Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિયંકા ચોપરાએ ફરી ઇતિહાસ રચ્યો:લક્ઝરી કાર બ્રાન્ડ 'બેન્ટલે'ની પહેલી ભારતીય ગ્લોબલ એમ્બેસેડર બની; ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ પર 'દેશી ગર્લ'નો દબદબો

    15 hours ago

    પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં પ્રખ્યાત એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કર)માં સતત બીજી વખત પ્રેઝેન્ટર બનીને રેકોર્ડ બનાવ્યો હતો. બે વખત ઓસ્કર એવોર્ડ પ્રેઝેન્ટર બનનારી તે પહેલી ભારતીય સ્ટાર બની હતી. તેવામાં 'દેશી ગર્લ'એ નવો ઇતિહાસ રચ્યો છે. પ્રિયંકા લક્ઝરી કાર બ્રાન્ડ 'બેન્ટલે'ની પહેલી ભારતીય ગ્લોબલ એમ્બેસેડર બની છે. પ્રિયંકા ચોપરા 'બેન્ટલે'ની પહેલી ભારતીય ગ્લોબલ એમ્બેસેડર બની બ્રિટિશ કાર કંપની 'બેન્ટલે મોટર્સ' દ્વારા શનિવારે રિવીલ કરાયું હતું કે, 'બેન્ટલે'ના ગ્લોબલ એમ્બેસેડર્સ તરીકે પ્રિયંકા ચોપરા હવે ગ્રેગ વિલિયમ્સ અને માઈ ઇકુઝાવા જેવા દિગ્ગજો સાથે જોડાશે. ઉલ્લેખનીય છે કે, આ બંને કો-ક્રિએટિવ ડિરેક્ટર્સની નિમણૂક કંપનીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કરી હતી. આ જાહેરાતની સાથે જ કંપની દ્વારા એક નવા કેમ્પેઇન લોન્ચની પણ જાહેરાત કરવામાં આવી હતી. 'બેન્ટલે મોટર્સ'ના જણાવ્યા અનુસાર આગામી અઠવાડિયામાં એક વિશેષ ફિલ્મ રજૂ કરવામાં આવશે, જેમાં પ્રિયંકા તેના જીવન, કારકિર્દી, સર્જનાત્મક દૃષ્ટિકોણ વિશે નિખાલસપણે વાત કરતી જોવા મળશે. લક્ઝરી કંપનીએ 'દેશી ગર્લ'ના ખોબલે ખોબલે વખાણ કર્યા 'બેન્ટલે મોટર્સે' જણાવ્યું કે, 'પ્રિયંકાના વૈવિધ્યસભર કાર્યએ લગભગ 25 વર્ષથી વૈશ્વિક પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે. પ્રિયંકા વૈશ્વિક ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક પ્રતિષ્ઠિત સભ્ય હોવાની સાથે નિર્માતા, 'ન્યૂયોર્ક ટાઈમ્સ'ના બેસ્ટ સેલિંગ લેખક, ઉદ્યોગસાહસિક અને રોકાણકાર પણ છે. યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર તરીકે, તેઓ શિક્ષણ અને બાળકોના કલ્યાણ માટેના કાર્યો માટે જાણીતા છે અને વાસ્તવિક પરિવર્તન લાવવા માટે એક ગ્લોબલ આઈકોન તરીકે પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.' તેમણે આગળ જણાવ્યું કે, 'એકદમ અસલી અને ડોક્યુમેન્ટરી શૈલીમાં શૂટ કરવામાં આવેલી આ નવી ફિલ્મ, પ્રિયંકા અને ગ્રેગ વચ્ચેની આત્મીય અને વાતચીતની ક્ષણોને કેદ કરે છે, જે તેના જીવન અને સર્જનાત્મક દૃષ્ટિકોણ વિશે વ્યક્તિગત સમજ આપે છે. લોસ એન્જલસના સોની સ્ટુડિયોમાં ફિલ્માવવામાં આવેલી આ ફિલ્મમાં, પ્રિયંકા સેટ પર રહેવા પ્રત્યેનો પોતાનો પ્રેમ અને એક કલાકાર તથા નિર્માતા તરીકે કામ દરમિયાન સર્જાતા સર્જનાત્મક જાદુ વિશે વાત કરે છે. આ સમગ્ર ફિલ્મમાં બેન્ટલે કોન્ટિનેન્ટલ જીટી (Bentley Continental GT)ને ખૂબ જ સુંદર રીતે વણી લેવામાં આવી છે.' પ્રિયંકાએ 'બેન્ટલે' સાથે જોડાવાની ખુશી વ્યક્ત કરી આ દરમિયાન પ્રિયંકાએ કહ્યું કે, 'બેન્ટલેની કારીગરી (ક્રાફ્ટ્સમેનશિપ) અને તેની પાછળની વાર્તા પ્રત્યે હું હંમેશા આકર્ષાયેલી રહી છું, કારણ કે ત્યાં દરેક નાની વિગતો પાછળ એક એવો ઉદ્દેશ્ય હોય છે, જે આજકાલ દુર્લભ લાગે છે. એક એવી વ્યક્તિ તરીકે કે જે સેટ પરની સર્જનાત્મક ઊર્જા માટે જીવે છે, મને આ જોડાણ ખૂબ જ સ્વાભાવિક લાગ્યું. આ માત્ર સમાન મૂલ્યો વિશે નથી, પરંતુ આપણે જે કંઈ પણ બનાવીએ છીએ, તેની પાછળની પ્રક્રિયાના પરસ્પર આદર વિશે પણ છે.' 'પ્રિયંકા ફ્રેશ એનર્જી અને ઓથેન્ટિક પર્સપેક્ટિવ લાવશે' 'બેન્ટલે મોટર્સ'ના માર્કેટિંગ ડિરેક્ટર બેન વ્હોટમે જણાવ્યું કે, 'પ્રિયંકા એક નવી ઊર્જા અને અધિકૃત દૃષ્ટિકોણ લાવે છે, જે 'બેન્ટલે' સાથે સુસંગત છે. આ ફિલ્મની સહજ શૈલી તેના અવાજ અને વ્યક્તિત્વને કુદરતી રીતે રજૂ કરે છે, જે પરંપરાગત જાહેરાતો કરતાં વધુ વિશ્વસનીય અને વાસ્તવિક અનુભવ કરાવે છે.' ગ્લોબલ સિદ્ધિ છતાં દિલ દેશી 'બેન્ટલે'ની બ્રાન્ડ એમ્બેસેડર બન્યા બાદ હાલમાં પ્રિયંકા પંજાબના અમૃતસરમાં પોતાની આગામી ફિલ્મ 'અમરી'નું શૂટિંગ કરી રહી છે. ગત રાત્રે તેનું શૂટિંગ પૂરું થતાં તે સીધી ગોલ્ડન ટેમ્પલ પહોંચી ગઈ હતી. તેણે દરબાર સાહિબમાં માથું નમાવ્યું હતું. ત્યારબાદ તે લંગર હોલમાં ગઈ હતી, જ્યાં તેણે લગભગ દોઢ કલાક સુધી વાસણ ઘસવાની સેવા કરી હતી. સાથે જ લંગરના અન્ય કામોમાં પણ સહયોગ આપ્યો હતો. નોંધનીય છે કે, 12 દિવસની અંદર તેની આ બીજી મુલાકાત છે. આ પહેલા તે 31 માર્ચે પણ અહીં આવી હતી અને તે સમયે પણ તેણે લંગર હોલમાં સેવા આપી હતી.
    Click here to Read More
    Previous Article
    Breaking: जेडी वेंस का ईरान पर बड़ा बयान | America Iran Conflict
    Next Article
    રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના 144 ચહેરા:કોની સામે કોની ટક્કર?, જુઓ 18 વોર્ડની 72 બેઠકની ફોટો સાથેની યાદી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment