Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી રાજકીય પક્ષો પ્રચારમાં એડીચોટીનું જોર લગાવશે:ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે મારા-મારી અને બોલાચાલીનો હાઇવોલ્ટેજ ડ્રામા થયો હતો

    2 days ago

    ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર આજે(15 એપ્રિલ) ફોર્મ ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. હવે પ્રચારનો ધમધમાટ શરૂ થશે. જો કે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજ્યભરમાં જબરદસ્ત રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પાછું ખેંચવા આવતા કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આક્રોશિત કાર્યકરોએ ઉમેદવારની કારના કાચ પણ ફોડી નાખ્યા હતા. ડભોઈ તાલુકા પંચાયતની ચૂંટણીના જંગમાં આજે રણમેદાન જેવો માહોલ સર્જાયો હતો. ફોર્મ ખેંચવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટ અને ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા. આમ વડોદરા શહેર-જિલ્લામાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટ સહિતના નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસને જીવતી રાખવા પોતાનો જીવ રેડી દીધો હતો. રાજ્યની પાલિકા-પંચાયતની ચૂંટણીમાં 15મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. અમદાવાદમાં કોંગ્રેસ એક ઉમેદવારે ફોર્મ જ ન ભરતા અને ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. જેના કારણે ભાજપની 2 બેઠકો બિનહરીફ થઈ છે. હવે અમદાવાદ મનપામાં ભાજપમાં 190 ઉમેદવારો સામે કોંગ્રેસના 187 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જ્યારે સુરતમાં કોંગ્રેસના 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. પરંતુ, અહીં ભાજપની એકેય બેઠક બિનહરીફ થઈ નથી. સુરત મહાનગરપાલિકામાં ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે.અહીં ભાજપના 120, કોંગ્રેસના 117 અને આપના 111 અને અન્ય ઉમેદવારો સહિત 483 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં પણ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારે ખેંચતાણ જોવા મળી. વડોદરાની 76 બેઠક માટે ભાજપ,કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, AIMIM અને અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. મહાનગરપાલિકાની 76 બેઠક ઉપર બે બેઠક બિનહરીફ થઈ છે જેમાં વોર્ડ 2માં કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ ઉમેદવારીપત્ર પરત ખેંચતા ભાજપના ઉમેદવાર ધ્રુવિતા બ્રહ્મભટ્ટ બિનહરીફ થયા છે તો વોર્ડ 11માં કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉપેન્દ્ર પ્રજાપતિ બિનહરીફ થયા છે. 76 બેઠકમાંથી 2 બેઠક બિનહરીફ થતા હવે 74 બેઠક ઉપર ચૂંટણી જંગ ખેલાશે. હવે 74 બેઠક ઉપર કુલ 258 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 18 વોર્ડની 72 બેઠક સામે 236 ઉમેદવારો વચ્ચે ચૂંટણી મેદાનમાં છે. આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે આમ આદમી પાર્ટીના 3 સહિત કુલ 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના 72, કોંગ્રેસના 72, આમ આદમી પાર્ટીના 69, બહુજન સમાજ પાર્ટીના 9, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના 1, ભારત આદિવાસી પાર્ટીનો 1, અન્ય પક્ષનો 1 અને અપક્ષના 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.
    Click here to Read More
    Previous Article
    Our probe limited to harassment, conversion FIRs: Nashik police on TCS unit case
    Next Article
    JEE Main Results 2026: Before you plan your NIT choices, check these new BTech courses

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment