Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ:સીતારામ મહિલા મંડળ દ્વારા આયોજન, રાકેશભાઈ પંડયા કથાકાર

    12 hours ago

    વેરાવળના જુનાગઢ હાઈવે પર આવેલી હુડકો સોસાયટીમાં શ્રી શિવ મહાપુરાણ કથા મહોત્સવનો પ્રારંભ થયો છે. શ્રી સીતારામ મહિલા ધુન મંડળ દ્વારા આયોજિત આ કથા ૧૧ એપ્રિલ, ૨૦૨૬ થી ૧૭ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન યોજાશે. ભોજદે (ગીર) ના શાસ્ત્રી રાકેશભાઈ પંડયા (શ્રીરાધે) દરરોજ બપોરે ૩:૩૦ થી ૬:૩૦ વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે. હુડકો સોસાયટીના શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર પાસે શ્રી સીતારામ મહિલા ધુન મંડળ છેલ્લા બાર વર્ષથી સક્રિય છે. આ મંડળ સોસાયટીના તમામ વર્ગના લોકોને સાથે રાખીને સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. તેઓ દર વર્ષે રાસ-ગરબા, રામધુન, ભજન-કીર્તન સહિત આરોગ્યલક્ષી સેવાઓ પણ પૂરી પાડે છે. કથા દરમિયાન વિવિધ પાવન ઉત્સવો ઉજવાશે. ૧૧ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ દેહશુદ્ધિ (હેમાદ્રી) અને પોથીયાત્રા યોજાઈ હતી, જેમાં શિવ માહાત્મ્ય કથા અને શિવલિંગ પ્રાગટ્ય થયું હતું. કથાના મુખ્ય ઉત્સવોમાં ૧૩ એપ્રિલે શિવપૂજા માહાત્મ્ય, ૧૪ એપ્રિલે સતી પ્રાગટ્ય, ૧૫ એપ્રિલે શિવ વિવાહ, ૧૬ એપ્રિલે તારકાસુર વધ અને ૧૭ એપ્રિલે દ્વાદશ જ્યોતિર્લિંગ કથાનો સમાવેશ થાય છે. કથાનું સમાપન ૧૭ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે થશે. કથાના બીજા દિવસે, ૧૩ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ, શ્રી સીતારામ ધુન મંડળના આમંત્રણથી વેરાવળ સીટી પીઆઈ ગઢવીસાહેબ, દેવાયતભાઈ ઝાલા, અતુલભાઈ કોટેચા, મુકેશભાઈ ચોલેરા, અનિસ રાચ્છ, જનકભાઈ પારેખ (નિરાધારના આધાર) સહિત શહેરના અનેક શ્રેષ્ઠીઓ અને મહાનુભાવોએ કથાનું શ્રવણ કર્યું હતું. આ મહાનુભાવોએ વ્યાસપીઠે શાસ્ત્રીજીને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. શિવ મહાપુરાણના અંતિમ દિવસે સમૂહ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. યજમાનો અને દાતાઓને પ્રસાદનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અનુદાન તેમજ પ્રસાદી સામગ્રી સ્વીકારવા માટે મહાકાલેશ્વર મહાદેવ મંદિરના પુજારી ભરત બાપુ ગૌસ્વામી અને રાજુભાઈ શર્માનો સંપર્ક કરવા આયોજકોએ જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સ્કોર્પિયોએ 3 મહિલાને ઉડાવતા એકનું મોત, ટેક્સટાઇલ માર્કેટ અને ઘડિયાળના કારખાનાની આગથી ફાયર બ્રિગેડ સતત દોડતું રહ્યું
    Next Article
    Cracks in Siddaramaiah's Inner Circle? Another Political Secretary Removed

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment