Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શું વફાદારીનું આ જ પરિણામ!, ટિકિટના નામે ભાજપે આપી ‘લોલીપોપ’?:પોરબંદર મનપામાં નામ કપાતા ઉમેદવારો નારાજ; કેબિનેટ મંત્રી મોઢવાડીયાના ઘરે ટોળું ઉમટ્યું

    9 hours ago

    પોરબંદરની નવી મહાનગરપાલિકામાં ટિકિટને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. પ્રજાપતિ, ખારવા સહિતના કેટલાક સમાજો ટિકિટ ના મળવા પર નારાજ થયા છે. જેને લઈને સમાજના આગેવાનોનું ટોળું કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાના ઘરે રજુઆત કરવા પહોચ્યું હતું. સાથે જ આ જે અન્યાય થયો છે તેના પર યોગ્ય નિર્ણય લેવા માટેની માંગ કરી હતી. મનોજભાઈનું કહેવું છે કે, 'આજરોજ અમે વોર્ડનંબર 5માં અમારી જે મજબૂત ઉમેદવારી હતી તે રદ કરી અને જે લોકો કાર્યશીલ નથી તેવાને ટિકિટ આપવામાં આવી છે. અમે માનનીય મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને રજૂઆત કરી છે તેમણે અમને આશ્વાસન આપ્યું છે, અમને કહ્યું છે કે એકાદ કલાકમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરીને તમને જવાબ આપીશું. લાગતા વળગતાને ટિકિટ ફળવાઈ છે એવું અમારું ચોક્કસ માનવું છે. જો ટિકિટ નહીં મળે તો સમાજ કહેશે તે નિર્ણય કરીશું" વરિષ્ઠ કાર્યકર મોતીભાઈ પોતાની નારાજગીનો સૂર વ્યક્ત કરતા કહે છે કે, અમે મોઢવાડિયા સાહેબને ન્યાય માટે રજૂઆત કરવા આવ્યા હતા, તેમણે કહ્યું ટિકિટ ડિક્લેર થઈ ગઈ હોવાથી હું કંઈ કરી શકું તેમ નથી. અમારા વોર્ડ નંબર 10ની અંદર જે ઉમેદવાર આપ્યા છે તે સમીકરણમાં ફીટ બેસતા નથી. અમે ખારવા સમાજ ચૂંટાઈ શકીએ તેમ હોવા છતા અમને ટિકિટ નહીં મળતા દુખ થયું છે. હું છેલ્લી છ ટર્મથી અપક્ષ સહિત અલગ અલગ પક્ષોમાંથી ચૂંટાતો આવ્યો છું.છતા અમને ટિકિટ ન આપી અને જે સક્રિય નથી અથવાતો પ્રાથમિક સભ્ય પણ નથી તેવા લોકોને ટિકિટ આપી છે.અમે સક્રિય રાજનીતિમાંથી કાર્યકરો અને ફેમિલી સહિત સન્યાસ લેવાનું વિચારી રહ્યા છીએ તો લોહાણા સમાજના આગેવાનું કહેવું છે કે “અમે રઘુવંશી લોહાણા સમાજમાં વર્ષોથી નિઃસ્વાર્થ ભાવે સેવાકીય પ્રવૃત્તિઓ અને ટિફિન સેવા ચલાવીએ છીએ. મારા પરિવારમાંથી અગાઉ બે વખત પ્રતિનિધિત્વ મળ્યું છે અને નિયમ મુજબ અમે હજુ પણ લાયક છીએ, છતાં આ વખતે અમને ટિકિટ ફાળવણીમાં અન્યાય થયો છે. અમે પક્ષમાં કોઈ પદ કે સત્તા માટે નહીં, પણ સેવાની તક માટે રજૂઆત કરવા આવ્યા છીએ. સાહેબે અમારી વાત સાંભળી છે અને સકારાત્મક પ્રતિસાદ આપતા ઘટતું કરવાની ખાતરી આપી છે. અમને લાગે છે કે ટિકિટ ફાળવણીમાં લાયકાતના માપદંડોની અવગણના થઈ છે, જેની અમે નમ્રતાપૂર્વક રજૂઆત કરી છે.” પોરબંદરમાં અરભમભાઈ કારાવદરાએ ભાજપ છોડ્યું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. વોર્ડ નંબર ૩ ના કદાવર ભાજપ અગ્રણી અરભમભાઈ કારાવદરાએ ભાજપ સાથેના ૧૪ વર્ષ જૂના સંબંધોનો અંત લાવ્યો છે. તેઓ પોતાની પૂરી ટીમ અને પેનલ સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટી (AAP) માં જોડાઈ ગયા છે, જેના પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અરભમભાઈ છેલ્લા ૧૪ વર્ષથી ભાજપમાં સક્રિય રહી પાયાનું કામ કરી રહ્યા હતા. જોકે, આગામી ચૂંટણીમાં પક્ષ દ્વારા તેમની અવગણના કરવામાં આવતા અને ટિકિટ ન ફાળવવામાં આવતા તેઓ નારાજ હતા. પક્ષ પ્રત્યેની નિષ્ઠાના બદલામાં અવગણના થતા તેમણે ભાજપ છોડવાનો નિર્ણય લીધો. અરભમભાઈ કારાવદરાનું વર્ચસ્વ વોર્ડ નંબર ૩ માં મજબૂત માનવામાં આવે છે. તેમની સાથે તેમની આખી પેનલ અને ટેકેદારો પણ આમ આદમી પાર્ટીમાં સામેલ થતા ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ પક્ષાંતરથી હવે વોર્ડ નંબર ૩ માં ત્રિપાંખિયો જંગ વધુ રોચક બનશે. આ પક્ષાંતર બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં તરેહ-તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આગામી ચૂંટણીમાં અરભમભાઈના આ પગલાથી ભાજપને કેટલું નુકસાન વેઠવું પડે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:ભાજપે ગીર સોમનાથ જિલ્લા પંચાયતની 27 બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા, જુઓ લિસ્ટ
    Next Article
    Video: Pak F-16s Escort JD Vance's Aircraft As He Arrives In Islamabad For Iran Talks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment