Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ:ભાજપ-કોંગ્રેસના મોટાભાગના ઉમેદવાર જાહેર, ફોર્મ ભરવામાં કતારો લાગશે

    9 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા અંતિમ દિવસ સુધી યાદી જાહેર કરવામાં આવી ન હતી. ગતરોજ યાદી જાહેર થયા બાદ આજે અંતિમ દિવસે તમામ ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરશે. ઉમેદવારી ભરવા કેટલાક શક્તિ પ્રદર્શન કરીને જશે મહાનગરપાલિકાની ચૂંટણીમાં અનેક દિગ્ગજોની ટિકિટ કપાઈ છે અને 53 નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. ભાજપના કેટલાક ઉમેદવારો આજે પોતપોતાના વોર્ડમાંથી રેલી સ્વરૂપે ઉમેદવારીપત્ર ભરવા માટે પહોંચશે. કેટલાક ઉમેદવાર શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવશે. ભાજપમાં ટિકિટની ફાળવણી બાદ અનેક વોર્ડમાં વિવાદ જોવા મળ્યો હતો. ત્યારે ઉમેદવારી પત્ર ભરવાની સાથે સાથે ભાજપે અનેક વોર્ડમાં ડેમેજ કંટ્રોલ પણ કરવું પડશે. કોંગ્રેસે મધ્ય રાતે યાદી જાહેર કરી કેટલાક વોર્ડમાં બળવો થવાની શક્યતાઓ જોઈ બેઠેલા કોંગ્રેસે કાલે સાંજથી કેટલાકને ફોન કરીને માહિતી આપી હતી. જો કે મોડી રાત સુધી યાદી જાહેર કરવામાં આવી ન હતી. કોંગ્રેસે મધરાતે યાદી જાહેર કરી હતી. વડોદરા મહાનગરમાં ગત ટર્મમાં વોર્ડ 1માં જીતેલા ઉમેદવાર હરીશ પટેલને કાપવામાં આવ્યા છે. તો જહાં ભરવાડના પત્નીને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ 1માં બંને મહિલા ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. હાલ સુધીમાં 293 ફોર્મ ભરાયા વડોદરા જિલ્લામાં મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની પણ ચૂંટણી યોજાવાની છે. ત્યારે ગતરોજ સુધીમાં 293 ઉમેદવારીપત્રો ભરાયા છે, જેમાં મહાનગરપાલિકામાં 64, નગરપાલિકાઓમાં 55, જિલ્લા પંચાયતમાં 37 અને તાલુકા પંચાયતમાં 137 ઉમેદવારી પત્રો ભરાયા છે.
    Click here to Read More
    Previous Article
    અનંત અંબાણીએ જામનગરમાં વનતારા યુનિવર્સિટી શરૂ કરી:વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા માટે વિશ્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી
    Next Article
    4 Pune journalists ‘on sting operation’ booked for filming a woman changing clothes in a hotel room

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment