Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં સ્થાનિક ચૂંટણીના ફોર્મ ભરાયા:ભાજપ-કોંગ્રેસમાં ટિકિટ મુદ્દે સસ્પેન્સ, દિગ્ગજોના પત્તા કપાતા આંતરિક વિખવાદ, છેલ્લી ઘડી સુધી ઉમેદવારોમાં અવઢવ

    10 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ તેજ બન્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર ન કરાતા રાજકીય આલમમાં ભારે સસ્પેન્સ જોવા મળ્યું હતું. બંને પક્ષોએ વ્યૂહાત્મક રીતે યાદી ગુપ્ત રાખી ફોર્મ ભરાવ્યા હોવાથી ઉમેદવારોમાં છેલ્લી ઘડી સુધી અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી હતી. ભાજપની ટેલિફોનિક રણનીતિ અને આંતરિક રોષ ભાજપે હાઈકમાન્ડના આદેશ મુજબ જાહેર યાદીના બદલે ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી ફોર્મ ભરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જોકે, આ પ્રક્રિયા દરમિયાન અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાતા પક્ષમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ટિકિટ ન મળતા નારાજ થયેલા દિગ્ગજ નેતાઓએ પક્ષ સામે જ મોરચો માંડતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નવા ચહેરા vs જૂના જોગીઓ પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે મોટો ઉલટફેર કરતા અનેક જૂના અને જાણીતા ચહેરાઓને પડતા મૂકી નવા ઉમેદવારો પર પસંદગી ઉતારી છે. ભાજપની આ 'નો-રિપીટ' થીયરીને કારણે ફોર્મ ભરવાના સ્થળે ભારે ધસારો જોવા મળ્યો હતો. બીજી તરફ, કોંગ્રેસે પણ સત્તાવાર યાદી જાહેર કરી ન હોવા છતાં ઉમેદવારો પાસે ફોર્મ ભરાવી દીધા હતા, પરંતુ મેન્ડેટ કોને મળશે તે અંગે ઉમેદવારોમાં મૂંઝવણ રહી હતી. સીધો જંગ અને જીતના દાવા પાલનપુર નગરપાલિકામાં હવે રસપ્રદ સમીકરણો સર્જાયા છે. ભાજપના નવા ચહેરાઓનો સામનો કોંગ્રેસના એવા ઉમેદવારો સાથે થશે જેઓ અગાઉ ભાજપમાં હતા અને બળવો કરીને પક્ષપલટો કરી ચૂક્યા છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી પોતપોતાની જીતના દાવા કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાજપના પૂર્વ સદસ્યોએ બળવો કર્યો:પિતા-પુત્રએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો
    Next Article
    Attack on BJP president | શહેર ભાજપ પ્રમુખ પર હુમલો થયો | Botad | Crime | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment