Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાકા-ભત્રીજીની જાહેર જીવન છોડવાની ચેલેન્જ:પૂનમ માડમ- 'કોંગ્રેસનો એક કાર્યકર એના નેતા જોડે ફોટો પડાવી બતાવે'; વિક્રમ માડમ- 'તમે કહો એની સાથે રાહુલ ગાંધીનો ફોટો પડાવી દવ'

    1 week ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. તમામ પક્ષોના ઉમેદવારોનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે. ત્યારે તમામ પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વચ્ચે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ભાજપ દ્વારા 'વિકાસ સંકલ્પ સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં જામનગરના સાંસદ પૂનમ માડમે ચેલેન્જ ફેંકી હતી કે, કોંગ્રેસ અને AAPના નેતા સાથે એના કાર્યકરો ફોટો પડાવી દે તો જાહેર જીવન છોડી દઈશ. ભત્રીજી પૂનમ માડમની ચેલેન્જને કાકા વિક્રમ માડમે સ્વીકારી લીધી છે. વિક્રમ માડમે કહ્યું કે, તમે કહો એની સાથે રાહુલ ગાંધીનો ફોટો પડાવી દવ. પૂનમ માડમની ચેલેન્જ જામ ખંભાળિયાની જાહેરસભામાં પૂનમબેન માડમે જણાવ્યું કે, આપણી વિકાસયાત્રાને મજબૂતીથી આગળ વધારવાનો મુખ્ય કોઈ પાયો હોય તો તાલુકા-જિલ્લા પંચાયતની સીટોની મજબૂત કડીને વિધાનસભા અને લોકસભા સાથે જોડવી. જેથી તાલુકા કે જિલ્લા પંચાયતનો સભ્ય ફોન કરે તો એ અવાજ દિલ્હી પહોંચે. કોંગ્રેસ અને AAP વારાઓને પૂછજો એના નેતા સાથે વાત કરવા માટે કેટલા પાપડ બેલવા પડે છે. એના નેતા સાથે વન ટુ વન ઊભા રહીને એક ફોટો પણ જો એ પડાવી દે તો મારે જાહેર જીવન મુકી દેવું છે. ‘નામ તમે નક્કી કરો ચેલેન્જ 48 કલાકની અંદર પુરી કરી દઈશ’ ભત્રીજીની આ ચેલેન્જને સ્વિકારતા પૂર્વ સાંસદ વિક્રમ માડમે સોશિયલ મીડિયમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં જણાવ્યું કે, ભૂતકાળની અંદર ઘણા બધા આવા ફોટા છે, અમારા સામાન્યમાં સામાન્ય કોંગ્રેસી કાર્યકરોએ પણ રાહુલ ગાંધી સાથે ફોટા પડાવ્યા છે. હવે હું વિક્રમ માડમ સાંસદને ચેલેન્જ આપું છું કે, નામ તમે નક્કી કરો. તમે જે ચેલેન્જ આપી છે એને 48 કલાકની અંદર પુરી કરી દઈશ. ‘જાહેર જીવન કોણ છોડશે એ તમારે નક્કી કરવાનું છે’ વધુમાં જણાવ્યું કે, નામ ચોઈસ કરવાનો અધિકાર પણ આપને આપું છું. કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર મારા માટે સામાન્ય કાર્યકર નથી, મારા માટે તમામ કાર્યકર મહત્વના કાર્યકર છે. તમે 48 કલાકમાં મને એનું નામ આપો. એ કાર્યકરનો ફોટો રાહુલ ગાંધી સાથે પડાવીને, આપ કયો એ જાહેર મંચ ઉપર હું ડિકલેર કરીશ. જો એ જાહેર મંચ ઉપર રાહુલ ગાંધીની સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો જાહેર જીવન હું છોડી દઈશ. હવે જાહેર જીવન કોણ છોડશે એ તમારે નક્કી કરવાનું છે. મારે એટલું કહેવું છે કે, આપે ચેલેન્જ આપી છે, 12 વર્ષમાં પહેલીવાર એક મર્યાદાઓ હતી એ મર્યાદાઓ તૂટી રહી છે, એટલે મારે હવે ચેલેન્જ આપવાની છે. ‘તમે જે નામ નક્કી કરો એ જાહેર મંચ ઉપરથી કરજો’ વધુમાં જણાવ્યું કે, જો હું રાહુલ ગાંધી સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો હું જાહેર જીવન છોડી દઈશ, તમે જે નામ નક્કી કરો એ જાહેર મંચ ઉપરથી કરજો એટલે જનતાને ખબર પડે કે કયું નામ તમે સજેસ્ટ કર્યું છે અને એ ફોટો જો હું પડાવીને આપી દઉં તો આપ આપની વાતો ઉપર રહેજો. કોણ છે પૂનમબેન માડમ? પૂનમબહેન માડમે 2012માં ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ભાજપમાં પ્રવેશ કર્યાના ગણતરીના કલાકોમાં જ પૂનમબેનને 2012 વિધાનસભા ચૂંટણીમાં ખંભાળિયા બેઠક પર ભાજપે ટિકિટ આપી હતી. જેમાં પૂનમબેનની જીત થઈ હતી. 2014 લોકસભા ચૂંટણી આવતા ભાજપે જામનગર લોકસભા બેઠક પર ઉમેદવાર બનાવતા જામનગર બેઠક પર કાકા વિક્રમ માડમ સામે પૂનમબેનની ટક્કર થઈ હતી. જેમાં પૂનમબેન પોણા બે લાખ કરતા વધુ મતથી જીત મેળવી દિલ્હી પહોંચ્યા હતા. ભાજપે 2019ની ચૂંટણીમાં પણ પૂનમબેનને રિપિટ કરતા સવા બે લાખ કરતા વધુ મતથી જીત મેળવી હતી. જામનગર બેઠક પર સતત બે ટર્મથી જીતતા આવતા પૂનમબેનને ભાજપે 2024માં સતત ત્રીજીવાર મેદાનમાં ઉતર્યા હતા. જેમાં પણ પૂનમબેનની જીત થઈ હતી. પૂનમબેનના પિતા હેમંતભાઈ માડમ પણ 1972થી 1990 દરમિયાન ચાર ટર્મ સુધી અપક્ષ તરીકે ધારાસભ્ય રહ્યા હતા. કોણ છે વિક્રમ માડમ? વિક્રમ માડમ ભાણવડ અને ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2004 અને 2009માં કોંગ્રેસના સાંસદ પણ રહ્યા હતા. જે બાદ વર્ષ 2014માં ભાજપે તેમનાં જ ભત્રીજી પૂનમ માડમને જામનગરમાં ટિકિટ આપી હતી. જેની સામે વિક્રમ માડમની હાર થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- બુધવાર શેરબજાર માટે તેજીમય રહ્યો:વૈશ્વિક પરિબળો વચ્ચે ભારતીય બજારની તેજી તરફી આગેકૂચ
    Next Article
    સુરતમાં માતાએ બંને દીકરીઓને ઝેર પીવડાવી પોતે પણ ગટગટાવ્યું:પતિને ફોન કરી કહ્યું- ‘મારે હવે જીવવું નથી’, બપોરે સાથે જમ્યા અને બાદમાં ખેલ ખેલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment