Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં વિજ્ય વિશ્વાસ સંમેલનમાં સ્ટેજ પર બેઠેલા ઉમેદવારની ટિકિટ કપાઈ:બાપુનગર-વિરાટનગર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર; કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભર્યું

    17 hours ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે (11 એપ્રિલ) છેલ્લો દિવસ છે. ત્યારે સરકારી કચેરીઓમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. આજે સવારે 10 વાગ્યાથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ઉમેદવારો ઢોલ-નગારા સાથે રેલી કાઢી ફોર્મ ભરવા પહોંચ્યા છે. રાજકોટમાં ભાજપના વિજ્ય વિશ્વાસ સંમેલનમાં સ્ટેજ પર બેઠેલા ઉમેદવારની ટિકિટ કપાઈ ગઈ છે. વોર્ડ નંબર 7માં શૈલેષ જાનીના બદલે હવે બ્રહ્મ સમાજના જ પૂર્વ કોર્પોરેટર નેહલ શુકલા ચૂંટણી લડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસે વિવાદિત 12 વોર્ડના ઉમેદવારના નામની યાદી હજુ પણ જાહેર કરી નથી. દરિયાપુર, નિકોલ, સરસપુર, જમાલપુર, વાસણા, સરખેજ, મકતમપુરા, બહેરાપુરા, દાણીલીમડા, મણિનગર, ગોમતીપુર, રામોલ વોર્ડમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. આજે આ તમામ બેઠક પર ઉમેદવારોને સીધા મેન્ડેટ ફાળવી દેવામાં આવશે. ધારાસભ્યોના લોબિંગ અને સ્થાનિક સ્તરે વિરોધના નામની અંતિમ ઘડી સુધી નામની યાદી જાહેર કરવામાં આવી નથી. આજે અંતિમ ઘડીમાં કોંગ્રેસે અમદાવાદના વિરાટનગર અને બાપુનગર વોર્ડમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમ તીર્મીઝિએ પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભર્યું હતું. તેમણે કહ્યું કે અમારા ધારાસભ્યોએ જ મને ટિકિટ ન મળે તે માટે કાવતરું રચ્યું છે. વિરાટનગર કોંગ્રેસ ઉમેદવાર બાપુનગર કોંગ્રેસ ઉમેદવાર 15 મનપા સહિત પાલિકા-પંચાયતના ભાજપના 9500 ઉમેદવાર જાહેર, ધૂરંધરો સહિત 80 ટકાના પત્તા કપાયા, જુઓ લિસ્ટ
    Click here to Read More
    Previous Article
    ગુજ્જુ વ્હીલચેર ક્રિકેટરને મળવા સલમાન-રણવીર રોકાયા:'દબંગ' સ્ટારે ભીમા ખૂંટીને ઓટોગ્રાફ આપ્યો, 'ધુરંધર' એક્ટરે ઘૂંટણિયે બેસીને વાતચીત કરી
    Next Article
    સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારો જાહેર, 30 નવા ચહેરા:હિંમતનગર નગરપાલિકામાં 13 રિપીટ, જિલ્લા-તાલુકા પંચાયતમાં પણ ફેરફાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment