Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોપ્યુલર બિલ્ડર્સના ભાગેડૂ ભૂમાફિયા દશરથ પટેલની નાથદ્વારાથી ધરપકડ:અમદાવાદના સોલામાં ભૂતિયા વારસાઈ કરીને કરોડોની ખેડૂતની જમીન હડપી લીધી હતી

    8 hours ago

    અમદાવાદના વિવાદિત પોપ્યુલર બિલ્ડર્સ અનેક નિર્દોષ ખેડૂતો અને સોલામાં રહેતા ખેડૂતની ગોધાવીમાં આવેલ જમીનમાં ખોટા દસ્તાવેજો ઊભા કરીને ભૂતિયા નામે વારસાઈ કરાવી હતી. બાદમાં ભૂતિયા નામે બનાવટી વેચાણ દસ્તાવેજો કરાવીને જમીન પચાવી હતી. આ અંગે ખેડૂતે નવેમ્બર, 2022માં બંને ઠગ બંધુઓ સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. જે કેસમાં અગાઉ પોલીસે પોપ્યુલર બિલ્ડર્સ રમણ પટેલની ધરપકડ કરાઇ હતી ત્યારે હવે દશરથ પટેલને નાથદ્વારાથી ધરપકડ કરી છે. રામકૃષ્ણભાઈએ રેવન્યુ રેકોર્ડ કઢાવતા તેમાં ગોધાવીના સરયુદાસનું નામ સોલા વિસ્તારમાં રામકૃષ્ણ આચાર્ય પોતાના પરિવાર સાથે રહે છે. રામકૃષ્ણ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. વર્ષ 1951માં રામકૃષ્ણના દાદા શત્રુધ્નદાસનું અવસાન થયું હતું. શત્રુધ્નદાસના નામે ગોધાવી અને ઘુમા ખાતે બે જમીન આવેલી હતી. જેમાં શત્રુધ્નદાસના અવસાન બાદ વારસદાર તરીકે રામકૃષ્ણના પિતા ગોરધનદાસે ઘુમા ખાતે વારસાઈ કરાઈ જમીનમાં નામ ઉમેર્યું હતું પરંતુ, ગોધાવી ખાતેની જમીનમાં શરતચૂકથી રામકૃષ્ણના પિતાએ જમીનમાં નામ દાખલ કરાવવા માટે પ્રક્રિયા કરી ન હતી. જેમાં રામકૃષ્ણભાઈએ કામ હોવાથી રેવન્યુ રેકોર્ડ કઢાવતા તેમાં ગોધાવીના સરયુદાસનું નામ બોલતું હતું. પોપ્યુલર બિલ્ડર્સના બંને ભાઈઓએ બનાવટી દસ્તાવેજથી જમીન પચાવી હતી રામકૃષ્ણે ગોધાવીમાં સરયુદાસ નામના વ્યક્તિની તપાસ કરતા આવી કોઈ વ્યક્તિ ન હોવાનું સામે આવ્યું હતું. બાદમાં રામકૃષ્ણે વધુ તપાસ કરાવતા પોપ્યુલર બિલ્ડર રમણ અને દશરથ પટેલ બંને ભાઈએ ભેગા મળીને શત્રુધ્નદાસની ગોધાવીમાં આવેલ જમીનમાં વારસાદાર તરીકે સરયુદાસ નામ ઉમેરાયું હતું. બાદમાં સરયુદાસ પાસેથી પોપ્યુલર બિલ્ડર રમણ અને દશરથ પટેલે જમીન વેચાણ લીધી હોવાના બનાવટી દસ્તાવેજો બનાવીને સાણંદ સબ રજીસ્ટાર કચેરીમાં ડોક્યુમેન્ટ સાચા તરીકે રજૂ કરીને જમીન પચાવી પાડી હતી. આ કેસમાં ગ્રામ્ય LCBએ દશરથ પટેલની ધરપકડ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Virat Kohli Surpasses Babar Azam, Chris Gayle; Achieves Mega First vs Mumbai Indians In IPL
    Next Article
    PM Modi To Address Special Conference In Delhi Ahead Of Women's Quota Bill

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment