Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા રાયોટિંગ કેસમાં આરોપી ઝાકીરના ઘરે મોબાઈલ શોધવા સર્ચ:રિમાન્ડ દરમિયાન પોલીસે કાર્યવાહી કરી, ફોન મળ્યો નહીં

    4 days ago

    ગોધરાના બહુચર્ચિત રાયોટિંગ કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. રિમાન્ડ પર રહેલા મુખ્ય આરોપી ઝાકીર ઝભ્ભાને સાથે રાખી પોલીસે તેના નિવાસસ્થાને મોબાઈલ ફોન શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, મહત્વનો પુરાવો ગણાતો મોબાઈલ ફોન પોલીસને મળ્યો નથી. ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા આ કેસમાં, પોલીસે ઝાકીર ઝભ્ભાને કડક સુરક્ષા વચ્ચે પોલીસ સ્ટેશનથી ગોધરાના વાલી ફળિયા નં. ૩ સુધી પગપાળા લઈ જઈને તપાસ કરી હતી. પોલીસની આ કાર્યવાહી જોવા માટે સ્થાનિકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઝાકીર ઝભ્ભા હાલ દસ દિવસના પોલીસ રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન કરવામાં આવેલી સઘન પૂછપરછમાં ઝાકીરે કબૂલાત કરી હતી કે તેનો મોબાઈલ ફોન તેના ઘરે જ છે. આ નિવેદનના આધારે બી ડિવિઝન પોલીસની ટીમે આરોપીને સાથે રાખીને તેના નિવાસસ્થાને પંચોની હાજરીમાં વિગતવાર 'ઝડતી પંચનામું' કર્યું હતું. તપાસ બાદ પણ આરોપીના ઘરેથી તેનો મોબાઈલ ફોન મળી આવ્યો નથી. બી ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે વધુ ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે. રિમાન્ડના બાકીના દિવસોમાં અન્ય કયા મોટા ખુલાસા થાય છે તેના પર સૌની નજર છે.
    Click here to Read More
    Previous Article
    બુધવારનું રાશિફળ:તુલા-વૃશ્ચિક રાશિના જાતકોને પ્રમોશનના યોગ, વૃષભ રાશિના લોકો માટે રોકાણ કરવાનો ઉત્તમ દિવસ
    Next Article
    17 Nations Urge Israel, Lebanon To "Seize Opportunity" Ahead Of US Talks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment