Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અશ્વિન પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી:સંગઠનમાં સરમુખત્યારશાહીનો આક્ષેપ, ટિકિટ માંગ્યા વગર ચૂંટણી મેદાનમાં

    2 days ago

    પાટણ જિલ્લા પંચાયત કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અને સક્રિય કાર્યકર અશ્વિન પટેલે બાલિસણા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે જિલ્લા સંગઠનની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી, 2017થી પક્ષમાં સરમુખત્યારશાહી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો છે. પટેલે જણાવ્યું કે પાટણ જિલ્લા કોંગ્રેસમાં લાંબા સમયથી આંતરિક ખેંચતાણ ચાલી રહી છે અને નેતાગીરીની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ અસંતોષને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. ચૂંટણી લડવાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા અશ્વિન પટેલે કહ્યું કે તેમણે આ વખતે પક્ષ પાસે ટિકિટની માંગણી કરી ન હતી. તેમના મતે, જિલ્લામાં ટિકિટ કોને, ક્યારે અને કઈ રીતે આપવી તે સંગઠન દ્વારા પૂર્વઆયોજિત હોય છે. ટિકિટ માંગી હોત તો બિનજરૂરી પ્રશ્નો ઊભા થાત, તેથી તેમણે સીધો જ અપક્ષ લડવાનો નિર્ણય લીધો. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે તેમનો વિરોધ કોંગ્રેસ પક્ષની વિચારધારા સામે નથી, પરંતુ માત્ર જિલ્લા સંગઠનના વહીવટ સામે છે. અશ્વિન પટેલ છેલ્લા 15 દિવસથી પોતાના મત વિસ્તારના અંદાજે 15 જેટલા ગામોમાં લોકસંપર્ક કરી રહ્યા છે. અગાઉ બાલિસણામાં સભ્ય, ઉપસરપંચ અને ઇન્ચાર્જ સરપંચ તરીકે કામ કરી ચૂકેલા હોવાથી તેઓ સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવે છે. લાંબા સમયથી જનતા વચ્ચે રહીને કરેલા કામોને આધારે તેઓ આ વખતે અપક્ષ તરીકે જીત મેળવવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગુમ સગીર અમદાવાદમાંથી સલામત મળ્યો:અભ્યાસ મુદ્દે પિતા સાથે મનદુઃખ થતાં ઘર છોડ્યું હતું, મોબાઇલ લોકેશન ટ્રેક કરી શોધ્યો
    Next Article
    જામનગર મનપા ચૂંટણી: ફોર્મ ભરવાનો અંતિમ દિવસ:ભાજપ ઉમેદવારોએ રિવાબા જાડેજાની આગેવાનીમાં પત્રો ભર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment