Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસા પાવન સિટીમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા:નગરપાલિકા સામે સુવિધાઓના અભાવે મતદારોનો રોષ

    12 hours ago

    અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આવેલી પાવન સિટી કો-ઓપરેટિવ સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સોસાયટીમાં "ચૂંટણી બહિષ્કાર" અને "કોઈપણ રાજકીય પક્ષે ચૂંટણી પ્રચાર માટે પાવન સિટીમાં પ્રવેશ કરવો નહીં" તેવા બેનરો લગાવવામાં આવ્યા છે. રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા 100 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ તેની સામે મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નગરપાલિકા નિષ્ફળ રહી છે. આ બેનરો નગરપાલિકા પ્રત્યેના તેમના ઊંડા અસંતોષને દર્શાવે છે. સોસાયટીમાં 564 જેટલા ફ્લેટ હોવા છતાં, સ્ટ્રીટ લાઇટનો અભાવ, પાણીની સમસ્યા, શેરી સફાઈનો અભાવ અને રખડતા ઢોરની સમસ્યાઓ યથાવત છે. આ સમસ્યાઓથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રહીશોનું કહેવું છે કે તેઓ વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરે છે, પરંતુ તેમને માત્ર ખાતરીઓ જ મળે છે અને કોઈ નક્કર કામગીરી થતી નથી. વધુમાં, રહીશોનો આક્ષેપ છે કે વોર્ડના સભ્યો કે નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે અને ચૂંટણી પછી પાંચ વર્ષ સુધી ગાયબ થઈ જાય છે. આ પરિસ્થિતિથી કંટાળીને પાવન સિટી સોસાયટીના રહીશોએ આક્રમક વલણ અપનાવ્યું છે. સોસાયટીના રહીશોએ "સુવિધા નહીં તો વોટ પણ નહીં" ના સૂત્રોચ્ચાર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જો સમયસર તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે, તો આ રોષ મતપેટી દ્વારા વ્યક્ત થશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    SOG એ ઓખામાં ગેરકાયદેસર માછીમારી પર કાર્યવાહી કરી:ઓનલાઈન ટોકન વિના બોટ જપ્ત, માછીમારની ધરપકડ
    Next Article
    Gujarat Breaking News | 10 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Breaking News | News of The Day

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment