Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં શોભાયાત્રા પૂર્વે શોર્ટ સર્કિટ, અફરાતફરી મચી:શરાફ બજારમાં વીજ કેબલમાં આગ, મોટી દુર્ઘટના ટળી

    16 hours ago

    ગોધરા શહેરના શરાફ બજાર વિસ્તારમાં સોમવારે મોડીરાત્રે શોર્ટ સર્કિટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ના કેબલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ જોરદાર ભડાકા સંભળાયા હતા અને કેબલના તાર તૂટી પડ્યા હતા, જેના કારણે આસપાસ હાજર લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટના વૈષ્ણવ સમાજની શોભાયાત્રા આ જ માર્ગ પરથી પસાર થવાની હતી તે પૂર્વે બની હતી. શોભાયાત્રા પહોંચે તે પહેલાં જ આ ઘટના બનતા એક મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવે છે. જો શોભાયાત્રા દરમિયાન આ ઘટના બની હોત, તો જાનહાનિ થવાની શક્યતા વધી શકી હોત. ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ઝડપથી આગ પર કાબૂ મેળવી સ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી. સુરક્ષાના દ્રષ્ટિકોણથી, MGVCL દ્વારા સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો હતો, જેથી વધુ નુકસાન અથવા જોખમ ટાળી શકાય.
    Click here to Read More
    Previous Article
    ‘28 તારીખે કોંગ્રેસ મો સંતાડો અભિયાન ચલાવશે’:ચાવડાએ કહ્યું- ફોર્મ રદ કરાવવા ભાજપના નેતાઓએ દબાણ કરતા ચૂંટણી અધિકારીએ આપઘાત કર્યો, BJPના પૂર્વ MLA કોંગ્રેસમાં
    Next Article
    જીમટ્રેનરે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવીને પતિ પાસે 5 લાખની ખંડણી માંગી:સુરતમાં શબ્બીરે કહ્યું, તારી પત્નીના અંગત વીડિયો વાયરલ કરી દઈશ; ગળે કાચ રાખી 50 હજાર લૂંટી લીધા, SOGએ દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment