Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તપાસ:મોરબીના લાતી પ્લોટમાં બંધ મકાનમાં આગ, દારૂની બોટલો મળતાં ચકચાર

    1 week ago

    મોરબી શહેરની આર્થિક કરોડરજ્જુ ગણાતા લાતી પ્લોટ વિસ્તારમાં જલારામ મંદિરની બાજુમાં આવેલા એક બંધ અને જૂના મકાનમાં આજે બપોરે અચાનક કોઈ કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જો કે મકાન બંધ હોવાથી સદનસીબે આ આગની ઘટનામાં કોઇ જ જાનહાની થઈ ન હતી. આ બનાવની જાણ થતાં ફાયર બીગ્રેડે તાત્કાલીક ઘટનાસ્થળે દોડી જઈને આગને સમયસર કાબુમાં લઇ અન્યત્ર પ્રસરતા અટકાવી દેતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. મોરબી ફાયર કંટ્રોલ રૂમને બપોરે લાતી પ્લોટમાં જલારામ મંદિરની બાજુમાં આવેલા એક બંધ અને જૂના મકાનમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. આ આગ લાગ્યાની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટર સાથેનો સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ તરત જ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાની કામગીરી કરી હતી. ફાયરના જવાનો બોટલો જોઇને ચોંક્યા ઉલ્લેખનીય છે કે આ કચરામાં દારૂની બોટલો પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. આથી તંત્રએ આ મકાન કોનું હતું અને તે જાણવા આસપડોશમાં પૂછપરછ શરૂ કરી છે. અહીં કોઇની અવરજવર રહેતી હતી કે નહીં અને કોણ કોણ આવતું જતું હતું એ જાણવા કાર્યવાહી શરૂ કરાઇ છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકા સાથે મંત્રણા માટે ઈરાની પ્રતિનિધિમંડળ પાકિસ્તાન પહોંચ્યું:બેઠક પહેલા લેબનોનમાં સીઝફાયરની શરત; અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વેન્સ પણ આજે ઈસ્લામાબાદ પહોંચશે
    Next Article
    अक्षय कुमार ने लारा दत्ता और प्रियंका चोपड़ा का उठाया था फायदा? एक्ट्रेस ने किया साफ, बोलीं- उन्होंने देखा कि दो कम उम्र की लड़कियां...

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment