Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીને ધમકીઓથી ત્રસ્ત યુવાને ગળેફાંસો ખાધો:ભાવનગરમાં કેટરિંગનો વ્યવસાય કરતો, કોલ રેકોર્ડિંગને વોટ્સએપ ચેટમાં ઉઘરાણીના પુરાવાનો ઘટસ્ફોટ; ચાર સામે ગુનો નોંધાયો

    13 hours ago

    ભાવનગરના કૃષ્ણનગર ડેરી રોડ વિસ્તારમાં રહેતા અને કેંટરીગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને શખ્સો પાસેથી લીધેલા વ્યાજના નાણાંની પઠાણી ઉઘરાણી અને ધાકધમકીથી ત્રસ્ત થઈ સુભાષનગર વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જેને લઇ ભારે ચકચાર મચી જવા પામી હતી. ઉક્ત મામલે મૃતકના ભાઈએ ચાર શખ્સો સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. જ્યારે મૃતક યુવાનના મોબાઈલ ફોનમાંથી કોલ રેકોર્ડિંગ અને વોટ્સએપ ચેટ પણ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. યુવાને પઠાણી ઉઘરાણી અને ધમકીથી કંટાળીને આપઘાત કર્યો મળતી વિગતો અનુસાર, ભાવનગરના મહિલા કોલેજ કૃષ્ણનગર દેરીરોડ પાસે આવેલ સાઈજ્યોત ફ્લેટમાં ભાડેથી રહેતા અને સોનીકામ કરતા કૃણાલ ઉમેશભાઈ માંડલિયાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેના નાનાભાઈ મેહુલ ઉ.વ 34ને તેના કેટરીંગના ધંધામાં પૈસાની જરૂર પડતા પીન્ટુ ચસ્કામસ્કા વાળા તથા રવી ચંદુભાઈ ખોખર તથા તેના વતી વ્યાજ-મુદ્દલની ઉઘરાણી કરતા ગોપાલ તેમજ લાલા સાટીયા પાસેથી વ્યાજે પૈસા લીધેલ હતાં. એક્ટિવા બળજબરીથી પડાવી લીધુ, મકાન પડાવી લેવાની ધમકી આપી જેનું આ ચાર લોકો ઉંચુ વ્યાજ મેહુલ પાસેથી વસુલતા હોય અને મેહુલને વ્યાજ તેમજ મુદ્દલ નિયમીત ચુકવવા રૂબરૂ તેમજ ફોનથી સતત ધાકધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરી હતી. તેમજ લાલા સાટીયાએ કૃણાલનું એક્ટિવા સ્કુટર મેહુલ પાસેથી બળજબરીથી પડાવી લીધું હતું. અને રવી ખોખરે મેહુલ પાસે પૈસાની પઠાણી ઉઘરાણી કરી પૈસા નહી આપે તો ઘરના સભ્યોને બહાર કાઢી ઘરને તાળુમારી કબ્જો લઈ લેવા ગંભીર ધાકધમકી આપી હતી. નારોજ ગોડાઉનમાં યુવાને ગળેફાંસો ખાધો કૃણાલના નાનાભાઈ મેહુલને મરવા મજબુર કરતા ઉપરોક્ત લોકો તરફથી સતત મળતી ધમકીઓના કારણે તેઓનો નાનો ભાઈ મેહુલ ઉ.વ 34 જે કેટરિંગનો વ્યવસાય કરતો હતો. જેનું ગોડાઉન શહેરના સુભાસનગર ખાતે આવેલ અજયવાડી વિસ્તારમાં આવેલ હતું. જ્યાં ગત તા.6 એપ્રિલ, 2026 નારોજ ગોડાઉનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. કોલ રેકોડીંગ તેમજ વોટ્સએપ ચેટથી ખૂલાસો થયો જ્યારે ઉક્ત ઘટનાને લઈ મૃતક યુવાનના ભાઈએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેઓના ભાઈએ કોની પાસેથી કેટલી રકમ કેટલા ટકા વ્યાજે લીધેલ છે તેની ખબર ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ રવિ ખોખર રૂ.1,65,000ની ઉઘરાણી કરતો હોવાનું તેણે કૃણાલને રૂબરૂ જણાવ્યું હતું. તેમજ ઉપરોક્ત શખ્સોના મૃતક યુવકના ફોનમાં કોલ રેકોડીંગ તેમજ વોટ્સએપ ચેટ જોતા તેમાં પીન્ટુ ચસ્કા મસ્કા વાળા તેના ભાઈ પાસે રૂ.50,000 ની ઉઘરાણી કરતાં હોવાનું તેમજ લાલા સાટીયાએ મેહુલને કરેલ મેસેજ પરથી તે દરરોજનું રૂ.1000 વ્યાજ ઉમેરીને છેલ્લે તા.6 એપ્રિલ 2026 નારોજ રૂ.2,41,000 ની ઉઘરાણીનો મેસેજ કર્યો હોવાનું સામે આવ્યું હતું. 4 સામે ગુનો નોંધાયો જે ફરિયાદના અનુસંધાને ઘોઘારોડ પોલીસે પિન્ટુ ચસ્કામસ્કા વાળા, રવિ ચંદુભાઈ ખોખર, ગોપાલ અને લાલાભાઈ સાટિયા તમામ રહે ભાવનગરવાળાઓ સામે BNS કલમ 108, 308(4), 308(5), 352, 351(2), 54 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    મોદીએ દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યુ:અઢી કલાકમાં મુસાફરી પુરી થશે, PMએ સહારનપુર અને દહેરાદૂનમાં રોડ શો કર્યો
    Next Article
    "They Cut The Pipes": Afghans In Kabul Face Acute Water Crisis

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment