Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં સમરસતા યાત્રાનું સ્વાગત:વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાબાસાહેબ આંબેડકરજીની યાત્રાનું આયોજન

    10 hours ago

    તારીખ 10 એપ્રિલ, 2026 ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ, બોટાદ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરજી સમરસતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું પ્રસ્થાન ગોકુળીયાનાથ જગ્યાના મહંત દિનેશબાપુ, સ્વામી માધવસ્વરૂપજી, સ્વામી આત્માનંદ સરસ્વતીજી અને અન્ય ઉપસ્થિત મહેમાનોના હસ્તે ગોકુળીયાનાથની જગ્યાએથી કરવામાં આવ્યું હતું. આ યાત્રા ખુશ્બુ રેસિડેન્સી, ખસ રોડ, બોટાદ ખાતે નવનિર્માણ પામી રહેલા સમતા બુદ્ધ વિહાર ખાતે સવારે અગિયાર કલાકે પહોંચી હતી. ત્યાં ભગવાન બુદ્ધ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરજીને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમતા બુદ્ધ વિહારના પ્રમુખ બોધિરાજ બૌદ્ધ દ્વારા ત્રિશરણ પંચશીલ પાઠ કરાવવામાં આવ્યો હતો. સમરસતા યાત્રાના પદાધિકારીઓને બોધિરાજ બૌદ્ધ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ તિરંગો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રામાં જોડાયેલા તમામ મહેમાનોને માનવતાના પ્રતીક સમા ભગવાન બુદ્ધના પંચશીલના પ્રતીક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બુદ્ધ વિહારમાં ચા-નાસ્તાની વ્યવસ્થા રાહુલભાઈ વાજા દ્વારા કરાઈ હતી. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ દેવજીભાઈ રાવત, રસેશભાઈ રાવલ, મોન્ટુભાઈ માળી, ભરતભાઈ પરમાર, રસિકભાઈ કણજરીયા, મહેશભાઈ કણજરીયા, ભુપતભાઈ ચૌહાણ, બિજલભાઈ પરમાર, વિશાલભાઈ ખખ્ખર, દેવજીભાઈ મ્યાત્રા સહિત સંગઠનના આગેવાનો જોડાયા હતા. તેમજ સામાજિક આગેવાનો અમૃતભાઈ કલીવડા, રાજુભાઈ વાઘેલા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાન-છત્તીસગઢમાં તાપમાન 40°ને પાર પહોંચશે:MPમાં પારો 1° થી 5.4°C સુધી વધ્યો, હીટવેવ નહીં; આંધ્રપ્રદેશમાં 5 દિવસ વાવાઝોડાનું એલર્ટ
    Next Article
    Ahmedabad Municipal Election LIVE | અમદાવાદમાં BJP મેદાને, કોંગ્રેસનું કોકડુ ગૂંચવાયું | Congress

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment