Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:દરેડ જીઆઇડીસીમાં સરકારી ખરાબાની જમીન પર દબાણ મામલે ધીંગાણું ખેલાયું

    2 days ago

    જામનગર શહેરના છેવાડે આવેલા દરેડ ઉદ્યોગ નગરમાં સરકારી ખરાબાની જમીન પર કબ્જો જમાવવાના મુદ્દે બે જૂથો વચ્ચે તકરાર થતાં ઔદ્યોગિક વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દરેડ ઉદ્યોગ નગર નજીક સરકારી જમીન પર આવેલી માં એક ગૌશાળા અને જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન વચ્ચે ડમ્પિંગ પોઇન્ટની જમીન પર કબ્જાના મામલે ઘર્ષણ થયું હતું. એસોસિએશન દ્વારા આ સરકારી જગ્યાનો ઉપયોગ વર્ષોથી ઉદ્યોગોમાંથી નીકળતા કચરાના નિકાલ માટે હંગામી ડમ્પિંગ પોઇન્ટ તરીકે કરવામાં આવે છે, જેનો વહીવટ એક કોન્ટ્રાક્ટર દ્વારા સંભાળવામાં આવે છે. બીજી તરફ, ગૌશાળાના સંચાલકો દ્વારા આ જમીન પર દીવાલ ચણીને દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે બંને પક્ષોના 25 થી 30 લોકોનું ટોળું સામસામે આવી ગયું હતું, આખરે પોલીસ કાફલાને ઘટનાસ્થળે દોડી જઈને મામલો થાળે પાડવાની ફરજ પડી હતી. સમગ્ર વિવાદ અંગે જીઆઇડીસી એસોસિએશનના હોદ્દેદારના જણાવ્યું હતું કે, ગૌશાળાના સંચાલકો દ્વારા સરકારી જમીન કબજે કરવામાં આવી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, 15 હજાર ચોરસ ફૂટના ડમ્પિંગ પ્લોટમાંથી 10 હજાર ચોરસ ફૂટ જમીન પર છેલ્લા કેટલાક મહિનાઓમાં દીવાલ ઉભી કરી દેવામાં આવી છે, અને બાકીની 5 હજાર ચોરસ ફૂટ જમીન પર પણ કબ્જો મેળવવા ગઈકાલે રસ્તો રોકવા ટ્રેક્ટર આડું મૂકી દેવામાં આવ્યું હતું. આ મામલે જ્યારે કોન્ટ્રાક્ટરનો પુત્ર સમજાવટ કરવા ગયો ત્યારે એકત્ર લોકો સાથે ઝઘડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે હાલ પોલીસે મામલો થાળે પાડયો છે. જોકે, આ મામલે હજુપણ વધુ તકરાર થાય તેમ છે, જેના પગલે પોલીસ પણ સતર્કતા વર્તી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: 555 ઉમેદવાર મેદાનમાં:ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા બાદ સ્પર્ધાનું ચિત્ર સ્પષ્ટ
    Next Article
    "Commander In Grief": Iran Trolls Trump After Clash With Giorgia Meloni, Pitches Itself as Italy's Ally

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment