Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણાવાવ પોલીસે ગુમ થયેલા બે બાળકોને શોધી કાઢ્યા:બસ સ્ટેશન પરથી મળેલા બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું

    2 days ago

    પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસે ગુમ થયેલા બે બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આ ઘટના રાણાવાવ બસ સ્ટેશન પર બની હતી. રાણાવાવ બસ સ્ટેશન પર ફરજ પર હાજર જી.આર.ડી. જવાન ચંદ્રેશ બાબુભાઈ સાદીયા અને કેતન અમૃતભાઈ ઘમરને બે નાના બાળકો એકલા મળી આવ્યા હતા. આસપાસ તપાસ કરવા છતાં કોઈ વાલી-વારસ ન મળતા, જવાનોએ તાત્કાલિક બંને બાળકોને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન પહોંચાડ્યા હતા. આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ડાંગરે બાળકોના વાલીની શોધખોળ કરવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ. કણઝરીયા અને હેડ કોન્સ્ટેબલ કે.આર. કરંગીયાને સૂચના આપી હતી. પોલીસે સ્થાનિક નાગરિકોની મદદ અને સંપર્ક સૂત્રો દ્વારા સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંને બાળકોની ઓળખ થઈ હતી. તેમાં રાણાવાવના ૩ વર્ષીય આહિલ સુલ્તાન મુલાણી અને ખંભાળિયાના ૪ વર્ષીય અરમાન સિરાજ મિનસારીયાનો સમાવેશ થાય છે. ઓળખ થયા બાદ પોલીસે તુરંત તેમના વાલીઓ સિમરનબેન મુલાણી અને સમરીનબેન મિનસારીયાનો સંપર્ક કર્યો હતો. જરૂરી ખરાઈ કર્યા બાદ બંને બાળકોને તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા. પોતાના બાળકો પાછા મળતા પરિવારે રાણાવાવ પોલીસનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ: પાલેજ-2 બેઠક પર ભાજપ બિનહરીફ વિજેતા:તાલુકા પંચાયત ચૂંટણી પહેલા જ એક બેઠક ભાજપના ખાતામાં
    Next Article
    Amreli Municipality Elections | જેઠાણી ભાજપના તો સામે દેરાણી કોંગ્રેસના ઉમેદવાર | BJP | Congress

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment