Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક્ટરે બળજબરીપૂર્વક એક્ટ્રેસને બીફ ખવડાવવાની કોશિશ કરી:નેટિઝન્સ રોષે ભરાયા, સ્પષ્ટતામાં મુસ્લિમ એક્ટરે એક્ટ્રેસનો જ બીફ સર્વ કરતો વીડિયો જાહેર કર્યો

    1 week ago

    મલયાલી એક્ટર અને મોડલ શિયાસ કરીમ પર એક્ટ્રેસને બળજબરીથી બીફ ખવડાવવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના પછી તેની જોરદાર ટીકા થઈ રહી છે. એક્ટ્રેસે બીફ ખાવાની ના પાડતા મજાક ઉડાવી એક્ટર શિયાસ કરીમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે અને એક્ટ્રેસ અનુમોલ અનુકુટ્ટી એક પાર્ટીમાં બુફેમાંથી ભોજન લેતા જોવા મળી રહ્યા છે. એક્ટ્રેસ અનુમોલ આગળ ભોજન લઈ રહી છે, ત્યારે તેની પાછળ ઉભેલો એક્ટર શિયાસ તેને વારંવાર પૂછે છે- 'બીફ ખાઈશ?' એક્ટ્રેસે સ્પષ્ટ ઇનકાર કર્યો, તો એક્ટરે તેની મજાક પણ ઉડાવી. ના પાડવા છતાં શિયાસ બળજબરીથી વારંવાર પૂછે છે. આના પર એક્ટ્રેસ તેને અવગણીને આગળ નીકળી ગઈ.' સોશિયલ મીડિયા પર એક્ટરની જોરદાર ટીકા થઈ નોંધનીય છે કે, સામે આવેલા વીડિયોમાં એક્ટ્રેસ બીફ ખાતી જોવા મળી નથી અને ન તો શિયાસે તેની પ્લેટમાં સર્વ કર્યું છે. જોકે, આ છતાં એક્ટરની સોશિયલ મીડિયા પર જોરદાર ટીકા થઈ રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે, શિયાસને તેવી જ રીતે પોર્ક ખાવા માટે મજબૂર કરવો જોઈએ, જેમ તે અનુમોલને બીફ ખાવા માટે કરી રહ્યો છે. એક્ટરના સપોર્ટમાં ઉતર્યા ઘણા યુઝર્સ વીડિયો સામે આવ્યા બાદ જ્યાં ઘણા લોકો શિયાઝ માટે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યાં કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ એવા પણ છે, જે દાવો કરી રહ્યા છે કે એક્ટ્રેસ અનુમોલી બીફ ખાય છે. અનુમોલની ઘણી તસવીરો પણ વાયરલ થઈ રહી છે, જેમાં તે પોતે પોતાના હાથે બીફ સર્વ કરતી જોવા મળી છે. કેટલાક યુઝર્સનું એ પણ કહેવું છે કે, 'કેરળમાં બીફ ખાવું સામાન્ય છે અને ત્યાં 80-90 ટકા હિંદુઓ પણ બીફ ખાય છે, આવી સ્થિતિમાં મામલાને ખોટો રંગ આપવો બિલકુલ ખોટો છે.' વિવાદ વધતા એક્ટરે સ્પષ્ટતા કરી ટીકા અને વિવાદ વધ્યા બાદ એક્ટર શિયાસ કરીમે સ્પષ્ટતા કરતા ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે સ્પષ્ટ કહી રહ્યા છે કે, એક્ટ્રેસ અનુમોલ બીફ ખાય છે, તેથી તેને ઓફર કરવામાં આવ્યું હતું.' શિયાસે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પણ પોસ્ટ કરી છે, જેમાં અનુમોલી પોતે બીફ ખાતી અને સર્વ કરતી જોવા મળી છે. આ ઉપરાંત તેણે બીફની ઘણી ડિશના વીડિયો પણ પોસ્ટ કર્યા છે. નોંધનીય છે કે, શિયાસને 'બિગ બોસ મલયાલી' સીઝન 1થી ઓળખ મળી હતી. આ પહેલા પણ તે વિવાદોમાં રહી ચૂક્યો છે. 2024માં તેની જિમ ટ્રેનરે તેના પર લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે એક્ટ્રેસ અનુમલ અનુકટ્ટીએ 'બિગ બોસ મલયાલી સીઝન 7' જીત્યો છે.
    Click here to Read More
    Previous Article
    MPBSE MP Board 10th 12th Result 2026, Mpbse.mponline.gov.in LIVE Updates: Board has announced 2nd exam in May for improvement of scores
    Next Article
    રણબીર-આલિયાનો બર્ફીલા પહાડો પર રોમાન્સ:સ્કીઈંગ અને ચાની ચુસ્કી સાથે ચોથી એનિવર્સરી સેલિબ્રેટ કરી, દીકરી રાહા સાથેના ક્યુટ ફોટો શેર કર્યાં

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment