Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં યુવકના સ્પોર્ટ્સ બાઇક પર સ્ટંટ કર્યા:પોલીસે પકડ્યા બાદ યુવકે કાન પકડીને કહ્યું: 'મેં ઉતાવળમાં ભૂલ કરી, મારાથી ભૂલ થઈ, હું માફી માંગુ છું. હવેથી ફરી આવું નહીં કરું'

    15 hours ago

    વડોદરાના કમાટીબાગ વિસ્તાર પાસે આવેલા માર્ગ પર રાત્રિના સમયે સ્પોર્ટ્સ બાઇક પર સ્ટંટ કરનાર યુવકને સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો છે. યુવકે કાન પકડીને કહ્યું હતું કે, ગઈકાલે રાત્રે હું કમાટીબાગ રોડ પર બાઇક ચલાવી રહ્યો હતો. મેં ત્યાં બાઇક પર સ્ટંટ કર્યા હતા. મેં બાઇકને એક વ્હીલ પર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો અને ઝડપી બાઇક ચલાવી હતી. મને મારી ભૂલનો અહેસાસ છે. મેં ઉતાવળમાં આ ભૂલ કરી દીધી હતી. હું માફી માંગુ છું. હું હવેથી ફરી આવું નહીં કરું. તા. 12 એપ્રિલ 2026ના રોજ રાત્રે આશરે 11 વાગ્યાના સમયે નરહરી સર્કલથી કાળાઘોડા તરફ જતા માર્ગ પર એક યામાહા R15 બાઇકચાલક બાઇક પર ઉભો રહી જોખમી સ્ટંટ કરી રહ્યો હતો. બેદરકારીપૂર્વક બાઇક હંકારતા તે પોતાની તેમજ અન્ય રાહદારીઓની જાનને જોખમમાં મૂકી રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયોની ગંભીર નોંધ લેતા પોલીસ કમિશનર નરસિંહા કોમાર, સંયુક્ત પોલીસ કમિશનર સુધીર દેસાઈ અને ઝોન-1ના નાયબ પોલીસ કમિશનર ડો. જગદીશ ચાવડાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મદદનીશ પોલીસ કમિશનર ડી.જે. ચાવડા તથા સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. પંડ્યા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. ગામારાની ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વાયરલ વીડિયોમાં દેખાતી બાઇકનો નંબર GJ-06-LD-2823 હોવાનું સામે આવ્યું હતું. ઇ-ગુજકોપ એપ્લિકેશન મારફતે બાઇક માલિકની વિગતો મેળવી તેને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો. પોલીસે વીડિયો દર્શાવતા તેણે સ્ટંટ કર્યાની કબૂલાત કરી હતી. આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી નીખીલભાઈ મણિલાલ જાદવ (રહે. સરસ્વતીનગર, ઓલ્ડ છાણી રોડ, ફતેગંજ, વડોદરા) સામે ભારતીય ન્યાય સંહિતા કલમ 281 તથા મોટર વાહન અધિનિયમ કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- વૈશ્વિક તણાવ વચ્ચે બજારમાં મંદીનો માહોલ:અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ જવાની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી
    Next Article
    Pakistani Channel Slapped With Notice For Airing Asha Bhosle Death News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment