Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એ તારી વાઇફ જોડે વાત કરે છે, શું પ્રોબ્લેમ છે?:વડોદરામાં વેપારીને ચાકુ બતાવી અપહરણ કરી મોબાઈલ, એટીએમ કાર્ડ, રોકડા રૂપિયા લૂંટી લીધા, કેનાલમાં ફેંકીને હત્યાનો પ્રયાસ, માંડ માંડ જીવ બચાવ્યો

    13 hours ago

    વડોદરા શહેરમાં એક પાન પાર્લરના વેપારીની એકટીવા સાથે અકસ્માત કર્યા બાદ 5 શખ્સ દ્વારા કારમાં અપહરણ કરવામાં આવ્યું હતુ. ચાકુ બતાવીને વેપારી પાસેથી મોબાઈલ, પર્સ સાથે રોકડ રકમ અને ATM કાર્ડ લૂંટી લીધું હતુ. ત્યારબાદ ATM દ્વારા 1 લાખ રૂપિયા ઉપાડ્યા હતા. છેવટે આણંદ જિલ્લાના સોજીત્રા નજીક કેનાલમાં ફેકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવકે 5 લૂંટારૂ વિરુદ્ધ છાણી પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાવી છે. જેને આધારે છાણી પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. છાણી પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપીની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા અને હરણી વિસ્તારમાં પાન પાર્લરની દુકાન ચલાવતા વેપારીએ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 8 એપ્રિલના રોજ રાત્રે તેઓ હરણી વિસ્તારમાં પોતાની દુકાન બંધ કરી એક્ટીવા પર ઘરે જઈ રહ્યા હતા, ત્યારે છાણી-સોખડા રોડ પર ગીરીરાજ સ્કૂલ પાસે એક સફેદ સ્વિફ્ટ કાર દ્વારા અકસ્માત કર્યો હતો. અકસ્માત બાદ કારમાંથી ઉતરેલા શખ્સોએ ગીરીશભાઈને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. ત્યારબાદ આરોપીઓએ હથિયાર બતાવીને તેમનો મોબાઈલ, પર્સ તથા રોકડ કબજે કરી ત્યારબાદ એટીએમનો પિન નંબર મેળવી લીધો હતો. આરોપીઓએ શહેર અને હાઈવે પર અલગ અલગ સ્થળોએ લઈ જઈ 1 લાખ રૂપિયા જેટલી રકમ ઉપાડી લીધી હતી અને આણંદ જિલ્લાના સોજીત્રા નજીક કેનાલ પર લઈ જઈ પુલ પરથી પાણીમાં ફેંકી દીધા હતા. સદનસીબે વેપારી પિલરને પકડી જીવતા બચી ગયા હતા અને સવાર સુધી છુપાઈ રહ્યા પછી સ્થાનિકોની મદદથી પરિવારને જાણ કરી ઘરે પરત ફર્યા હતા. સમગ્ર બનાવ અંગે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા 5 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અપહરણકારો વેપારી યુવકને સોજીત્રા નજીક કેનાલ પર લઈ ગયા હતા. ત્યાં કારમાંથી નીચે ઉતાર્યા બાદ તેને પુલ પરથી જીવતા કેનાલમાં પાણીમાં ફેંકી દીધો હતો. જોકે સદનસીબે યુવક પિલરને પકડીને લટકી રહ્યો હતો. અપહરણ કરો ગયા બાદ યુવક પાણીમાંથી બહાર આવ્યો અને રાત્રે અંધારામાં છુપાઈ રહ્યો હતો. સવારમાં સ્થાનિકોની મદદ મેળવી પોતાના પરિવારને જાણ કરતા તેઓ તેમને લેવા માટે આવી પહોંચ્યા હતા. વેપારી યુવકે જણાવ્યું હતું કે, કારમાં પાછળની સીટ પર બેઠેલા એક લૂંટારૂએ મને પુછયુ કે "તુ કૌશિકને ઓળખે છે, તે તારી વાઇફ જોડે વાત કરે છે, તો તને શું પ્રોબ્લેમ છે? અને પછી મને જ્યારે ગાડીમાં ફેરવતા હતા ત્યારે બે લોકો તેઓના મોબાઇલ ફોન પર વાતચીત કરતા હતા કે, "આને ઉપાડી લીધો છે અને આને આજે પુરો કરી દઈશું પછી તે વખતે મારી બાજુમાં બેસેલ શખ્સે કોઈને ફોન કરી અને તેના એકાઉન્ટમાં રુપિયા 25 હજાર નાખવાની તથા ગાડી ચલાવનારે પણ કોઈને ફોન પર તેના એકાઉન્ટમાં 20 હજાર નાખવાની વાત કરી હતી. પકડાયેલા આરોપીઓના નામ (1) કૌશીકભાઇ મહેન્દ્રભાઇ શર્મા ઉ.વ.૩૨ ધંધો.હેર સલુન રહે મોટી કેનાલ પાસે બામરોલી ગામ તા. વસો જી.ખેડા (2) નીલકંઠ ઉર્ફે નાથીયો જીતેંદ્રભાઇ બારૈયા ઉ.વ.-૨૮ ધંધો.-સાઉન્ડ સીસ્ટમ (ડી.જે) રહે.-લારાપટેલની વાડી પાસે, જુની ગોલવાડ,વસો ગામ તા.-વસો જી.-ખેડા (3) ઉમંગ ઉર્ફે શુટર ભાવેશભાઇ પ્રજાપતિ ઉ.વ.-૨૧ ધંધો-નોકરી રહે.-મ.નં.-બી-૨૧,પૃથ્વી પાર્ક સોસાયટી,ગીતાંજલી ચોકડી તથા રામાપીરના મંદિરની બાજુમા. નડીયાદ, તા.નડીયાદ જી.ખેડા (4) ગોવિંદભાઇ રણછોડભાઈ ભોઈ ઉ.વ.૩૮ ધંધો.ખાંનગી નોકરી હાલરહે.- પશુ દવાખાનાની સામે, પુનીત આશ્રમ ની બાજુમા, ડાકોર તા.ઠાસરા જી.ખેડા મુળ રહે.-દુધની ડેરી પાસે ભોઇવાડા, વસો ગામ, તા.વસો જી.ખેડા (5) પૃથ્વી ઉર્ફે પીકે ખોડાભાઈ ભોઈ ઉ.વ.-૨૫ ધંધો-ખાનગી નોકરી હલ રહે.-ખોડીયાર સોસાયટી વસો ગમના ગેટ પાસે વસો તા.વસો જી.ખેડા મુળ રહે ભોઇવાસ રાસ ગામ તા. બોરસદ જી.આણંદ
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર નગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર:કુલ 11 વોર્ડમાં 43 ઉમેદવારને મેદાને ઉતાર્યાં, જુઓ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ
    Next Article
    મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:મહેસાણા જિલ્લા પંચાયતમાં ભાજપે તમામ 42 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા, જુઓ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment