Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારીઓની આંદોલનની ચીમકી:પ્રોપર્ટી પર વાણિજ્યિક વેરા સાથે વ્યવસાય વેરો લેવાતાં ઉગ્ર વિરોધ

    8 hours ago

    અમદાવાદમાં કોમર્શિયલ પ્રોપર્ટી ટેક્સ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે પ્રોફેશનલ ટેક્સનો મુદ્દો પણ ઉગ્ર બન્યો છે. અમદાવાદમાં કોમર્શિયલ પ્રોપર્ટી પર વસૂલાતો વધારાનો ટેક્સ વેપારીઓ માટે માથાનો દુખાવો સાથે નવી ટેક્સ નીતિને લઈને વેપારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે કોમર્શિયલ પ્રોપર્ટી પર પહેલાથી જ વધુ ટેક્સ વસૂલવામાં આવે છે અને તેના ઉપર પ્રોફેશનલ ટેક્સનો વધારાનો બોજ તેમના માટે અસહ્ય બની રહ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે અગાઉ પણ પ્રોફેશનલ ટેક્સ દૂર કરવાની વાત કરાવાઈ હતી, વેપારીઓએ માગ કરી છે કે કોમર્શિયલ પ્રોપર્ટીને રહેણાક સમકક્ષ ગણાયાં અને ટેક્સના દરમાં રાહત આપવા સાથે જ પ્રોફેશનલ ટેક્સને સંપૂર્ણપણે દૂર કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. વેપારીઓનું કહેવું છે કે ઓનલાઈન વેપાર અને બદલાતી બજાર પરિસ્થિતિને કારણે પહેલાથી જ વેપાર પર અસર પડી રહી છે. આવા સમયમાં ડબલ ટેક્સના કારણે નાના અને મધ્યમ વેપારીઓ પર દબાણ વધી રહ્યું છે. પ્રોફેશનલ ટેક્સ માત્ર અમદાવાદમાં જ વસૂલાય છે પ્રોફેશનલ ટેક્સ માત્ર અમદાવાદમાં જ લેવામાં આવે છે. તેને દૂર કરવા માટે અમે અનેક વખત કોર્પોરેશન સમક્ષ રજૂઆત કરી છે, છતાં આજદિન સુધી કોઈ પગલું લેવામાં આવ્યું નથી. વેપારીઓ પર આ ડબલ ટેક્સનો બોજ અયોગ્ય છે અને તેને તાત્કાલિક દૂર કરવો જોઈએ. > મેઘરાજ ડોડવાણી, પ્રમુખ, અમદાવાદ વેપારી મહા સંગઠન
    Click here to Read More
    Previous Article
    Breaking News: पाकिस्तान की नशे वाली साजिश फिर नाकाम, हुआ बड़ा एक्शन | Pakistan Exposed | ZEE News
    Next Article
    ‘Abhi na jao chhor kar…’: Tributes pour in for Asha tai — the queen of versatility, depth

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment