Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજળીનો વેડફાટ:જોરાવરનગર, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ધોળા દિવસે લાઇટો ચાલુ

    4 days ago

    સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના તમામ રસ્તાઓ ઉપર એલઇડી લાઇટો ફિટ કરી છે. તેના રિપેરીંગની સાથે લાઇટો ચાલુ બંધ કરવા માટે સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે. તેમ છતાં વઢવાણ રોડ, જોરાવરનગર, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ધોળા દિવસે પણ લાઇટો ચાલુ હોય છે. સુરેન્દ્રનગર મનપા થયા બાદ લાઇટ વિભાગમાં સ્ટાફની ભરતી કરવામાં આવી છે. નવા વાહનોની સાથે એલઇડી લાઇટની ખરીદી કરીને શહેરમાં લાઇટો નાખવામાં આવી છે. પરંતુ તેમ છતાં અનેક વિસ્તારોમાં લાઇટો બંધ હોવાની ફરિયાદો આવી રહી છે. પરંતુ શહેરમાં ધોળા દિવસે લાઇટો ચાલુ રહેતી હોય છે.જેને બંધ કરવામાં આવતી નથી. આટલું જ નહી પરંતુ મનપાની ટીમ દ્વારા કયા કયા વિસ્તારોમાં આવી સમસ્યા છે તેની તપાસ કરવામાં આવે તો આ ફોલ્ટનો ઉકેલ આવી શકે તેમ છે. સ્વીચોમાં ફોલ્ટ થવાને આવી સમસ્યા સર્જાતી હોવાનું મનપાના લાઇટ વિભાગ દ્વારા જણાવવામાં આવે છે. મનપાને લાઇટના રૂ.100 કરોડ ભરવાના બાકી સુરેન્દ્રનગર મનપા એક તરફ વિજળીનું બિલ બચાવવા માટે સોલારનો ઉપયોગ કરી રહ્યું છે. તેમ છતાં પાલિકા હતી ત્યારનું રૂ.100 કરોડથી વધુનું વિજબીલ બાકી છે. ત્યારે એલએડી લાઇટનો લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં દિવસે લાઇટો બંધ કરવામાં ન આવતા મહિને 5 લાખથી વધુનું બિલ આવે છે.
    Click here to Read More
    Previous Article
    Is the skeleton really hers? Questions linger over case of missing Jharkhand teen
    Next Article
    અસુવિધા:રાણાવાવ સ્ટેશનમાં એક જ પ્લેટફોર્મ હોવાથી મુશ્કેલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment