Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતાએ પોતાના પ્રેમી સાથે દીકરીને કઢંગી હાલતમાં જોઈ:સગીરાના જન્મદિવસે પ્રથમવાર અને બાદમાં અનેકવાર દુષ્કર્મ આચર્યું, ફરિયાદ કરતા આરોપીનો ઝેરી દવા પી આપઘાત

    1 week ago

    રાજકોટમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સગીર દીકરીની માતાના પ્રેમીએ જ સગીરાના જન્મદિવસે પ્રથમવાર અને બાદમાં અનેક વાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સગીરા તેની માતા અને તેનો પ્રેમી સાથે જ રહેતા હતા. રાત્રિ દરમિયાન સગીરાની માતા સુઈ ગયા બાદ સગીરા સાથે શખસ દુષ્કર્મ આચરતો હતો. આ અંગેની પોલીસ ફરિયાદ થતા ડરના કારણે આરોપીએ ઝેરી દવા ગટગટાવીને ગઈકાલે 14 એપ્રિલની સાંજે આપઘાત કરી લીધો હતો. હવસખોરે પ્રેમિકાની દીકરી પર દાનત બગાડી ભોગ બનનાર સગીરાની માતા છેલ્લા થોડા વર્ષોથી શહેરમાં 25 વર્ષીય કાનો ઉર્ફે કરણ નામના શખસ સાથે લગ્ન કર્યા વગર રહેતી હતી. આ સમય દરમિયાન બંને વચ્ચે ઘરકંકાસ શરૂ થતા કાનો ઉર્ફે કરણ સગીરાની માતા સાથે મારકૂટ પણ કરતો હતો. આ પછી હવસખોર આરોપીની નજર પોતાની પ્રેમિકાની દીકરી પર પડી હતી. સગીરાના જન્મદિવસે પ્રથમવાર દુષ્કર્મ આચર્યું ભોગ બનનાર 11 વર્ષની સગીરાની માતા છેલ્લા ત્રણેક આરોપી સાથે લગ્ન કર્યાં વગર રહેતી હતી. આરોપી કરણના પત્ની સાથે છૂટાછેડા થઈ ચૂક્યા હતા. પ્રેમિકાની દીકરી સાથે આ નરાધમે માનવતાની તમામ હદો વટાવી દીધી હતી. તેણે સગીરાના જન્મદિવસે જ તકનો લાભ ઉઠાવીને પ્રથમવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં બાળકીની માતા અને ભાઈને કેરોસીન છાંટી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે ડરી ગયેલી સગીરાએ આ અંગે કોઈને વાત કરી ન હતી. દીકરીને કઢંગી હાલતમાં જોતા ભાંડો ફૂટ્યો ત્યારબાદ આરોપીએ ફરી વખત સગીરાને ધમકી આપી હવસનો શિકાર બનાવી હતી અને વારંવાર ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો. 9 એપ્રિલે સગીરા તેની માતા સાથે પલંગ પર સૂતી હતી. આ સમયે અચાનક સગીરાની માતાની ઊંઘ ઉડી હતી અને તેણે જોયું કે તેની દીકરી આરોપી કાના સાથે પલંગની નીચે સૂતેલી હતી અને આરોપી સગીરાની સાથે અડપલાં કરી રહ્યો હતો. માતાને શંકા જતાં તે તુરંત જ પોતાના સંતાનોને લઈને તેના બહેન-બનેવીના ઘરે રહેવા જતી રહી હતી. સગીરા સાથે નરાધમે તમામ હદ વટાવી સગીરાની માતાએ ઘરે ગયા બાદ તેની પૂછપરછ કરી હતી. જેમાં સગીરાએ નરાધમે તેની સાથે આચરેલા કૃત્યની આપવીતિ વર્ણવી હતી. સગીરાએ જણાવ્યું હતું કે આરોપીએ તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું છે. એટલું જ નહીં મુખમૈથુન પણ કરાવ્યું હતુ. આ સાંભળી માતા સ્તબ્ધ થઈ ગઈ હતી અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસના ડરથી આરોપીએ ઝેરી દવા પી લધી બનાવ અંગે યુનિવર્સીટી પોલીસ દ્વારા આરોપી કાનો ઉર્ફે કરણ ઘટાર વિરુધ્ધ BNS કલમ 64(2), 65(2), 115(2), 351(3) તથા પોક્સોની કલમ 4(2),6(1), 8 મુજબ ગન નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યારે હવસખોર આરોપીને પોલીસ પકડનો ડર લાગ્યો હતો. પોતાની સામે થયેલી ફરિયાદ અંગે જાણ થતા ગઈકાલે સાંજે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. જે બાદ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 6.30 વાગ્યા આસપાસ તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. જેથી પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ સમાચાર પણ વાંચો: સગા બાપે 12 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી:અંકલેશ્વરની હોસ્પિટલમાં લઈ જતાં સગીરા દોઢ માસની ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ, આરોપીને પોલીસે દબોચ્યો ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી હતી. અહીં રોજગારી મેળવવા આવેલા એક પરિવારના 35 વર્ષના પિતાએ પોતાની જ 12 વર્ષની સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અત્યાચારના કારણે સગીરા દોઢ માસની ગર્ભવતી બની ગઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે ગંભીરતા દાખવી ગણતરીના કલાકોમાં નરાધમ પિતાની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં જબરદસ્ત હાઇવોલ્ટેજ ડ્રામા:કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચતા હોબાળો, પોલીસે માંડમાંડ કચેરીમાંથી બહાર કાઢ્યા, કાર્યકરોના ગુસ્સાને જોતા ગાડીમાં બેસી ભાગતા કાચ ફોડ્યા
    Next Article
    સુરત! જ્યાં 60% લોકો ભાગી ગયાં પણ... VIDEO:પૂર, પ્લેગ ને પાણી, હિરા ઘસે ને નેતા પણ ઘડે; હિરાનગરીની 60 વર્ષની મનપાનો સ્પેશિયલ રિપોર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment