Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરુણ ધવન પર ફિલ્મનો ફેક રિવ્યૂ કરાવવાનો આક્ષેપ:સો. મીડિયા ઇન્ફ્લુએન્સરના દાવા પર એક્ટર ભડક્યો; 'હે જવાની તો ઇશ્ક હોના હૈ'ને લઈ વિવાદ

    1 week ago

    વરુણ ધવન, મૃણાલ ઠાકુર અને પૂજા હેગડેની ફિલ્મ 'હે જવાની તો ઇશ્ક હોના હૈ' 22 મેના રોજ રિલીઝ થવાની છે. તાજેતરમાં જ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. ફર્સ્ટ લુક આવ્યા પછી, એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે દાવો કર્યો કે, વરુણ ધવનની ટીમ લોકો પાસેથી નકલી રિવ્યૂ કરાવી રહી છે. આ ઉપરાંત, ઇન્ફ્લુએન્સરે અન્ય ઘણા આરોપો પણ લગાવ્યા. હવે, આ અંગે વરુણ ધવન ભડકી ગયો છે અને ઇન્ફ્લુએન્સરને પાઠ ભણાવ્યો છે. 'વરુણ, હવે આટલા ખરાબ દિવસો આવી ગયા છે?' સિમરન ભટ્ટ નામની ઇન્ફ્લુએન્સરે મંગળવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો કે, કેટલાક લોકો તેમની પાસે આવ્યા અને કહ્યું કે તે 'હે જવાની તો ઇશ્ક હોના હૈ'ના ટીઝરનો રિવ્યૂ કરે. જ્યારે ઇન્ફ્લુએન્સરે કહ્યું કે, તેણે ટીઝર જોયું નથી, ત્યારે ટીમે કહ્યું કે વીડિયોમાં શું કહેવું છે તે તેને જણાવવામાં આવશે. આના પર ઇન્ફ્લુએન્સરે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે જો ટીમને ખરેખર રિવ્યૂ જોઈતા હોય, તો એવા લોકો પાસેથી લે જેમણે ખરેખર ટીઝર જોયું છે. ઇન્ફ્લુએન્સરે અંતે કહ્યું, 'શું વરુણ ધવનના એટલા ખરાબ દિવસો આવી ગયા છે કે તમે આવા ફેક રિવ્યૂ કરાવી રહ્યા છો?' વીડિયો વાયરલ થયા બાદ વરુણ ધવનની પણ તેના પર નજર પડી. તેણે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ પર કમેન્ટ કરીને લખ્યું, ‘આશા છે કે તમને આ વીડિયોથી જે વ્યૂઝ જોઈતા હતા, તે મળી ગયા હશે.’ ઇન્ફ્લુએન્સર નમતું જોખવા તૈયાર નથી વિવાદ અહીં પણ અટક્યો નહીં. આના પર ઇન્ફ્લુએન્સરે વરુણ ધવનની કમેન્ટનો રિપ્લાય કરીને લખ્યું, ‘સર, પૂરા સન્માન સાથે કહેવું છે કે, મને વ્યૂઝ માટે આ પ્રકારની વસ્તુઓની જરૂર નથી. હું પહેલાથી જ મારા નંબરોથી સંતુષ્ટ છું.’ નોંધનીય છે કે, વરુણ ધવનની ફિલ્મ 'જવાની તો ઇશ્ક હોના હૈ' ડેવિડ ધવનની ડિરેક્ટોરિયલ કમબેક ફિલ્મ છે. આ ફિલ્મમાં વરુણ સાથે મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે લીડ રોલમાં છે. ફર્સ્ટ લુક મુજબ વરુણ ધવન ડબલ ટ્રબલમાં જોવા મળશે. ટીઝરમાં AI કિડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મ 22 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
    Click here to Read More
    Previous Article
    ધર્મેન્દ્રના નિધન પર ભાવુક થયો બોબી દેઓલ:પપ્પા સાથે વધુ સમય ન વિતાવી શકાયનો પસ્તાવો; કહ્યું- દુઃખે ઈશા અને અહાનાને નજીક લાવ્યા
    Next Article
    ભાજપ બંગાળમાં મહિલાઓને દર મહિને ₹3,000 આપશે:સ્મૃતિ ઈરાનીએ માતૃશક્તિ ભરોસા કાર્ડ લોન્ચ કર્યું, 23 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment