Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં બે કુખ્યાત બુટલેગરો પાસા હેઠળ જેલભેગા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પોલીસે કડક કાર્યવાહી કરી

    8 hours ago

    જામનગરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડાએ બે કુખ્યાત પ્રોહીબુટલેગરો સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરીને તેમને સુરત અને વડોદરાની જેલમાં મોકલી આપ્યા છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીની સૂચના મુજબ, પ્રોહીબિશનની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ અંતર્ગત પી.આઈ. વી.બી. ચૌધરી અને પી.એસ.આઈ. એમ.વી. ભાટીયાની ટીમે પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડ્યા દ્વારા મંજૂર થતાં જ વોરંટની બજવણી કરવામાં આવી હતી. પાસા હેઠળ કાર્યવાહી કરાયેલા આરોપીઓમાં જામનગરના નાગેશ્વર કોલોનીમાં રહેતા મુર્તુજા ઉર્ફે લાડુ ઓસમાણ રાઠોડ (ઉં.વ. ૩૦) નો સમાવેશ થાય છે. તેની સામે પ્રોહીબિશનના ચાર ગુના નોંધાયેલા છે અને તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયો છે. અન્ય આરોપી ઇનાયત ઉર્ફે તોતો ઉર્ફે ટાઇગર મસીયા (ઉં.વ. ૨૬) છે, જે સનસીટી-૨, કાલાવડ નાકા બહાર રહે છે. તેને વડોદરાની જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા, શરદભાઈ પરમાર, હીરેનભાઈ વરણવા અને સુરેશભાઈ માલકીયા સહિતની પોલીસ ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસની આ કડક કાર્યવાહીથી જિલ્લામાં શાંતિ ભંગ કરનારા અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ પ્રશાસન દ્વારા આગામી દિવસોમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખવાના સંકેતો આપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ડીંડોલીમાં યુવતીની મોતની છલાંગ, આપ-કોંગ્રેસે ભાજપ સામે બાંયો ચઢાવી
    Next Article
    Ayush Shetty defeated 21-8, 21-10 by Shi Yuqi at last, after a sensational week at BAC

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment