Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુપ્રીમ કોર્ટે કહ્યું- કરોડો લોકોની શ્રદ્ધાને ખોટી ઠેરવવી મુશ્કેલ:સામાજિક સુધારાના નામે ધર્મને નબળો પાડી શકાય નહીં, સબરીમાલા કેસમાં સુનાવણી

    6 days ago

    કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રીના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડના વકીલ એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, 'કોઈ ધર્મની પ્રથા સાચી છે કે નહીં, તે તે જ સમુદાયની આસ્થાના આધારે નક્કી થશે. ન્યાયાધીશો પોતે એ નક્કી નહીં કરે કે ધર્મ માટે શું સાચું છે, શું ખોટું.' તેમણે કહ્યું કે ધર્મ એક સમૂહ કે સમુદાયની આસ્થા સાથે જોડાયેલો છે. તેથી કોઈ એક વ્યક્તિના અધિકારને સમગ્ર સમુદાયના અધિકારો પર હાવી થવા દેવામાં ન આવે. આ પહેલા 7 થી 9 એપ્રિલ સુધી 3 દિવસની સુનાવણી દરમિયાન પણ મહિલાઓની એન્ટ્રીના વિરોધમાં દલીલો રજૂ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે દેશના ઘણા દેવી મંદિરોમાં પુરુષોની એન્ટ્રી પણ પ્રતિબંધિત છે, તેથી ધાર્મિક પરંપરાઓનું સન્માન થવું જોઈએ. કેરળ હાઈકોર્ટે 1991માં સબરીમાલામાં 10 થી 50 વર્ષની મહિલાઓની એન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે 2018માં તેને ભેદભાવપૂર્ણ ગણાવીને પ્રતિબંધ હટાવી દીધો. આ પછી દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજીઓના આધારે 7 મહત્વપૂર્ણ બંધારણીય પ્રશ્નો નક્કી કરવામાં આવ્યા છે, જેના પર હવે ચર્ચા થઈ રહી છે. સુનાવણીની પળેપળની અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ
    Click here to Read More
    Previous Article
    ‘રોહિત-કોહલીને કાઢવા સહેલાં નથી':મુનાફ પટેલે કહ્યું- ગૌતમને હટાવવામાં આવશે તો ગંભીર પરિણામો આવી શકે, ખેલાડીઓને સંભાળવા મુશ્કેલ બનશે
    Next Article
    છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટનાઃ અત્યાર સુધીમાં 19નાં મોત:36 લોકો દાઝી ગયા; વેદાંતા મૃતકોના પરિવારજનોને 35-35 લાખ વળતર અને નોકરી આપશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment