Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાને કહ્યું- હોર્મુઝ અમારા નિયંત્રણમાં છે, ટોલ ચૂકવવો પડશે, આશા ભોંસલેના અંતિમ સંસ્કાર આજે, રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે

    9 hours ago

    નમસ્તે, ઈરાનનું કહેવું છે કે હોર્મુઝ સ્ટ્રેટ તેમના નિયંત્રણમાં છે અને અહીંથી પસાર થવા માટે ટોલ આપવો પડશે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં TMCએ મદરેસાઓ માટે 6000 કરોડ રૂપિયા આપ્યા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી દિલ્હીમાં 'નારી શક્તિ વંદન સંમેલન'ને સંબોધિત કરશે. 2. પશ્ચિમ બંગાળ SIR ને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 📰 કાલના મોટા સમાચારો 1. અમેરિકા હોર્મુઝમાંથી પસાર થતા જહાજોની નાકાબંધી કરશે:કહ્યું- ઈરાનને ટોલ આપ્યો તો રસ્તો નહીં મળે; ઈરાને કહ્યું- ટોલ આપવો જ પડશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકી નેવી હવે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોની નાકાબંધી કરશે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું કે જે પણ જહાજ આ રસ્તેથી પસાર થવાનો પ્રયાસ કરશે, તેને રોકવામાં આવશે અને તપાસ કરવામાં આવશે. ખાસ કરીને તે જહાજો પર નજર રાખવામાં આવશે, જેમણે ઈરાનને ટોલ આપ્યો છે. ટ્રમ્પે કહ્યું કે જે જહાજો ઈરાનને ગેરકાયદેસર ટોલ આપશે, તેમને સુરક્ષિત રસ્તો આપવામાં આવશે નહીં. આનાથી ઈરાનની આર્થિક તાકાત ઓછી કરવામાં આવશે. અમેરિકા કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છે. જરૂર પડ્યે યુદ્ધ સમાપ્ત કરવા માટે કાર્યવાહી કરશે. આ પહેલા ઈરાનના ઉપ સંસદ અધ્યક્ષ હાજી બાબાઈએ કહ્યું હતું કે આ સ્ટ્રેટ ઈરાનના નિયંત્રણમાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. આશા ભોસલેએ 92 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ, આજે સાંજે 4 વાગ્યે અંતિમ સંસ્કાર ભારતીય સંગીત જગત માટે આજે એક અત્યંત દુઃખદ અને ક્યારેય ન પુરાય તેવી ખોટનો દિવસ છે. સુપ્રસિદ્ધ ગાયિકા અને કરોડો દિલો પર રાજ કરનાર આશા ભોસલેએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનના સમાચારથી માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે શિવાજી પાર્કમાં કરવામાં આવશે. તેમને શનિવારે સાંજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે સમાચાર આવ્યા હતા કે તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો, સાથે જ છાતીમાં પણ કેટલીક સમસ્યા હતી. બાદમાં તેમની પૌત્રી જનાઈ ભોસલેએ કહ્યું હતું કે તેમને માત્ર થાક અને છાતીમાં તકલીફ છે. તેઓ જલ્દી સ્વસ્થ થઈ જશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. બંગાળના સિલીગુડીમાં PM મોદીની સભા:મોદીએ કહ્યું-TMCએ મદરેસાઓ માટે 6000 કરોડ રૂપિયા આપ્યા; તેણે 15 વર્ષનો હિસાબ આપવો પડશે રવિવારે PM નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળ મુલાકાતનો બીજો દિવસ છે. PM આજે સિલિગુડીમાં એક જાહેર સભાને સંબોધન કરી. તેમણે કહ્યું કે ચૂંટણી પછી ટીએમસી બંગાળ છોડી દેશે તે નક્કી છે. ગઈકાલે મારા રોડ શો દરમિયાન લોકોએ મને જે પ્રેમ બતાવ્યો તે હું ક્યારેય ભૂલીશ નહીં. તેમણે કહ્યું- આજે સિલિગુડીમાં આ જાહેર સભા ટીએમસીની ઊંઘ હરામ કરી દેશે. મોદીએ વધુમાં કહ્યું કે ટીએમસીએ મદરેસાઓ માટે 6,000 કરોડ રૂપિયા આપ્યા, પરંતુ અહીંના વિકાસ માટે કંઈ કર્યું નહીં. તેઓ ફક્ત તેમની ખાસ વોટ બેંકને પૈસા આપે છે. તમે ટીએમસીના નિર્દય શાસન દરમિયાન પશ્ચિમ બંગાળનો વિનાશ જોયો છે. તેમણે 15 વર્ષનો હિસાબ આપવો પડશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. અમરનાથ યાત્રા 3 જુલાઈથી, 57 દિવસ ચાલશે:પ્રથમ ટુકડી 1 જુલાઈએ રવાના થશે, 15 એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ થશે અમરનાથ યાત્રાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જણાવ્યું કે આ વર્ષે 3 જુલાઈથી શરૂ થઈને 28 ઓગસ્ટ સુધી ચાલશે. 57 દિવસ ચાલનારી આ યાત્રા માટે પહેલો જથ્થો 1 જુલાઈએ રવાના થશે. યાત્રા માટે રજીસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ થશે. LG સિન્હાએ યાત્રાની જાણકારી આપતા લોક ભવનમાં મીડિયાને જણાવ્યું કે 13 થી 70 વર્ષની ઉંમરના યાત્રાળુઓ યાત્રા કરી શકે છે. યાત્રા અનંતનાગથી પરંપરાગત 48 કિલોમીટર લાંબા નુનવાન-પહેલગામ રૂટ અને ગાંદરબલથી 14 કિમી લાંબા બાલટાલ રૂટથી થશે. દેશભરમાં લગભગ 556 નિર્ધારિત બેંક શાખાઓ દ્વારા યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. યુગાન્ડા આર્મી ચીફે તુર્કીયે પાસે સૌથી સુંદર મહિલા માંગી:કહ્યું- તેની સાથે લગ્ન કરીશ, નહીં મળે તો ડિપ્લોમેટિક સંબંધો તોડીશું; તુર્કીશ એરલાઇન્સ પર પણ પ્રતિબંધ લગાવીશું યુગાન્ડાના આર્મી ચીફ અને રાષ્ટ્રપતિના પુત્ર મુહુજી કૈનેરુગાબાએ તુર્કી પાસેથી 1 અબજ ડોલર (₹9000 કરોડ) અને દેશની ‘સૌથી સુંદર મહિલા’ને પોતાની પત્ની બનાવવાની માંગ કરી. તેમણે ચેતવણી આપી કે જો માંગ પૂરી નહીં થાય તો તુર્કી સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખવામાં આવશે અને ટર્કિશ એરલાઇન પર પ્રતિબંધ લાગી શકે છે. કૈનેરુગાબાએ X પર લખ્યું કે જો તુર્કીએ અમારી સમસ્યાઓનું સમાધાન ન કર્યું, તો 30 દિવસમાં સંબંધો તોડી નાખવામાં આવશે. તેમણે કહ્યું કે કાં તો તેઓ અમારી માંગ પૂરી કરે અથવા અમે તેમનો દૂતાવાસ બંધ કરી દઈશું. તેમણે યુગાન્ડાવાસીઓને તુર્કીની યાત્રા ટાળવાની સલાહ આપી અને ઇઝરાયેલના સમર્થનમાં 1 લાખ સૈનિકો મોકલવાની ઓફર કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી, 42 ડિગ્રીએ પહોંચશે પારો:48 કલાકમાં માથુ ફાડી નાંખે એવી ગરમી પડશે, સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે રાજ્યના ફરી એક વખત કાળઝાળ ગરમી નાગરિકોને સહન કરવી પડશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં અનેક શહેરમાં ગરમીનું જોર વધી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં હિટવેવની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને તે માટે હવામાન વિભાગ દ્વારા યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો પણ નોંધાઈ શકે છે. જોકે અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે નવી કોઈ સિસ્ટમ ન બનતા ગરમીનો પારો વધી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'લુખ્ખા ટપોરીઓને તો હું નહીં જ છોડું':'ઘણા કોંગ્રેસીઓને પેટમાં દુખે છે અને દુખવું પણ જોઈએ', વડોદરામાં હર્ષ સંઘવીનું નિવેદન હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ત્યારે આજે રાજ્યમાં દરેક જગ્યાએ વિધિવત પ્રચારનો પ્રારંભ થયો છે. આજે વડોદરામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શહેરની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર અર્થે ‘જનસેવા સંકલ્પ કાર્યક્રમ’માં હાજરી આપી હતી. વડોદરામાં વોર્ડ 1ના ચૂંટણી કાર્યાલય ખાતે હર્ષ સંઘવીનો બુથ કાર્યકર્તા સાથે સંવાદ કાર્યકમ યોજાયો હતો. જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં હજુ મહત્વના અનેક નેશનલ લેવલના પ્રોજેકટો આવી રહ્યા છે. જેમાં વડોદરા શહેરમાં શિવજીની પ્રતિમા નજીક ફાઉન્ટન અને લાઇટ શો આવનારા દિવસોમાં ચાલુ થશે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : PM મોદીનો તમામ પક્ષોને પત્ર: મહિલા-અનામત પર સમર્થન માંગ્યું:ખડગેનો આરોપ- ચૂંટણી ટાણે પોતાના ફાયદા માટે સરકાર બિલ લાવી રહી છે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : મુનીર ઈરાન-અમેરિકી ડેલિગેશનને અલગ-અલગ ડ્રેસમાં મળ્યા:ઈરાન સામે મિલિટરી યુનિફોર્મ, US માટે સૂટ, નિષ્ણાતોએ કહ્યું- આ એક ગણતરીપૂર્વકનો મેસેજ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : દેશમાં લગભગ અઢી કરોડ યુટ્યુબ ચેનલો:માત્ર 30 લાખ જ પ્રોફેશનલ, ઘણા ખોટી સલાહ કે કોપી-પેસ્ટ કન્ટેન્ટ ફેલાવી રહ્યા છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઈરાન યુદ્ધવિરામમાં સૈન્ય તાકાત વધારવાની વેતરણમાં?:ચીન ઈરાનને હથિયારો મોકલવાની તૈયારીમાં હોવાનો અમેરિકી ઈન્ટેલિજન્સનો દાવો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ઈરાન-અમેરિકા વાતચીત અનિર્ણિત રહેતા દબાણમાં બજાર:આ અઠવાડિયે વિદેશી રોકાણકારોની એક્ટિવિટી, ગ્લોબલ માર્કેટની ચાલ પર પણ નજર રહેશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : IPLમાં રિંકુ, હાર્દિક અને અર્શદીપ ફ્લોપ:બુમરાહ-ચક્રવર્તી વિકેટ માટે તરસ્યા, સેમસન-અભિષેકનો જલવો; વર્લ્ડ ચેમ્પિયન્સનું નિરાશાજનક પ્રદર્શન વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સોમવારે વરુથિની એકાદશી:લક્ષ્મી-નારાયણની આરાધનાનું વિશેષ મહત્ત્વ, આજ સાંજથી જ આ રીતે શરૂ કરો પૂજા-પાઠ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ યુવકે ચિતાના અગ્નિથી હુક્કો સળગાવ્યો યુપીના હાપુડમાં 75 વર્ષના એક વૃદ્ધાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ચાર યુવકોએ સ્મશાન ઘાટ પર ચિતાના અગ્નિથી હુક્કો સળગાવીને તેનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો વાયરલ થતાની સાથે જ પોલીસે એક યુવકની ધરપકડ કરી છે, જ્યારે બાકીના શખ્સોની શોધખોળ ચાલુ છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : ‘સર, એ લોકો મારી પત્નીને મારી નાખશે’: ઇન્દોરથી જોધપુર જતાં આસારામના સાધકોએ આખું પ્લેન માથે લીધું, જુઓ સિરીઝના 34 થ્રિલિંગ એપિસોડ એકસાથે 2. MATCH મસાલા : ધનશ્રીનો ડાન્સ-ચહલના સ્મોકિંગ વચ્ચે શું કનેક્શન?: અય્યરની બહેનની એન્ટ્રીથી મામલો મેદાને; DCના ખેલાડીએ અમ્પાયર સાથે ઝઘડો કર્યો, હેલમેટ ફેંક્યું! 3. આજનું એક્સપ્લેનર: શા માટે ઈરાન-અમેરિકા ડીલ ન થઈ, શું ઈરાન ઈચ્છવા છતાં પણ હોર્મુઝ ખોલી શકતું નથી કે ફરીથી યુદ્ધની તૈયારી; જાણો સંપૂર્ણ કહાની 4. ખાખી કવર : પ્રમોદ મહાજનને તેના જ ભાઇએ ગોળીએ દીધા: સંપત્તિ વિવાદ કે આડાસંબંધો, આ BJP નેતાનો કોણે ભોગ લીધો? ભાઇની ‘અશ્લીલ’, ‘વિસ્ફોટક’ જુબાનીમાં શું છે? 5. કોંગ્રેસમાં મેન્ડેટનું સસ્પેન્સ, છેલ્લી ઘડીએ ખેલાયો ખેલ!: ભાજપમાં બળવાનો ડર, સિનિયરની બાદબાકી અને Gen-Z પર દાવ; ટીમ જગદીશ વિશ્વકર્માને શેની ચિંતા? 6. સન્ડે બિગ સ્ટોરી : જર્મનીમાં એન્જિનિયરિંગ- નર્સિંગ ક્ષેત્રે નોકરીઓનો રાફડો ફાટશે: 2029 સુધીમાં 50 લાખ લોકો રિટાયર થશે, પરિવાર સાથે સેટ થવાની સુવર્ણ તક 7. ગ્રાઉન્ડ રિપોર્ટ : કરૂણાનિધિની સીટ પર દોઢ લાખ ઉત્તર ભારતીય, મારવાડી કોર્પોરેટર: ચેન્નાઈના રાજસ્થાની બોલ્યા- અમે તમિલ બોલીએ છીએ, તમિલોને હિન્દી શીખવી દીધું 8. સન્ડે જઝબાત- મેં 20 પરિચિત નક્સલીઓને ગોળી મારી: પોતાનાઓ પર ગોળી ચલાવવી સરળ નહોતી, પરંતુ બોમ્બ બ્લાસ્ટમાં સાથીઓના મોતે મને હચમચાવી દીધો હતો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: સિંહ-તુલા રાશિના જાતકોના કરિયરમાં ફેરફારના સંકેત, મીન રાશિના લોકોએ ખર્ચા પર અંકુશ રાખવો વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    ज्योतिषाचार्य डॉ.गौरव कुमार दीक्षित से जानें कैसा होगा मूलांक 1 वालों के लिए 13 अप्रैल का दिन
    Next Article
    Nashik IT firm case | Harassment, conversion FIRs: BPO suspends 7 employees

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment