Shorts and stop endless scrolling
    Next Article
    લોકસભામાં મહિલા અનામત સુધારા સંબંધિત ત્રણ બિલ રજૂ:અખિલેશે કહ્યું- મુસ્લિમ મહિલાઓને પણ અનામત મળે; શાહે કહ્યું- તમે તેમને બધી જ ટિકિટ આપી દો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment