Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિના પરસ્ત્રી સંબંધ ને દાંપત્ય જીવનમાં ખટરાગ:પીડિતાને મુશ્કેલી પડતા અભયમની મદદ માંગી, પતિનું કાઉન્સિલિંગ કર્યું અને પીડિતા અને બાળકને પિયરમાં મોકલ્યા

    2 days ago

    વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં એક મહિલાએ પોતાના પતિના પરસ્ત્રી સંબંધને કારણે જીવન જરૂરિયાતના સામાન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પીડિતાએ જણાવ્યું હતું કે, તેમના પતિ અને સાસુ દ્વારા તેમને તથા તેમના ચાર વર્ષના બાળકને જરૂરી કપડાં અને દસ્તાવેજો આપવામાં આવતા નહોતા. જેને પગલે પીડિતાને અભયમે મદદ કરી હતી. પતિના પરસ્ત્રી સંબંધથી દાંપત્ય જીવનમાં વિખવાદ સર્જાયો'તો વડોદરાની પીડિતાએ 181 મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી મદદ માગી હતી. માહિતી મળતા જ 181 ટીમ પીડિતાના સરનામે પહોંચી ગઈ હતી અને મામલે દખલ કરીને પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, પતિનો બીજી સ્ત્રી સાથે સંબંધ હોવાને કારણે દાંપત્ય જીવનમાં વિખવાદ સર્જાયો હતો, જેના કારણે પીડિતા પતિ સાથે રહેવા તૈયાર નહોતી અને પોતાના બાળક સાથે પિયરમાં રહેતી હતી. 181 ટીમે કાઉન્સિલિંગ કરીને પીડિતા અને બાળકને પિયરમાં મોકલ્યા 181 ટીમના હસ્તક્ષેપ બાદ પીડિતાને તેમના કપડાં, બાળકના કપડાં તેમજ જરૂરી દસ્તાવેજો પતિ પાસેથી અપાવવામાં આવ્યા હતા. સાથે જ પીડિતાને ભરણપોષણ માટે કાનૂની કાર્યવાહી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મફત કાનૂની સહાય કેન્દ્ર વિશે માહિતી આપવામાં આવી હતી. આગળની કાર્યવાહી અંતર્ગત પીડિતાને તેમના ચાર વર્ષના બાળક સાથે સુરક્ષિત રીતે પિયરમાં મોકલવામાં આવ્યા હતા અને તેમના પિતાને સોંપવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    RJ આભાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી:15 વર્ષ રેડિયો જોકી તરીકે લોકોના પ્રશ્નો દૂર કર્યા, હવે વોર્ડ-10માં ઘરે-ઘરે જઈ લોકોને સાંભળીશ
    Next Article
    Sthanik Swaraj Election 2026 | સ્થાનિક ચૂંટણી માટે ફોર્મ ભરવા માટેનો સમય પૂર્ણ | BJP | Congress |AAP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment