Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભયમ બની રક્ષણહાર:મોરબીમાં સાસુ સાથે બોલાચાલી થતા પુત્રવધૂ બે માસૂમ સંતાનને સાથે લઇ ઘર છોડી ચાલી નીકળી

    12 hours ago

    ઘરે ઘરે માટીના ચૂલા તેવી જાણીતી કહેવત મુજબ સાસુ વહુ વચ્ચે ચાલતા ઘર કંકાસથી ભાગ્યે જ કોઈ ઘર બાકાત હશે ! મોરબીમાં આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં સાસુ વહુ વચ્ચે સામાન્ય બાબતે થયેલા કંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં વહુ તેના બે સંતાનો સાથે ઘર છોડીને ચાલી નીકળી હતી. પણ સદનસીબે અજાણ્યા રસ્તામાં સજ્જન વ્યક્તિની મદદથી 181 ટીમનો ભેટો થઈ જતા પરિણીતા અને તેના બે બાળકનું ભવિષ્ય અંધકારમય બનતા અટક્યું હતું. આથી સાસુ સાથે સામાન્ય બોલાચાલી બાદ બે બાળકો સાથે ઘર છોડી નીકળી ગયેલી મહિલાને અભયમ ટીમે તેના પતિ સાથે મિલાપ કરાવી સુરક્ષિત ઘરે પહોંચાડી હતી. 181 અભયમ હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિકનો કોલ આવ્યો હતો કે એક અજાણી મહિલા તેના 2 બાળકો સાથે લાંબા સમયથી એકલી બેઠી છે અને તેને મદદની જરૂર છે. કોલ મળતાની સાથે જ અભયમ ટીમના કાઉન્સેલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન પટેલ અને પાયલોટ વિરમભાઈ રબારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અભયમ ટીમે મહિલાને શાંત પાડી વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પતિ ઘરે હાજર ન હતા ત્યારે સાસુ સાથે રકઝક થઈ હતી. જેથી માઠું લાગતા મહિલા પોતાના 2 નાના બાળકને લઈને ઘરેથી નીકળી ગઈ હતી. પત્ની અને સંતાનો ઘરે ન દેખાતાં પતિએ ગુમશુદા નોંધાવી પતિ જ્યારે કામેથી ઘરે આવ્યો ત્યારે પત્ની અને બે સંતાન નજરે ન ચડ્યા અને તેમણે માતાને આ અંગે પૃચ્છા કરી તો તેમણે પણ એવું કહ્યું કે પુત્રવધૂ કોઇને કશું કહ્યા વગર ઘરેથી નીકળી ગઇ છે અને બન્ને બાળકો તેમની સાથે જ છે. આથી પોલીસ મથકે ગુમ થયાની અરજી પણ થઈ હતી. ટીમે મહિલાને સમજાવી તેના ઘરે જઈ પતિ સાથે વાતચીત કરી હતી. પતિએ જણાવ્યું હતું કે પત્ની અને બાળકો ન મળતા તેમણે આસપાસ તપાસ કરી હતી અને અંતે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી પણ આપી હતી. તેઓ પરિવારને લઈને અત્યંત ચિંતિત હતા. અભયમ ટીમ દ્વારા પતિ અને પત્ની બંનેનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. મહિલાને આવી રીતે ઘર છોડીને ન નીકળવા સમજણ આપી હતી, સાથે જ પતિને પણ પત્નીનું વિશેષ ધ્યાન રાખવા માર્ગદર્શન આપીને બંને વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    યુવકના સ્પોર્ટ્સ બાઇક પર જોખમી સ્ટંટ:પોલીસે ઝડપી પાડતા કાન પકડી માફી માગી; કહ્યું- 'ઉતાવળમાં ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં કરું'
    Next Article
    Why Trump Gave $100 Tip To Grandma On McDonald's Delivery To White House

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment