Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અમરેલીમાં:ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરી પ્રચારનો પ્રારંભ, કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો

    1 week ago

    ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તે દિવસે અમરેલી જિલ્લાની મુલાકાતે હતા. તેઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કર્યો હતો. અમરેલી જિલ્લામાં 6 નગરપાલિકા, 1 જિલ્લા પંચાયત અને 11 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની હતી, જેને લઈને ભાજપ દ્વારા પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખે સવારે 9 વાગ્યે અમરેલી શહેરના ચિતલ રોડ પર આવેલા શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ અમિતભાઈ રાજપરાના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. ત્યારબાદ 9:30 વાગ્યે હીરામોતી ચોક સ્થિત પટેલ સમાજની વાડી ખાતે અમરેલી શહેરના વોર્ડ નં. 6 ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી. આ પછી, તેઓએ અમરેલી શહેરની લોર્ડ્સ હોટલમાં કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે સંવાદ કર્યો હતો. સવારે 10:30 વાગ્યે સલડી ગામ સમસ્ત રોડ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સવારે 11 વાગ્યે, જગદીશ વિશ્વકર્મા લીલીયા તાલુકાની લીલીયા અને ક્રાકચ જિલ્લા પંચાયત બેઠકના કાર્યકર્તાઓ, મતદારો અને આગેવાનો સાથે વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. બપોરે 12:50 વાગ્યે લીલીયાના અકાળા ગ્રામજનો દ્વારા પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરાયું હતું. બપોરે 1 વાગ્યે લાઠીના દામનગર, લાઠી અને બાબરા વિસ્તારના કાર્યકર્તાઓ અને સામાજિક આગેવાનો સાથે લાઠીમાં કડવા પટેલ સમાજની વાડી ખાતે વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી. ત્યારબાદ બપોરે 2:15 વાગ્યે તેઓએ લાઠીના ભુરખિયા હનુમાનના દર્શન કર્યા હતા અને બુથ પ્રમુખ ચિરાગભાઈ પરમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય જનક તળાવિયા, ધારાસભ્ય મહેશ કસવાળા, ધારાસભ્ય જે.વી. કાકડિયા અને ધારાસભ્ય હીરા સોલંકી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પાસે 2 કિલો 400 ગ્રામ સોનું:રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાના નામે 17 કરોડની મિલકત, 40 કરોડની મિલકત સાથે નરેન્દ્રસિંહ ભાજપના સૌથી ધનવાન ઉમેદવાર
    Next Article
    CBSE Board Result 2026 Out: How To Access Class 10 Scorecards On DigiLocker?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment