Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લીધો:બૂથના આગેવાન, વોર્ડ પ્રમુખ અને મહામંત્રી સાથે સંવાદ દરમિયાન દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી

    9 hours ago

    ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટની મુલાકાતે છે ત્યારે પરરહમ જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં ઉમેદવારો તેમજ કાર્યકર્તાને જનસેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા અને આ પછી રાજકોટ શહેરની ચારેય વિધાનસભા વાઈઝ કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી જેમાં તેઓ ઉમેદવારોને સાથે રાખી, વોર્ડ પ્રભારી, વોર્ડ પ્રમુખ, વોર્ડ મહામંત્રી, બુથ પ્રમુખ અને દરેક બૂથના કારોબારી સભ્યો તેમજ શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જ સાથે સીધો સંવાદ કર્યો હતો જો કે આ દરમિયાન દક્ષિણ અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં ટિકિટ ફાળવણીને લઇ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી.. રાજ્યમાં 15 મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ગઈકાલે ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાજકોટ ખાતે ઉપસ્થિત રહી રાજકોટના ઉમેદવારોને જનસેવાના સંકલ્પ લેવડાવ્યા હતાં. જેમાં તમામ 72 ઉમેદવારોએ જાહેર જીવનમાં નૈતિકતા, બંધારણ અને કાયદા પ્રત્યે આસ્થા રાખી તેમજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના અંત્યોદયના વિચાર અને ભાજપાની પંચનિષ્ઠા અનુસરી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત અને દેશને વિકાસની રાજનીતીની ભેટ આપી છે, તેને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સતત અવિરત પ્રયાસ થકી આગળ વધારી રહ્યા છે. રાજ્યમાં તમામ પ્રજાસેવકો પ્રજહિતના કાર્યમાં જોડાઈ, રાજય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને વિકાસનો પાયો દરેક ગામડા સુધી પહોંચે તે દિશામાં કાર્યરત છે અને રહેશે. ભાજપનો કાર્યકર્તા હરહમેંશ બુથમાં કામ કરતો કાર્યકર્તા છે, 50 હજાર બુથમાં કાર્યકર્તા સતત સેવાના કાર્યો લઈને પહોંચતો હોય છે. માત્ર ચૂંટણી સમયે જ નહીં, ભાજપનો કાર્યકર્તા હરહમેંશ પ્રજા સાથે રહી તેમની સેવા કરતો હોય છે. વિપક્ષને માત્ર ચૂંટણી સમયે દેખાવાનું અને ચૂંટણી પતી જાય પછી જતા રહેવાનું હોય છે તે રાજ્યની પ્રજા જાણે છે. ગુજરાતની જનતા વિકાસને જનસમર્થન આપી અને આ વખતની ચૂંટણીમાં પણ ભાજપાને જંગી વિજય અપાવશે તેવો તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નિવેદન પર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ ભાજપના પ્રદેશ પ્રમુખના નિવેદનને વખોડી ભાજપ માત્ર ચૂંટણીલક્ષી પાર્ટી હોવાનું જણાવ્યું હતું. પ્રજાની વેદના સાથે તેને કોઈ લેવાદેવા નથી. પહેલા ભ્રષ્ટાચારમાં વ્યસ્ત હતા અને ભાજપ હવે ડેમેજ કંટ્રોલમાં વ્યસ્ત થઇ છે. ​જ્યારે અગ્નિકાંડ થયું ત્યારે ભાજપના નેતાઓ ક્યાં હતા.? જનતા ભાજપના ભ્રષ્ટાચારી શાસનને ઓળખી ગઈ છે અને બિસ્તરા-પોટલા બંધાવાનો સમય પાકી ગયો છે. પ્રજાના પ્રશ્નોને કોંગ્રેસ હંમેશા વાચા આપી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં યુવાન પર ચપ્પુથી હુમલો:ઝાકીર હુસૈન સ્કૂલ પાસે ઘટના, આરોપી ફરાર
    Next Article
    US-Israel-Iran War LIVE Updates: Putin Dials Up Iran President, Says Will Mediate Efforts To Achive Peace

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment