Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસનો પ્રચાર કાર્યાલયનો પ્રારંભ:ભાજપ ધર્મના નામે રાજકારણ કરે છે, પક્ષપલટુ નેતાઓને સાંભળવા એ જનતાની કમનસીબી - પૂર્વ કોંગ્રેસ પ્રમુખ મેહુર લવતુકા

    9 hours ago

    "ભાજપ જનતાને ગેરમાર્ગે દોરે છે, કોંગ્રેસ જ સાચો વિકલ્પ" મેહુર લવતુકાએ હાર્દિક, અલ્પેશ અને રાજુ કરપડાને લીધા આડેહાથ ભાવનગર મહાનગરપાલિકાની યોજનાર ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો દ્વારા થી પોતાના પ્રચાર કાર્યનો પ્રારંભ કરી દીધો છે ત્યારે આજરોજ કોંગ્રેસ પક્ષ દ્વારા બોર તળાવ બોર્ડના મધ્યસ્થ કાર્યાલયનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું . જેમાં કોંગ્રેસ પક્ષના આગેવાનોએ પક્ષપલટો કરનારા નેતાઓ તથા ભાજપ, આપ પર આકરા પ્રહાર કર્યા હતા, તમે એક દિવસ મત આપશો હું 5 વર્ષ દોડીશ.. જયદીપસિંહ ​લોકોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, "બોરતળાવ વિસ્તારના લોકોએ મને હંમેશા પરિવારની જેમ પ્રેમ આપ્યો છે છેલ્લા 15 વર્ષ ની ચૂંટણીઓમાં હું હાઈએસ્ટ લીડથી જીત્યો છું. જ્યારે ભાજપનો દબદબો હતો, ત્યારે પણ આ વિસ્તારના લોકોએ મને 3,000ની લીડ અપાવી હતી. તેમણે ઉમેર્યું કે આ વખતે લોકોનો મિજાજ બદલાયો છે અને જયદીપસિંહ નહીં પણ તેમનું કામ બોલી રહ્યું છે, વધુમાં જણાવ્યું હતું કે, તમે મને એક દિવસ મત આપશો, હું તમારા માટે 1825 દિવસ ઋણી રહીને કામ કરીશ, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્તિની વાતો કરનારાઓએ અત્યારે ભય ફેલાવ્યો છે કોંગ્રેસના કાર્યકરો જાગે અને ઘરે-ઘરે જઈને લોકોને સમજાવે કે આ વખતે પરિવર્તન જરૂરી છે, ​ભાવનગર શહેર અને જિલ્લામાં આ વખતે કોંગ્રેસનું વાતાવરણ મજબૂત હોવાનો અને પેનલ ટુ પેનલ જીતવાનો આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. 'કામ નથી કરવું, ધર્મના નામે બીવરાવવા છે' આ અંગે કોંગ્રેસના જિલ્લાના પૂર્વ અધ્યક્ષ મેહુર લવતુકાએ ​શાસક પક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ભાજપે આટલા સમયથી માત્ર ધર્મના નામે રાજકારણ ચલાવ્યું છે, જ્યારે કામની વાત આવે ત્યારે તેઓ પાકિસ્તાન અને અન્ય મુદ્દાઓ લાવીને જનતાને ગેરમાર્ગે દોરે છે તેમણે ભ્રષ્ટાચારના મુદ્દે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, "અત્યારે નાનામાં નાનો માણસ પણ લાંચ આપવા મજબૂર છે અધિકારીઓની બદલી કરવાની તાકાત અત્યારના નેતાઓમાં નથી, જે કોંગ્રેસના શાસનમાં શક્ય હતું, પક્ષપલટુઓ અને 'આપ' સામે નિશાન સભા દરમ્યાન ઉદબોધન કરતા કહ્યું હતું કે, રાજુ કરપડા, ​હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા નેતાઓનું નામ લઈને તેમણે પક્ષપલટાની રાજનીતિને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે, જે લોકો 'માનું ધાવણ' અને 'સૂર્ય આથમવા' જેવી મોટી વાતો કરતા હતા, તેઓ જ આજે બીજા પક્ષમાં ભળી ગયા છે આવા બેજવાબદાર નેતાઓને સાંભળવા એ જનતાની કમનસીબી છે. ​વધુમાં તેમણે આમ આદમી પાર્ટી વિશે જણાવ્યું કે, 'આપ' માત્ર કોંગ્રેસના મતો તોડવા માટે જ ઉતરી છે જનતાએ હવે સમજી જવાની જરૂર છે કે કોંગ્રેસ જ સાચો વિકલ્પ છે.
    Click here to Read More
    Previous Article
    MI vs RCB IPL 2026 Highlights: Bengaluru beat Mumbai by 18 runs
    Next Article
    Armed Men Kill 3 Pakistani Coast Guards In Arabian Sea

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment