Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત હાઇકોર્ટે રેલ્વે ટ્રિબ્યુનલનો હુકમ રદ્દ કર્યો:પેસેન્જર ચાલુ ગાડીમાંથી પડી ગયો'તો, રેલ્વેએ કહ્યું કે, પેસેન્જર પાસે ટિકિટ નહોતી અને આપઘાતનો પ્રયત્ન હતો

    1 week ago

    રેલ્વે ટ્રિબ્યુનલે વળતર આપવાનો ઇન્કાર કરતાં એક અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. 7 જાન્યુઆરી, 2015ના રોજ અરજદાર બાવળાથી ધોળકા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતાં. ટ્રેનમાં ભારે ભીડ હોવાને કારણે તેઓ દરવાજા પાસે ઉભા હતા અને ચાલુ ટ્રેને પગ લપસી જવાથી નીચે પડી ગયા હતાં. આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને પગના આંગળા ગુમાવવા પડ્યા હતાં. 'અરજદારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો' જેથી અરજદારે રેલ્વે ટ્રીબ્યુનલ સમક્ષ વળતર માટે દાવો દાખલ કર્યો હતો. રેલ્વે ટ્રિબ્યુનલે અરજદારનો દાવો ફગાવી દેતા જણાવ્યું હતું કે, અરજદાર વગર ટિકિટે મુસાફરી કરી રહ્યા હતાં. તેઓ પોતે બેદરકાર હતાં. વળી એક સાક્ષીના જણાવ્યા મુજબ અરજદારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, તેથી આ સ્વ ઇજાનો કેસ હોવાથી વળતર મળવા પાત્ર નથી. 'ટિકિટ ન મળવી એ પુરાવો નથી' હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ટાંકીને જણાવ્યું કે, માત્ર ટિકિટ ન મળવી એ પુરાવો નથી કે પેસેન્જર અધિકૃત નહોતો. જો અરજદાર એફિડેવિટ દ્વારા જણાવે કે તેમની પાસે ટિકિટ હતી, તો તેને સાબિત કરવાની જવાબદારી રેલ્વેની રહે છે. હાઇકોર્ટે રેલ્વે ટ્રિબ્યુનલના 2017ના આદેશને રદ કર્યો કોર્ટે નોંધ્યું હતું કે, રેલ્વે અકસ્માતના કિસ્સામાં 'બેદરકારી' કરતા 'દુર્ભાગ્યપૂર્ણ ઘટના' બની છે કે નહીં તે જોવું વધુ જરૂરી છે. જેથી હાઇકોર્ટે રેલ્વે ટ્રિબ્યુનલના 2017ના આદેશને રદ કર્યો છે. કોર્ટે આ કેસને ફરીથી રેલ્વે ટ્રિબ્યુનલને સોંપ્યો છે અને આદેશ આપ્યો છે કે 08 અઠવાડિયાની અંદર અરજદારને મળવાપાત્ર વળતરની રકમ નક્કી કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    'જેને ગદ્દારી કરવી છે તેને કોણ રોકી શકે?':ઉમેદવારોએ દગો દેતા લાચાર કોંગ્રેસનું દુઃખ છલકાયું, ભાજપ પર લગાવ્યો સામ, દામ, દંડ, ભેદની નીતિનો આરોપ
    Next Article
    મોખડકામાં ગેરકાયદે હથિયારના સોદા માટે એકઠા થયેલા ત્રણ શખ્સો ઝડપાયા:LCBની ટીમે એક પિસ્ટલ, ત્રણ જીવતા કાર્ટીસ જપ્ત કર્યા; આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment