Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના ધારાસભ્યના પત્નીએ પક્ષને ભીંસમાં મૂક્યો;વીડિયો:ધારી-બગસરાના જે.વી.કાકડિયા પત્નીએ કહ્યું-ભાજપસરકારે વિધર્મીઓના નાશ માટે ઝુંબેશ શરૂ કરી છે

    9 hours ago

    અમરેલી જિલ્લાની ધારી-બગસરા બેઠકના ધારાસભ્ય જે.વી. કાકડિયાના ધર્મપત્ની અને ભાજપના અગ્રણી મહિલા નેતા કોકિલા કાકડિયાનો એક વીડિયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પ્રચંડ વેગથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેમણે 'વિધર્મી' તત્વોના નાશ સંદર્ભે જે અભિવ્યક્તિ કરી છે, તેણે રાજ્યના રાજકીય ફલક પર વિવાદનો મધપૂડો છંછેડ્યો છે અને વિરોધ પક્ષોએ શાસક પક્ષને આડે હાથ લેવાની તક ઝડપી લીધી છે. એકબાજુ નામાંકન બીજી બાજું વિવાદિત નિવેદન આ સમગ્ર વિવાદનું ઉદગમ સ્થાન 11મી એપ્રિલની તે ઘટના છે, જ્યારે ધારગણી જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપના અધિકૃત ઉમેદવારનું નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તે વેળાએ જાહેરસભાને સંબોધતા કોકિલાબેન કાકડિયાએ માઈક પરથી સિંહગર્જના કરતા જણાવ્યું હતું કે, "ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તેના સંગઠને હવે વિધર્મીઓનો નાશ કરવા માટે એક વ્યાપક ઝુંબેશનો પ્રારંભ કર્યો છે." નિવેદનથી વિવાદનો વંટોળ તેમણે પોતાના સંબોધનને વધુ ધારદાર બનાવતા ઉમેર્યું હતું કે, "પક્ષે જ્યારે મહાવીરબાપુ જેવા સક્ષમ વ્યક્તિને ટિકિટ આપી છે, ત્યારે આપણે સૌએ સંગઠિત થઈને વિધર્મીઓનો સફાયો કરવો જોઈએ. ભાજપને વધુ શક્તિશાળી બનાવવા માટે જે દાવેદારોને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, તેઓ ભવ્ય વિજય પ્રાપ્ત કરે તેવી દાનમહારાજના ચરણોમાં અમે વંદના કરીએ છીએ." આ નિવેદનની ક્લિપ વાયુવેગે પ્રસરતા જ વિવાદના વંટોળે જોર પકડ્યું છે. વિપક્ષે ઉઠાવ્યા વિચારધારા સામે સવાલ આ તેજાબી નિવેદનના પગલે રાજકીય આલમમાં તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે અને વિપક્ષી દળો ભાજપની વિચારધારા સામે સવાલો ઉઠાવી રહ્યા છે. સ્થાનિક સ્તરે આ આક્રોશ વધુ ઘેરો બને તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં સત્તાધારી પક્ષના એક જવાબદાર મહિલા હોદ્દેદાર દ્વારા આ પ્રકારની કઠોર ભાષાના પ્રયોગે વાતાવરણમાં ઉત્તેજના ભરી દીધી છે. રાજકીય સમીકરણો બગડવાના સંકેત અત્રે ઉલ્લેખનીય છે કે, એકતરફ ભાજપે રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ અને અમરેલી જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીઓમાં લઘુમતી સમુદાયના ઉમેદવારો પર વિશ્વાસ મૂકીને તેમને ટિકિટ ફાળવી છે, ત્યારે બીજી તરફ 'વિધર્મીના નાશ' જેવા આલંકારિક પણ વિવાદાસ્પદ સૂત્રોચ્ચારો પક્ષ માટે કેટલીક બેઠકો પર રાજકીય સમીકરણો બગાડી શકે છે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    થરાદ નગરપાલિકા વોર્ડ નં.4નો ગ્રાઉન્ડ રિપોર્ટ:વિકાસના પોકળ દાવાઓ વચ્ચે રસ્તા અને પાણીની સમસ્યાથી સ્થાનિકોમાં સત્તાધારી પક્ષ સામે વિરોધ
    Next Article
    Iran's "Nostalgia" Warning Over Oil Prices After Trump's Hormuz Blockade

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment