Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાનની ત્રણ દરિયાઈ માર્ગો બંધ કરવાની ધમકી, વિપક્ષ લોકસભાની બેઠકો વધારવાના વિરોધમાં; આપના મહિલા ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ

    9 hours ago

    નમસ્તે, ઈરાને 3 દરિયાઈ માર્ગો બંધ કરવાની ધમકી આપી છે. બીજી તરફ, સમ્રાટ ચૌધરી બિહારના 24મા મુખ્યમંત્રી બન્યા છે. તેઓ એકલા 29 વિભાગો સંભાળશે. અમે તમને આગળ જણાવીશું કે આખરે વિપક્ષ લોકસભામાં બેઠકો વધારવાના પ્રસ્તાવનો વિરોધ કેમ કરી રહ્યો છે… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સંસદનું વિશેષ સત્ર શરૂ થશે. આ દરમિયાન મહિલા અનામત અને સીમાંકન સાથે જોડાયેલા બિલ રજૂ કરવામાં આવશે. 2. દેશની રાજધાની દિલ્હીમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે. 📰 કાલના મોટા સમાચારો 1. ઈરાનની 3 સમુદ્રી રસ્તાઓ બંધ કરવાની ધમકી:કહ્યું- હોર્મુઝમાં નાકાબંધી ચાલુ રહેશે તો લાલ સમુદ્ર, ઓમાન સાગર અને પર્શિયન ગલ્ફમાં વેપાર અટકાવીશું ઈરાને વિશ્વના 3 મહત્વપૂર્ણ સમુદ્રી રસ્તાઓ બંધ કરવાની ધમકી આપી છે. તેણે જણાવ્યું છે કે જો અમેરિકા હોર્મુઝ અને તેના બંદરો પર નાકાબંધી ચાલુ રાખશે, તો તે રેડ સી, ઓમાન સાગર અને પર્સિયન ગલ્ફ (ફારસની ખાડી) માં સમુદ્રી વેપાર સંપૂર્ણપણે અટકાવી દેશે. ઈરાની સેનાના સેન્ટ્રલ કમાન્ડ સેન્ટરના ચીફ અલી અબ્દોલ્લાહીએ જણાવ્યું કે, અમેરિકી પ્રતિબંધો અને ઈરાની જહાજો તેમજ ઓઈલ ટેન્કરોની સુરક્ષાને જોખમમાં મૂકવાના પ્રયાસો એ ઉશ્કેરણીજનક કાર્યવાહી છે. તેમણે ઉમેર્યું કે ઈરાન પોતાની સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે નિર્ણાયક પગલાં લેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ગૃહ સહિત 29 વિભાગ સંભાળશે CM સમ્રાટ ચૌધરી:JDU પાસે 18 વિભાગ, મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ સમ્રાટે નીતિશના ચરણ સ્પર્શ કર્યા સમ્રાટ ચૌધરી બિહારના 24માં મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ સૈયદ અતા હસનૈને લોકભવનમાં સવારે 11 વાગ્યે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. બિહારની નવી સરકારમાં જેડીયુમાંથી વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવે પણ શપથ લીધા. બંનેને ડેપ્યુટી CM બનાવવામાં આવ્યા છે. નીતિશ કુમાર આ કાર્યક્રમમાં હાજર હતા. બિહારમાં હજુ મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી નથી. સમ્રાટ ચૌધરી પાસે ગૃહ સહિત 29 વિભાગ રહેશે. વિજય ચૌધરીને 10 અને બિજેન્દ્ર યાદવને 8 વિભાગ મળ્યા છે. મંત્રીમંડળના વિસ્તરણ પછી આ જ વિભાગો બાકીના મંત્રીઓમાં વહેંચાશે. ત્યાં સુધી ત્રણેય મંત્રીઓ જ તેમની જવાબદારી સંભાળશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. લોકસભામાં બેઠકો વધારવાના બિલનો વિરોધ કરશે વિપક્ષ:મીટિંગ પછી ખડગે બોલ્યા- મહિલા અનામતનું સમર્થન પરંતુ સીમાંકનનું નહીં લોકસભામાં બેઠકો વધારવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવનો વિપક્ષ વિરોધ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે વિપક્ષી નેતાઓ સાથેની બેઠક પછી આ વાત કહી. બેઠક ખડગેના ઘરે થઈ હતી, જેમાં રાહુલ ગાંધી અને ટીએમસી, આરજેડી, શિવસેના (યુબીટી), એનસીપી (શરદ જૂથ) અને AAP નેતાઓ પણ સામેલ થયા હતા. ખડગેએ કહ્યું કે અમે મહિલા અનામતની વિરુદ્ધ નથી પરંતુ સરકાર તેને રાજકીય કારણોસર આગળ વધારી રહી છે જેથી વિપક્ષને દબાવી શકાય. તેથી અમે સીમાંકન બિલના વિરોધનો નિર્ણય લીધો છે. સરકાર 16, 17 અને 18 એપ્રિલે સંસદના વિશેષ સત્રમાં ત્રણ બિલ લાવવાની છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટનાઃ અત્યાર સુધીમાં 19નાં મોત:36 લોકો દાઝી ગયા; વેદાંતા મૃતકોના પરિવારજનોને 35-35 લાખ વળતર અને નોકરી આપશે છત્તીસગઢના સક્તિ જિલ્લામાં વેદાંતા પાવર પ્લાન્ટ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે. 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 6 લોકોના રાયગઢ મેડિકલ કોલેજમાં, 5 લોકોના જિલ્લા હોસ્પિટલ રાયગઢમાં અને 2 લોકોના રાયપુરની કાલડા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. મંગળવારે બપોરે પ્લાન્ટમાં બોઈલર ફાટ્યું હતું. આ દુર્ઘટનામાં કુલ 36 લોકો દાઝી ગયા છે, 18 ઘાયલોની અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. હાલમાં 4 મૃતકોની ઓળખ ઠંડારામ અને પપ્પુ કુમાર અને અમૃત લાલ પટેલ (50) અને યુપીના બ્રિજેશ કુમાર તરીકે થઈ છે. બાકીનાની ઓળખ કરવામાં આવી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા છીનવી:AAPનો દાવો- કેન્દ્ર તરફથી Z+ સુરક્ષા મળશે, પૂછ્યું- સાંસદ અમારો, આ લોકો મહેરબાન કેમ આમ આદમી પાર્ટી (AAP) અને તેના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. પંજાબના CM ભગવંત માનના નેતૃત્વ હેઠળની AAP સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા છીનવી લીધી છે. પંજાબના સહ-પ્રભારી, સાંસદ અને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર હોવાને કારણે રાઘવ ચઢ્ઢાને પંજાબ પોલીસની સુરક્ષા મળી હતી. આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતા સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા (X) પર દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારે રાઘવ ચઢ્ઢાને ઝેડ પ્લસ સુરક્ષા આપી દીધી છે. તેમણે સવાલ ઉઠાવ્યા કે કેન્દ્ર સરકાર આખરે રાઘવ ચઢ્ઢા પર આટલી મહેરબાન કેમ છે? જોકે, ચઢ્ઢાના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને હજુ સુધી કેન્દ્ર તરફથી સુરક્ષા મળી નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ખેડાની ચિખલોડ બેઠક પર તમામ ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા:કોંગ્રેસ-ભાજપ અને 2 અપક્ષ ઉમેદવાર ચૂંટણી નહીં લડે, લોકશાહીનું હનન થતું રોકવા ચૂંટણી અધિકારીએ સમજાવ્યા છતાં ન માન્યા ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વિરોધ પક્ષના ઉમેદવારોએ મેદાન છોડતા ભાજપના અનેક ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.ત્યારે ફાગવેલ તાલુકાની ચિખલોડ બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યારેય ન બન્યું હોય તેવો મોટો ખેલ પડ્યો છે. તમામ રાજકીય સમીકરણોની સ્થાનિક સમસ્યા મુદ્દે હાર થઈ છે. મૂળ તાલુકામાં રહેવાની માગ સાથે ગ્રામજનોના વિરોધને પગલે ચિખલોડ બેઠક પરના કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી મેદાનમાં એકપણ ઉમેદવાર નથી. ફોર્મ ખેંચનાર ઉમેદવારોને ચૂંટણી અધિકારીએ લોકશાહીનું હનન થતું રોકવા માટે ખૂબ સમજાવ્યા હતા, આમછતાં ચારેય ટસના મસ થયા નહતા અને માન્યા ન હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'હું સ્થિતિ એવી બનાવીશ, તમારે ફોર્મ પરત લેવું જ પડશે':સુરત મનપામાં આપના મહિલા ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ, ભાજપના ઉમેદવારની કથિત ઓડિયો વાઈરલ પાલિકા-પંચાયતની ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોય અનેક શહેરોમાં અંતિમ સુધી ખેંચતાણ જોવા મળી. કોંગ્રેસ અને આપના ઉમેદવારોને પ્રલોભન અને ધમકી આપી ફોર્મ પરત ખેંચાવવાનો ભાજપ પર આક્ષેપો પણ થયા. તેની વચ્ચે સુરતમાં ભાજપના ઉમેદવાર દ્વારા આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર અને તેની પુત્રીને ફોન કરી ફોર્મ પરત ખેંચવા માટે ધમકી અપાતી હોવાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. આપના પ્રવક્તાએ કહ્યું કે, દિનેશ રાજપુરોહિતે આપના ઉમેદવાર કિરણ દિવાકરને લલચાવી-ડરાવીને ફોર્મ પરત ખેંચવા દબાણ કર્યું. જોકે અમારા ઉમેદવાર મક્કમ રહ્યા છે. જ્યારે દિનેશ રાજપુરોહિતે કહ્યું કે, મારી કિરણ દિવાકર સાથે વાતચીત થઈ હોય શકે પરંતુ, જે ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે તે મારી નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મહારાષ્ટ્રમાં સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ, મોહમ્મદ અયાઝ ઝડપાયો:સગીર છોકરીઓના અશ્લીલ 350 વીડિયો વાયરલ કર્યા, ભાજપ સાંસદે કહ્યું- 180 છોકરીઓ ભોગ બની વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : હોર્મુઝ પછી ટ્રમ્પનો નવો ટાર્ગેટ મલક્કા સ્ટ્રેટ:ઇન્ડોનેશિયા સાથે ડીલ કરી, અમેરિકાના પ્લાનિંગથી ભારતને ફાયદો કે નુકસાન? વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ભાજપ બંગાળમાં મહિલાઓને દર મહિને ₹3,000 આપશે:સ્મૃતિ ઈરાનીએ માતૃશક્તિ ભરોસા કાર્ડ લોન્ચ કર્યું, 23 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : યુકેમાં ભારતીય મૂળની સ્પીચ એન્ડ લેંગ્વેજ થેરાપિસ્ટ બરતરફ:અંગ્રેજી ન સમજી શકવાને કારણે નોકરી ગુમાવી, ફોર્મમાં ખોટી માહિતી આપવાનો આરોપ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર ફરી વાતચીત શરૂ થશે:ભારતીય પ્રતિનિધિમંડળ આવતા અઠવાડિયે વોશિંગ્ટન જશે, નવા ટેરિફ માળખા પર ચર્ચા થશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ‘રોહિત-કોહલીને કાઢવા સહેલાં નથી':મુનાફ પટેલે કહ્યું- ગૌતમને હટાવવામાં આવશે તો ગંભીર પરિણામો આવી શકે, ખેલાડીઓને સંભાળવા મુશ્કેલ બનશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગ્રહોના રાજા સૂર્ય મેષમાં ‘શક્તિશાળી’ થયા:5 રાશિ માટે ગોલ્ડન સમય શરૂ, વૃશ્ચિક-મીને સાચવવું; જાણો સૂર્યદેવ કોના પર વરસાવશે કૃપા? વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ચૂંટણી પ્રચાર માટે હોલોગ્રામનો ઉપયોગ દેશમાં પહેલીવાર ચૂંટણી પ્રચારમાં ‘હોલોગ્રાફિક AI ટેકનોલોજી’ નો ઉપયોગ થયો. TVK પાર્ટીએ એક્ટર વિજયનો હોલોગ્રામ તૈયાર કર્યો છે. આ ટેકનોલોજી દ્વારા તેઓ જનસભાને સંબોધિત કરી રહ્યા છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : ‘સંભોગ નથી થયો એટલે બળાત્કાર થયો ન કહેવાય’: રાજીવ-ઇન્દિરા ગાંધીના વકીલે આસારામને બચાવવા વાહિયાત દલીલ કરી; 30 કરોડની ઑફર થઈ; જુઓ કોર્ટરૂમમાં તડાફડીનો એપિસોડ-37 2. આજનું એક્સપ્લેનર: ચિમ્પાન્ઝીઓમાં ઇતિહાસનું સૌથી લોહિયાળ 'યુદ્ધ', સગા ભાઈઓએ એકબીજાને ફાડી ખાધા; વૈજ્ઞાનિકો પણ કારણ નથી શોધી શક્યા 3. Editor's View: યુદ્ધમાં સૌથી મોટી ઊથલપાથલ: હવે યૂરોપ હોર્મુઝમાં ઘેરો નાખશે, અમેરિકા સાથેની 80 વર્ષ જૂની દોસ્તી પર લાલ લીટો, સિક્રેટ પ્લાન-B સાથે ટ્રમ્પને ઠેંગો 4. MATCH મસાલા : 'ગોરી રાધા ને કાળો કાન', જયસ્વાલ GF સાથે દેખાયો: સુનીલ છેત્રીનો 'WHAT A CATCH'; સૂર્યકુમારનું કરિયર ખતરામાં! 5. લાકડીના 88 ફટકા ને છૂંદાયેલું શરીર: ઓપરેશન સ્પેશિયાલિસ્ટે આરોપીઓને કેવી રીતે જેલના સળિયા પાછળ ધકેલ્યા? 6. ભર ઉનાળે જેકેટ પહેરેલી પોલીસને જોઇને નવાઇ ન પામતા: ટ્રાફિક જવાનોને મળશે હાઇટેક ‘કવચ’, 45 ડિગ્રી ગરમીમાં પણ લાગશે ઠંડા ઠંડા કુલ કુલ 7. ઈલેક્શન એક્સપ્લેનર : જ્યારે મમતાના માથા પર સળિયો માર્યો, લાગ્યું બચશે નહીં: બંગાળમાં જે આવે છે, તે કેમ છવાઈ જાય છે; શું હવે ભાજપનો વારો છે 8. ભાસ્કર ઈન્ટરવ્યૂ : 1000 કરોડની ડીલ પર હુમાયૂં- BJP સાથે દોસ્તી ક્યારેય નહીં: બંગાળમાં બાબરી બનીને રહેશે, ઓવૈસીના નેતા TMCથી પૈસા લઈ રહ્યા છે 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: કન્યા અને તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે, સિંહ અને મકર જાતકોને ભાગ્યનો સાથ મળશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Two days before Pune PhD scholar died by suicide, accused scientist submitted apology on ‘affidavit’
    Next Article
    मूलांक 9 वालों पर मंगल और गुरु की युति कराएगी धन वर्षा, ऑफिस में मचेगा आपका शोर!

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment