Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીઠી મૂંઝવણ:જીજાજીને મારી સાથે બહુ ફાવે છે પરંતુ બહેનને એ પસંદ નથી, અમારી વચ્ચે કંઇ નથી એ વાત કઇ રીતે સમજાવવી?

    18 hours ago

    મોહિની મહેતા પ્રશ્ન: મારા લગ્ન થયાને એક વર્ષ થયું છે. મારા પતિ મને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ મને એમના એક મિત્ર સાથે સંબંધ બંધાઇ ગયો છે. મારા પતિ ઘરે ન હોય, ત્યારે અમે બંને મળીએ છીએ. મને ક્યારેક ખૂબ ખરાબ લાગે છે કે હું મારા પતિ સાથે છેતરપિંડી કરી રહી છું, પણ હું એમના મિત્રને છોડી શકતી નથી. હું શું કરું? - એક મહિલા ઉત્તર: તમે સ્વયં સ્વીકારો છો કે તમારા પતિ તને ખૂબ પ્રેમ કરે છે. એવા પ્રેમાળ પતિની સાથે તમે ખરેખર છેતરપિંડી જ કરી રહ્યાં છો. તમારે એમના મિત્ર સાથે સંબંધ ન જ રાખવો જોઇએ. તમે બંને કંઇ રીતે નિકટ આવ્યાં તે તમે જણાવ્યુ નથી, પરંતુ આ રીતે પતિના મિત્ર સાથે એમની ગેરહાજરીમાં મળીને તમે પતિ સાથે છેતરપિંડી કરી રહ્યાં છો. તમે જ આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દો તે વધારે સારું રહેશે, તમે મન મક્કમ કરીને એ મિત્રને ઘરે આવવાની કે મળવાની ના કહી દો. થોડા દિવસ તમને પોતાને નહીં ગમે, પરંતુ પતિના પ્રેમ પ્રત્યે ધ્યાન આપશો અને તેમની સાથે વધારે નિકટતા કેળવશો, તો ધીરે ધીરે તમે એ મિત્રને ભૂલી જશો. પ્રશ્ન: મારી ઉંમર એકવીસ વર્ષ છે. થોડા દિવસ પહેલાં મારા કાકાના દીકરાએ મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. તે પછી એણે ફરી બે-ત્રણ વાર મારી સાથે સંબંધ બાંધ્યો અને હવે તો મને પોતાને જ આ ગમવા લાગ્યું છે. હું એની સાથે લગ્ન કરી શકું? - એક યુવતી ઉત્તર: તમારા કાકાના દીકરાએ તમારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને હવે તમને એમાં મજા આવવા લાગી છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે તમે બંને ભાઇ-બહેન થાવ અને આપણા સમાજમાં આ રીતે ભાઇ-બહેનનો સંબંધ કે લગ્ન સ્વીકાર્ય નથી. તમે ખૂબ ખોટું પગલું ભર્યું છે. એટલું જ નહીં, તમારા કાકાના દીકરાને આ રીતે આગળ વધવાથી અટકાવવાને બદલે તમે પોતે એ માર્ગ પર આગળ વધ્યાં છો. તમે એની સાથે લગ્ન કરી શકશો નહીં અને એ વિચાર પણ છોડી દો. પ્રશ્ન: મારાં લગ્ન એક વર્ષ પછી થવાનાં છે, પરંતુ મારી સમસ્યા એ છે કે મારા ચહેરા પર ખીલના ડાઘ છે. જ્યારે સગાઇ કરી ત્યારે તો તે ડાઘ દેખાય નહીં, તેવો મેકઅપ કર્યો હતો, પરંતુ હવે મને ચિંતા થાય છે કે મારા ચહેરા પરના ડાઘ જોઇને મારા ભાવિ પતિ શું કહેશે? મારે શું કરવું?{ એક યુવતી ઉત્તર: તમારાં લગ્નને હજી એક વર્ષનો સમય છે. તમારી સગાઇ પછી તમે ક્યારેય તમારા ભાવિ પતિને મળ્યા નથી? જો તમે સગાઇ સમયે મેકઅપથી ચહેરા પરના ડાઘ છુપાવી દીધા હતા, તો સગાઇ પછી ક્યારેય મળ્યાં હો, તો તેમણે જોયા હશે. એમ છતાં જો તેમણે લગ્ન બાબતે કે તમારા ચહેરા પરન ડાઘ વિશે ચર્ચા કરી ન હોય, તો પછી બિનજરૂરી ચિંતા કરવાની જરૂર નથી. આ દરમિયાન જો તમને વધારે ચિંતા થતી હોય, તો કોઇ ડર્મેટોલોજિસ્ટને મળીને આ ડાઘ દૂર કરાવવા અંગેની ટ્રીટમેન્ટ કરાવી શકો છો. પ્રશ્ન: અમારા ઘર સામે એક દંપતી રહે છે, એ દંપતી ખૂબ સારું છે, પણ એ યુવાન સતત મારી સામે જોયા કરે છે. મને આ રીતે એ જુએ છે, તેનાથી ખૂબ અકળામણ થાય છે, મારે શું કરવું? - એક યુવતી ઉત્તર: તમારા પાડોશમાં કે સામે રહેતાં દંપતી જો સારા સ્વભાવના છે, તો તમે એમને સારી રીતે જણાવી શકો છો કે આ રીતે એ ભાઇ તમારી સામે જોઇ રહે તે તમને પસંદ નથી. તમે કહી શકો તેમ ન હો, તો આ અંગે તમારાં માતા-પિતાને વાત કરો. તેઓ એ દંપતીને સમજાવશે અને એ યુવાન તમારી સામે નહીં જુએ. પ્રશ્ન: મારી બહેનનાં લગ્ન થઇ ગયાં છે અને મારા જીજાજીનો સ્વભાવ ખૂબ સારો છે. મારી સાથે મારા જીજાજીને ફાવે છે, પરંતુ મારી બહેનને એ પસંદ નથી. એ માને છે કે મારા અને જીજાજી વચ્ચે સંબંધ છે. જ્યારે અમારી વચ્ચે એવું કંઇ નથી. મારે મારી બહેનને કઇ રીતે સમજાવવી? - એક યુવતી ઉત્તર: તમારા જીજાજીને તમારી સાથે ફાવતું હોય, તો એમાં કંઇ ખોટું નથી. આપણા સમાજમાં સાળી-જીજાજી વચ્ચે મસ્તી-મજાકનો સંબંધ હોય જ છે. જો તમારા બંનેના સ્વભાવ એકબીજાને મળતા હોય, તો એમાં તમારી બહેને ખોટા વિચારો કરવા ન જોઇએ. તમે એક વાર શાંતિથી તમારાં બહેન અને જીજાજીને સાથે બેસાડીને આ અંગે વાત કરો અને તમારી બહેનને પણ શાંતિથી સમજાવો કે એ મનમાં કોઇ જાતની ગ્રંથિ ન બાંધે. પ્રશ્ન: મારા ભાઇનાં લગ્ન થયાં તે પછી એનામાં ખૂબ પરિવર્તન આવી ગયું છે. પહેલાં એ મમ્મી-પપ્પાની કાળજી લેતો હતો, પણ હવે તો ઓફિસેથી આવતાંની સાથે જ એના રૂમમાં ભરાઇ જાય છે. મારાં ભાભીનો સ્વભાવ સારો છે, પણ મમ્મી-પપ્પાને લાગે છે કે દીકરો હવે વહુનો થઇ ગયો છે. - એક યુવતી ઉત્તર: હવે એના લગ્ન થઇ ગયા છે. એણે મમ્મી-પપ્પાની સાથોસાથ પોતાની પત્નીની વાત અને એની જરૂરિયાત વિશે પણ વિચારવાનું હોય. આ વાત તમારાં મમ્મી-પપ્પાને સમજાવો. તમે ભાઇને પણ થોડો સમજાવો કે એના આવા વર્તનથી મમ્મી-પપ્પાને દુ:ખ થાય છે. એ થોડો સમય મમ્મી-પપ્પા સાથે પણ વિતાવે. તમારાં ભાભી મમ્મી-પપ્પાનું ગમે તેટલું ધ્યાન રાખતાં હોય, પરંતુ મમ્મી-પપ્પાને પોતાના દીકરાના વર્તનથી દુ:ખ લાગતું હોય, તો તમારા ભાઇને પણ સમજાવવાની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    મૂડ માઇન્ડ:સાથે રહીને પણ એકલતા કેમ લાગે?
    Next Article
    એકબીજાને ગમતાં રહીએ:લગ્ન વગરનો સંબંધ કે સંબંધ વગરના લગ્ન?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment