Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રજની પટેલે કોંગ્રેસના આક્ષેપોને નકાર્યા:ભાજપની જીત નિશ્ચિત, પ્રલોભનના આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા

    6 days ago

    પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે હાજરી આપી હતી. તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચાર અને પ્રલોભનના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે કોંગ્રેસના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, વિરોધ પક્ષ દ્વારા ભાજપ પર ઉમેદવારોને 5 લાખથી 25 લાખ રૂપિયા સુધીની ઓફરો આપી ફોર્મ પાછા ખેંચાવવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ અંગે રજની પટેલે સ્પષ્ટતા કરી હતી કે ગુજરાતમાં છેલ્લા 25 થી 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. નરેન્દ્ર મોદીએ રાજ્યમાં વિકાસની રાજનીતિ શરૂ કરી છે, જેના કારણે લોકોનો ભાજપ પ્રત્યેનો વિશ્વાસ અકબંધ છે. કોંગ્રેસ દ્વારા વાયરલ કરવામાં આવેલી કથિત ઓડિયો ક્લિપ અને પ્રલોભનોના મુદ્દે રજની પટેલે કહ્યું હતું કે તેમણે આવી કોઈ ઓડિયો ક્લિપ સાંભળી નથી. તેમણે ઉમેર્યું હતું કે જ્યારે ભાજપની જીત નિશ્ચિત હોય, ત્યારે કોઈને પણ પ્રલોભન આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ભૂતકાળની તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપે વિજય મેળવ્યો છે અને આ વખતે પણ પરિણામ ભાજપની તરફેણમાં જ આવશે. રજની પટેલે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે ચૂંટણી લડવા માટે કોઈ નક્કર મુદ્દાઓ બચ્યા નથી, તેથી તેઓ પાયાવિહોણા આક્ષેપો કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સમગ્ર રાજ્યમાં ભાજપ સંગઠન મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યું છે અને વિરોધ પક્ષના આ તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    તુર્કીયેમાં 13 વર્ષના બાળકે સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું, VIDEO:એક શિક્ષક સહિત 9 વિદ્યાર્થીઓના મોત, હુમલાખોરે પોતાને પણ ગોળી મારી
    Next Article
    ભારત ગૌરવ ટ્રેન 12 મેથી શરૂ:IRCTC દ્વારા સુરેન્દ્રનગરથી દક્ષિણ ભારત યાત્રાનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment