Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર:ઉનાળામાં પાણીનું સંકટ ટળ્યું, આજી બાદ ન્યારી પણ નર્મદાના નીરથી છલોછલ; જરૂર પડ્યે વધુ નર્મદાનાં નીર ઠાલવવા તૈયારી

    12 hours ago

    રાજકોટ શહેર માટે આ વર્ષે ઉનાળો આકરો હોવા છતાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં. છેલ્લા કેટલાક વર્ષોથી વરદાન સાબિત થયેલી 'સૌની' યોજનાને કારણે શહેરના મુખ્ય જળસ્ત્રોતો એવા આજી-1 અને ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવતા હાલ જળસંકટના વાદળો વિખેરાઈ ગયા છે. સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચોમાસા સુધી ચાલે તેટલો પર્યાપ્ત જળજથ્થો હાલ ઉપલબ્ધ છે. તાજેતરમાં જ આજી-1 ડેમને નર્મદાના નીરથી 100 ટકા ભરી દીધા બાદ પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું. ન્યારી-1 ડેમમાં પણ સતત પાણીની આવક ચાલુ રાખવામાં આવી હતી. જોકે 25 ફૂટે છલકાતા ન્યારી-1 ડેમની સપાટી હાલ 23 ફૂટ સુધી પહોંચી ગઈ છે, એટલે કે આ જળાશય 80 ટકા જેટલું ભરાઈ ગયું હોવાથી ત્યાં પણ નર્મદાના નીરની આવક હાલ બંધ કરાઈ છે. વર્તમાન સ્થિતિએ આજી-1 ડેમમાં 90 ટકાથી વધુ અને ન્યારી-1માં 80 ટકા જેટલો જથ્થો છે. આ ઉપરાંત, શહેરની ત્રીજી જીવાદોરી સમાન ભાદર-1 ડેમમાં પણ ચોમાસા સુધી ચાલે તેટલું પીવાનું પાણી ઉપલબ્ધ છે. જો ભવિષ્યમાં જરૂર જણાય અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માગ કરવામાં આવશે, તો તુરંત જ 'સૌની' યોજના હેઠળ જળાશયોમાં ફરીથી પાણી ઠાલવવાની તૈયારી રાખવામાં આવી છે. આમ, રાજકોટીયનોને હવે ઉનાળામાં પીવાના પાણી બાબતે કોઈ મુશ્કેલી રહેશે નહીં. જંકશન પ્લોટ વિસ્તારમાં ડ્રેનેજની લાઈન લીકેજ થતા ગંદકીનું સામ્રાજ્ય રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ કર્મભૂમિ એપાર્ટમેન્ટ પાસે છેલ્લા એક મહિનાથી ડ્રેનેજ લાઈન લીકેજ થવાની સમસ્યા સર્જાઈ છે. આ લીકેજને કારણે માર્ગો પર આખો દિવસ ગંદા પાણી અને ગંદકી ફેલાયેલી રહે છે, જેના પરિણામે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ પ્રસરી રહી છે. હાલ ઉનાળાની શરૂઆતમાં જ ગંદકીના કારણે મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ વધતા ભયંકર રોગચાળો ફેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી અને દિવસેને દિવસે ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે. સામાજિક કાર્યકર્તા યોગેશ માખેચાના જણાવ્યા મુજબ, તંત્રની ઘોર બેદરકારીને કારણે નિર્દોષ નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે. એક મહિના જેટલો લાંબો સમય વીતી જવા છતાં ડ્રેનેજ લાઈનનું સમારકામ કરવામાં આવ્યું નથી, જે શાસકોની નિષ્ફળતા દર્શાવે છે. જો આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરી લાઈન રીપેરીંગ કરવામાં નહીં આવે, તો આ વિસ્તારમાં ઝાડા-ઊલટી અને ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગો ફાટી નીકળવાની પૂરી શક્યતા છે. તેમજ સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેન્ગવેજ ટીચીંગને UGCએ સ્વાયત સંસ્થાનો દરજ્જો આપ્યો રાજકોટ સ્થિત પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેન્ગ્વેજ ટીચિંગ (ILT) ને University Grants Commission (યુજીસી) દ્વારા સ્વાયત્ત (Autonomous) દરજ્જો એનાયત કરવામાં આવ્યો છે. આ દરજ્જો શૈક્ષણિક વર્ષ 2026-27 થી 2030-31 સુધીના 5 વર્ષ માટે માન્ય રહેશે. યુજીસીની દિલ્હીની બેઠકમા સ્ટેન્ડિંગ કમિટીની ભલામણને સ્વીકારીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિદ્ધિ સંસ્થાના આચાર્ય અને અધ્યાપકોના ગુણવત્તાસભર શિક્ષણ, શૈક્ષણિક નવીનતા અને સતત વિકાસ માટેના પ્રયત્નોની માન્યતા છે. સ્વાયત્ત દરજ્જો મળવાથી ILT B.Ed. કોલેજના વિદ્યાર્થીઓને વિશેષ લાભો મળશે. જેમાં અપડેટેડ અભ્યાસક્રમ - NEP 2020 મુજબ નવીન કોર્સિસ 2026 થી અમલમાં આવશે. કૌશલ્ય આધારિત શિક્ષણ - પ્રેકિટકલ, ઇન્ટર્નશિપ અને પ્રોજેકટ આધારિત અભ્યાસ કરાવાશે. કોલેજની પોતાની સ્વતંત્ર પરીક્ષા પદ્ધતિ – સમયસર પરિણામ અને પારદર્શક મૂલ્યાંકન થશે. આ ઉપરાંત મલ્ટી-ડિસિપ્લિનરી અભ્યાસની તક ઊભી થશે. આ સાથે જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગની તકો ઊભી થશે. એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ (ABC) નો લાભ મળશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી વિદ્યાર્થીઓને મળશે. જ્યારે સંસ્થાને થતા લાભોમા સંસ્થા હવે પોતાનો સિલેબસ, પરીક્ષા અને મૂલ્યાંકન પદ્ધતિ સ્વતંત્ર રીતે નક્કી કરી શકશે. નવા ડિપ્લોમા, સર્ટિફિકેટ અને ડિગ્રી પ્રોગ્રામ્સ શરૂ કરવાની તક રહેશે. શોધ અને નવીનતામાં વધારો થશે. NAAC ગ્રેડિંગ અને ગુણવત્તા સુધારણામાં વધુ ગતિ આવશે. NEP 2020 મુજબ મલ્ટિડિસિપ્લિનરી યુનિવર્સિટી બનવાની દિશામાં આગળ વધશે.
    Click here to Read More
    Previous Article
    વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા 9નાં મોત:30થી વધુ મજૂરો દાઝ્યા, 12ની હાલત ગંભીર; પરિવારજનોએ હોબાળો કર્યો
    Next Article
    Influencer Accuses Varun Dhawan Of Faking Hai Jawani Teaser Reviews, Actor Responds

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment