Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રી દયાપરમાં પ્રથમવાર જાહેર સભાને સંબોધશે:મુખ્યમંત્રી આજે મા. મઢમાં શીશ ઝુકાવીને પ્રચાર શરૂ કરશે

    6 days ago

    લખપત તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે રાજ્યના મુખ્યમંત્રી ખુદ આવી રહ્યા છે. તેઓ પ્રથમ માતાના મઢમાં દેશદેવી આશાપુરા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને તાલુકા મથક દયાપર ખાતે યોજાનારી સભાને સંબોધશે. કોંગ્રેસના ગઢ ગણાતા લખપત તાલુકામાં સૌપ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે યાત્રાધામ માતાનામઢ ખાતે સવારે 11 કલાકે આશાપુરા માતાજીના દર્શન કરવાની સાથે તાલુકા મથક દયાપર ખાતે 11:30 કલાકે યોજાનારી સભાને સંબોધી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. જિલ્લા પંચાયતની પાન્ધ્રો તેમજ દયાપર બેઠક પૈકી પાન્ધ્રો સીટ પર ત્રણ ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે જ્યારે તાલુકા પંચાયતની 16 સીટો પૈકી પાન્ધ્રો 1, 2 અને 3, દયાપર, લાખાપરમાં ત્રણ ઉમેદવારોએ ચુંટણીમાં ઝુકાવ્યું છે તો ભાડરામાં ચાર ઉમેદવાર ઉભા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઓક્ટો. 2024માં અશ્વિન નવરાત્રી દરમિયાન માતાનામઢ માતાજીના દર્શનાર્થે આવ્યા બાદ ફરી આજે આશાપુરાજીના દર્શન કરવા માટે બીજી વખત આવી રહ્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2015 તેમજ 2020માં જિલ્લા પંચાયતની દયાપર તેમજ પાન્ધ્રો સીટ પર તથા તાલુકા પંચાયતની 16 સીટો પૈકીની 9 અને 10 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી પરંતુ અઢી વર્ષ બાદ કોંગ્રેસના સભ્યોએ ભાજપને સમર્થન આપતાં કોંગ્રેસને સત્તા ગુમાવવી પડી હતી.
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે MI vs PBKS:આજે રોહિત શર્મા ઈજાના કારણે રમી નહીં શકે; ગત સીઝનમાં બંને મેચ PBKS જીત્યું હતું
    Next Article
    Far-Right Polish MP Draws Outrage With Swastika On Israeli Flag

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment