Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી, ઉમેદવારી ફોર્મનો ભરાવો:જિલ્લા-તાલુકા પંચાયત માટે મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાઈ

    2 days ago

    મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લા પંચાયતની 28 બેઠકો માટે કુલ 123 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે 8 તાલુકા પંચાયતની 150 બેઠકો માટે 637 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. તાલુકાવાર ઉમેદવારીની વિગતો જોઈએ તો, લુણાવાડામાં 22 બેઠકો માટે 65 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. કોઠંબામાં 16 બેઠકો માટે 56, કડાણામાં 20 બેઠકો માટે 118 અને ખાનપુરમાં 16 બેઠકો માટે 62 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત, ગોધરા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 64 ઉમેદવારોએ, સંતરામપુરમાં 24 બેઠકો માટે 112, બાલાસિનોરમાં 18 બેઠકો માટે 74 અને વિરપુરમાં 18 બેઠકો માટે 86 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર 5ની એક બેઠક માટે યોજાનારી પેટાચૂંટણીમાં પણ 4 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર નગરપાલિકાના ભાજપના ઉમેદવાર જાહેર:11 વોર્ડમાં 44 ઉમેદવારને મેદાને ઉતાર્યાં, વોર્ડ પ્રમાણે જુઓ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ
    Next Article
    બોટાદ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કુલ 583 ઉમેદવારી ફોર્મ ભરાયા:જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા બેઠકો માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment