Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી સ્થાનિક ચૂંટણી: શિક્ષિત ઉમેદવારોનું મહત્ત્વ:આધુનિક રાજકારણમાં શિક્ષણ અને અનુભવનો સમન્વય

    12 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે રાજકારણમાં શિક્ષણનું મહત્વ ચર્ચાનો મુખ્ય વિષય બન્યું છે. ૨૧મી સદીના બદલાતા ભારતમાં વહીવટી પ્રક્રિયાઓ વધુ જટિલ બનતા, શિક્ષિત ઉમેદવારોની ભૂમિકા નિર્ણાયક સાબિત થઈ રહી છે. આ સંદર્ભે, નવસારીના ઉમેદવારોએ પોતાના વિઝન રજૂ કર્યા છે. પરંપરાગત રીતે રાજકારણમાં લોકસંપર્ક અને અનુભવને પ્રાધાન્ય અપાતું હતું. જોકે, આજના ડિજિટલ ગવર્નન્સના યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ અને ઓનલાઈન સરકારી સેવાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે પ્રતિનિધિનું ટેક-સેવી હોવું જરૂરી છે. મહાનગરપાલિકા કે નગરપાલિકાના કરોડોના બજેટની ફાળવણી માટે આર્થિક સૂઝબૂઝ અને તાર્કિક નિર્ણયશક્તિ અનિવાર્ય છે. શિક્ષિત નેતા વહીવટી પ્રક્રિયાઓની ઊંડી સમજ ધરાવતા હોવાથી સિસ્ટમની ખામીઓ દૂર કરી પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર પર અંકુશ લાવી શકે છે. દિવ્ય ભાસ્કરે નવસારીના વિવિધ વોર્ડના ઉમેદવારો સાથે શિક્ષણ અને તેમના વિઝન અંગે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં ઉમેદવારોએ પોતાના વિચારો સ્પષ્ટપણે રજૂ કર્યા. વોર્ડ નંબર ૧૨માંથી કોંગ્રેસના યુવા મહિલા ઉમેદવારે જણાવ્યું કે તેઓ ધોરણ 12થી સામાજિક કાર્યકર તરીકે સક્રિય છે. તેમનો મુખ્ય હેતુ સરકારી ગ્રાન્ટો જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનો છે. ઉપરાંત, પછાત વર્ગના બાળકો ધોરણ ૧૦ પછી અભ્યાસ ન છોડે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા એ તેમની પ્રાથમિકતા રહેશે. વોર્ડ નંબર 13માંથી ભાજપના મહિલા ઉમેદવાર, જેઓ બી.એસસી. મેડિકલ ટેકનોલોજી અને હોસ્પિટલ મેનેજમેન્ટનું શિક્ષણ ધરાવે છે, તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાજકારણમાં ભણેલા લોકોની ખૂબ જરૂર છે. તેમનું વિઝન માત્ર લોકોની નિષ્પક્ષ સેવા કરવાનું છે અને તેઓ પારદર્શક સેવા દ્વારા જનતાનો વિશ્વાસ જીતવા માંગે છે. ભાજપના ઉમેદવાર મુકેશ અગ્રવાલે શિક્ષણ અને અનુભવના સમન્વય પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ટેકનોલોજી સમજવા માટે શિક્ષિત નેતા હોવા જરૂરી છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિમાંથી ઉપર આવેલા લોકોનું વ્યવહારિક જ્ઞાન પણ એટલું જ મહત્વનું છે. વિઝનરી નેતૃત્વ માટે આજના સમયમાં શિક્ષણ અનિવાર્ય છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા મનપાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના 103 ચહેરા:કોની સામે કોની ટક્કર?, જુઓ 13 વોર્ડની 52 બેઠકની ઉમેદવારોના ફોટો સાથેની યાદી
    Next Article
    ભરૂચના નબીપુરમાં ચૂંટણી પૂર્વે પોલીસ ફ્લેગ માર્ચ:સંવેદનશીલ ગામોમાં કાયદો વ્યવસ્થા જાળવવા સઘન પેટ્રોલિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment