Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ તાલુકા પંચાયતની બે બેઠકો બિનહરીફ:ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર

    9 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકા પંચાયતની બે બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે રામપરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાનજીભાઈ ચાવડા અને મેમકા બેઠક પરથી રેખાબેન મકવાણા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. બિનહરીફ વિજય થતાં બંને ઉમેદવારો તેમના ટેકેદારો સાથે જિલ્લા ભાજપ કાર્યાલય 'નમો કમલમ' ખાતે પહોંચ્યા હતા. આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા દ્વારા કાનજીભાઈ ચાવડાને મોં મીઠું કરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રેખાબેન મકવાણાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ વિજયને કાર્યકર્તાઓની મહેનત અને જનતાના અતૂટ વિશ્વાસનું પરિણામ ગણાવવામાં આવ્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપને આ બે બિનહરીફ બેઠકો મળતા પક્ષમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Puthandu Date 2026: All You Need to Know About Tamil New Year: History, Significance, Timings & Celebrations
    Next Article
    સુરતમાં નવચંડી યજ્ઞ અને શોભાયાત્રાનું આયોજન:સથવારા કડીયા પંચ અને વિશ્વકર્મા પ્રગતિ યુવા મંડળ દ્વારા શરૂ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment